બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ભારત / PM Modi got emotional on the stage while reminiscing his childhood memories

VIDEO / 'કાશ મને પણ આવા ઘરમાં...', બાળપણની યાદોને વાગોળતા મંચ પર જ PM મોદી થયા ભાવુક

Priyakant

Last Updated: 01:15 PM, 19 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Emotional Latest News: PM આવાસ યોજના અંગે તેમણે કહ્યું કે, કદાચ મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના સોલાપુરમાં લાભાર્થીઓ સાથે વાતચીત કરી
  • સોલાપુરમાં PM આવાસ યોજના હેઠળ દેશની સૌથી મોટી સોસાયટીનું ઉદ્ઘાટન 
  • લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં દરમિયાન ભાવુક થઈ ગયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી

PM Modi Emotional : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં લાભાર્થીઓ સાથે વાતચીત કરતાં દરમિયાન ભાવુક થઈ ગયા હતા. આજે રાજ્યના લાભાર્થીઓ સાથે PM મોદીએ વાત કરી હતી. આ દરમિયાન બાળપણનો ઉલ્લેખ થતાં જ તેણે થોડી ક્ષણો માટે પોતાનું ભાષણ અધવચ્ચે જ બંધ કરી દીધું હતું. PM આવાસ યોજના અંગે તેમણે કહ્યું કે, કદાચ મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત. 

PM મોદીએ કહ્યું, મને ખુશી છે કે અમે સોલાપુરના હજારો ગરીબો અને હજારો મજૂરો માટે જે સંકલ્પ લીધો હતો તે આજે પૂરો થઈ રહ્યો છે. આજે PM આવાસ યોજના હેઠળ દેશની સૌથી મોટી સોસાયટીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અને મેં જઈને જોઈ આવ્યો પણ કાશ મને પણ બાળપણમાં આવા ઘરમાં રહેવાનો મોકો મળ્યો હોત. આટલું કહીને PM મોદીએ અચાનક ભાષણ થોડા સમય માટે બંધ કરી દીધું હતું.

આ પછી તેણે ભાવુક થઈને કહ્યું, જ્યારે હું આ વસ્તુઓ જોઉં છું, ત્યારે મને ખૂબ જ સંતોષ થાય છે, જ્યારે હજારો પરિવારોના સપના સાકાર થાય છે, ત્યારે તેમના આશીર્વાદ મારી સૌથી મોટી સંપત્તિ છે. જ્યારે હું આ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવા આવ્યો હતો ત્યારે મેં તમને ખાતરી આપી હતી કે, હું તમારા ઘરની ચાવી આપવા માટે વ્યક્તિગત રીતે આવીશ. PM મોદીએ કહ્યું કે, બે પ્રકારના વિચારો છે - લોકોને રાજકીય નિવેદન આપવા માટે ઉશ્કેરતા રહો. અમારો રસ્તો છે કામદારોનું સન્માન, આત્મનિર્ભર કામદારો, ગરીબોનું કલ્યાણ.' 

વધુ વાંચો: આંખે પાટા, ગળામાં હાર... કરો પ્રભુ રામલલાના દર્શન, સામે આવી વધુ એક નવી તસવીર

આ દરમિયાન PM મોદીએ જૂની સરકારો પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, ઘણા લાંબા સમયથી આપણા દેશમાં ગરીબી હટાવવાના નારા લગાવવામાં આવ્યા હતા પરંતુ ગરીબી દૂર થઈ નથી. ગરીબોના નામે યોજનાઓ બનાવવામાં આવી, પરંતુ ગરીબોને તેનો લાભ મળ્યો નથી. વચેટિયાઓ તેમના હકના પૈસા લૂંટી લેતા હતા. અગાઉની સરકારોની નીતિ, ઈરાદા અને વફાદારી દાટમાં હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ