બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM modi election related big statement from navsari gujarati news

નવસારી / VIDEO: જે લોકો કહે છે કે ચૂંટણી આવી એટલે કામ થાય છે તેમને PM મોદીની ચેલેન્જ, જુઓ શું કહ્યું

Dhruv

Last Updated: 12:51 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવસારીમાં PM મોદીએ સંબોધન દરમિયાન વિરોધીઓને ચેલેન્જ આપતા કહ્યું કે, 'એક અઠવાડિયું કોઇ શોધી લાવે કે જે અઠવાડિયામાં અમે વિકાસનુું કોઇ કામ ન કર્યું હોય.'

  • PM મોદીએ આજે આદિવાસી વિસ્તારને આપી મોટી ભેટ
  • નવસારીના ખુડવેલમાં રૂ.2151 કરોડની યોજનાઓનું કર્યું ખાતમુહૂર્ત
  • નવસારીમાં સંબોધન દરમિયાન PM મોદીએ વિરોધીઓને ચેલેન્જ આપી

PM મોદી આજ રોજ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓએ નવસારીના ખુડવેલમાં આજે રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરીને આદિવાસી વિસ્તારના લોકોને એક મોટી ભેટ આપી છે. દરમ્યાન તેઓએ અહીં સંબોધન કરતા વિરોધીઓને ખુલ્લી ચેલેન્જ કરતા કહ્યું હતું કે, 'આપણે ત્યાં તો કોઇ પણ કામ કરો એટલે કેટલાંક લોકો તો ચાલુ જ પડી જાય છે કે, જોયું ચૂંટણી આવી એટલે કામ થાય છે, ચૂંટણી આવી એટલે કામ થાય છે. અમારા કાર્યકાળનું એક અઠવાડિયું કોઇ એવું શોધી લાવે, એક, આ મારી ચેલેન્જ છે. મને સરકારની અંદર લગભગ 22-23 વર્ષ થઇ ગયા. એક અઠવાડિયું કોઇ શોધી લાવે કે જે અઠવાડિયામાં અમે વિકાસનુું કોઇ કામ ન કર્યું હોય. તેવું એક અઠવાડિયું ના મળે.'

એક સમયે CM પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કરતા અને હું આજે 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું : PM

PM મોદીએ કહ્યું કે, 'ભૂતકાળમાં અહીં આપણે ત્યાં આ જ વિસ્તારના એક એવાં મુખ્યમંત્રી હતાં કે જેમના પોતાના ગામમાં જ પાણીની ટાંકી ન હોતી. હેડપમ્પ લગાવે, એ પણ 12 મહિને સૂકા થઇ જાય એના વાયસર પતી જાય, આ બધાને ખબર છે. પણ હું આવ્યો, મે ગુજરાતમાં જવાબદારી લીધી અને એમના ગામમાં મે ટાંકી બનાવી. એક જમાનો ગુજરાતમાં એવો હતો કે, ગુજરાતના એક મુખ્યમંત્રીએ જામનગરમાં પાણીની એક ટાંકી બનાવી અને તેનું ઉદ્ઘાટન કર્યું હતું. બાદમાં ગુજરાતના છાપામાં પહેલાં પાના પર મોટા ફોટા છપાયા હતા કે મુખ્યમંત્રીએ પાણીની ટાંકીનું ઉદ્ઘાટન કર્યું. એ દિવસો ગુજરાતે જોયા છે. અને આજે મને ગર્વ થાય છે કે, હું આદિવાસી વિસ્તારમાં 3 હજાર કરોડના કાર્યોનું ઉદ્ઘાટન કરું છું.'

અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી: PM મોદી

નવસારીના ખુડવેલમાં રૂ.2151 કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત દરમ્યાન PM મોદીએ કહ્યું કે, 'અમે રાજકીય આટાપાટમાં સમય બરબાદ કરનારા નથી. અમારા માટે સત્તામાં રહેવું એટલે સેવાનું કામ કરવું છે.

મેં આટલા વર્ષ CM સ્વરૂપે કામ કર્યું પણ ક્યારેય આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ ન હોતો થયો: PM

નવસારીના ખુડવેલમાં સંબોધન દરમ્યાન PM મોદીએ કહ્યું કે, 'મેં આટલા વર્ષ CM સ્વરૂપે કામ કર્યું પણ ક્યારેય આદિવાસી ક્ષેત્રમાં આટલો મોટો કાર્યક્રમ ન હોતો થયો, આજે 5 લાખ લોકો આવ્યા છે.'

ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે, અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી: PM

PM મોદીએ નવસારીના ખુડવેલમાં સંબોધન કરતા જણાવ્યું કે, 'ચિખલી સાથે મારો વર્ષો જૂનો નાતો છે. અહીં હું બસમાં આવતો, આટલા વર્ષો અહીંયા રહ્યો મારે કોઈ દિવસ ભૂખ્યા રહેવાની નોબત નથી આવી.'

જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે: PM

PM મોદીએ નવસારીથી સંબોધન કરતા જણાવ્યું કે, 'ગુજરાત છોડ્યા બાદ જે-જે લોકોએ ગુજરાતને સંભાળવાનું દાયિત્વ સંભાળ્યું તેમાં આજે ભૂપેન્દ્ર પટેલ અને C.R પાટીલની જોડી જે ઉમંગ અને ઉત્સાહ સાથે નવો વિશ્વાસ જગાવી રહી છે તે તેનું જ પરિણામ છે કે મારી સામે આજે પાંચ લાખથી પણ વધારે આટલી મોટી સંખ્યામાં લોકો અહીં આવ્યાં. મને ગર્વ એ વાતનું થાય છે કે જે હું મારા કાર્યકાળમાં ન હોતો કરી શક્યો તે મારા સાથી કરી રહ્યાં છે અને તમારો પ્રેમ વધતો જ જઇ રહ્યો છે. એટલે મને સર્વાધિક ગર્વ થઇ રહ્યો છે.'

PM મોદી આજે ગુજરાતની મુલાકાતે

  • PM મોદી આજે નવસારી અને અમદાવાદની મુલાકાતે
  • અમદાવાદમાં IN-SPACeના હેડક્વાર્ટરનું ઉદ્વાટન કરશે
  • કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે 
  • CM ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
  • જૂન 2020માં કેન્દ્રીય કેબિનેટે IN-SPACeની આપી હતી મંજૂરી
  • IN-SPACe અંતરીક્ષમાં ખાનગી કંપનીઓની ભાગીદારી સુનિશ્ચિત કરશે
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ