બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / PM Modi appealed to the citizens for 'vocal for local' In Bharuch

આત્મનિર્ભર / દિવાળીએ ગરીબની જિંદગીમાં અજવાળું લાવજો, ભરૂચમાં PM મોદીએ નાગરિકોને કરી 'વોકલ ફોર લૉકલ'ની અપીલ

Dhruv

Last Updated: 01:26 PM, 10 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે તેમના પ્રવાસને બીજો દિવસ થયો છે. ત્યારે તેઓએ આજે ભરૂચમાં 8200 કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.

  • PM મોદી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે
  • આમોદમાં ભરૂચવાસીઓને આપી કરોડોની ભેટ
  • તમે વોકલ ફોર લૉકલનો મંત્ર પકડી લો: PM

PM મોદીએ આજે ભરૂચના આમોદમાં સંબોધન કરતા વોકલ ફોર લોકલ પર ભાર આપતા કહ્યું કે, 'હું જ્યારે આજે ભરૂચ આવ્યો છું ત્યારે તમને યાદ કરાવું કે હું તો કાયમ કહું છે કે આ દેશને આપણે એકદમ ઝડપી આગળ લઇ જવો હોય તો દરેક નાગરિક પણ બહું મોટું કામ કરી શકે. સામાન્ય નાગરિક પણ દેશને આજે આગળ વધારી શકે. તમને એમ થાય કે અહીં પોતાના માટે જ જે વલખાં મારતો હોય એ કેવી રીતે કરે. અરે તમે વોકલ ફોર લૉકલનો મંત્ર પકડી લો, કોઇ વિદેશી ચીજથી હું દૂર રહીશ, આ દિવાળી આવે છે, એવાં એવાં બજારમાં ફટાકડા આવશે કે બે મિનિટ આકાશમાં ઝબકારો કરી જાય, પણ આપણને ખબર ના હોય કે કેટલાંય ગરીબોની મહેનતને પાણી ફેરવી નાખતા હોય છે. ભલે આપણે ભારતમાં બનેલા ફટાકડા લઇએ, કદાચ અજવાળું ઓછું કરે, કદાચ ચમકારો ઓછો કરે, અવાજ ઓછો કરે પરંતુ ભાઇઓ એ અવાજ ઓછો કરશે, ચમકારો ઓછો કરશે પણ એ મારા દેશના, મારા રાજ્યના ગરીબોના ઘરમાં ચમકારો આવશે. બે મિનિટ આકાશમાં ચમકારો આવે કે ના આવે પણ એના 12 મહિના એની જીંદગીમાં ચમકારો આવશે. આપણે શા માટે આપણા દેશનું ના લઇએ. અહીંનું એક કારખાનું 700 કરોડ રૂપિયા બચાવી શકતું હોય, મારા ભરૂચના નાગરિકો નક્કી કરે ને તો એ પણ આટલાં રૂપિયા બચાવીને મારા દેશનું હૂંડિયામણ જતું રોકી શકે એટલી તાકાત પડી છે આપણી પાસે.'

તમને જણાવી દઇએ કે, PM મોદી આજે રાજ્યના 4 જિલ્લાની મુલાકાતે છે. ત્યારે વડાપ્રધાને આજે ભરૂચવાસીઓ દિવાળી પૂર્વે મોટી ભેટ આપી છે. PM મોદીએ આજે ભરૂચના આમોદમાં રૂ. 8200 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું છે.

આ દરમ્યાન PM મોદીએ ભરૂચવાસીઓને સંબોધન કરતા કહ્યું કે, 'સાથીઓ આજે સવારે હું જ્યારે અહીં આવી રહ્યો હતો, ત્યારે મને એક દુખદ સમાચાર મળ્યા કે આજે મુલાયમ સિંહ યાદવનું નિધન થયું છે. અમે જ્યારે બંન્ને મુખ્યમંત્રી તરીકે મળતા ત્યારે પોતીકાપણાનો ભાવ હતો. મુલાયમ સિંહજીએ સંસદમાં ઉભા થઈને જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે એટલે મને વિશ્વાસ છે કે તેઓ બીજી વખત પ્રધાનમંત્રી બનશે. મા નર્મદાના તટથી હું મુલાયમ સિંહ યાદવને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું.'

એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે: PM

વધુમાં ભરૂચના વિકાસની વાત કરતા PM મોદીએ કહ્યું કે, 'ભરૂચની ભાગીદારી, એક જમાનો હતો આપણું ભરૂચ ખાલી ખારી સિંગના કારણે ઓળખાતું હતું, આજે ઉદ્યોગ-ધંધા-બંદરો જેવી કેટલીય બાબતોમાં જયજયકાર થઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે. એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે. વિકાસ કરવો હોય તો બરાબર વાતાવરણ જોઈએ, રુકાવટો વાળું વાતાવરણ ન ચાલે, વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.'

ભરૂચ જિલ્લામાં આખા દેશના માણસો જોવા મળે છે, ભરૂચ હવે કોસ્મોપોલિટન બન્યું છે: PM

એક રાજ્યમાં જેટલા ઉદ્યોગો હોય એના કરતા વધુ ઉદ્યોગો આપણા એક ભરૂચ જિલ્લામાં છે : PM

 

PM મોદીએ વિકાસને લઇને કટાક્ષ કરતા કહ્યું કે, 'જો વિકાસ કરવો હોય તો વાતાવરણ બરાબર જોઈએ, રુકાવટોવાળું વાતાવરણ ન ચાલે. વિકાસ માટે નીતિ અને નિયત બંન્ને હોવું જોઈએ.'

મહત્વનું છે કે, PM નરેન્દ્ર મોદી ગઇકાલથી ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે તેમના ગુજરાત પ્રવાસને બીજો દિવસ થયો છે. તેઓએ આજે ભરૂચના આમોદમાં 8 હજાર 200 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું છે.

ભરૂચને આપી રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદી દ્વારા ભરૂચમાં રૂપિયા 8200 કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી. PM મોદીએ જંબુસરમાં 2 હજાર 506 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ બલ્ક ડ્રગ પાર્કના નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું છે. તો બીજી બાજુ દહેજમાં 558 કરોડના ખર્ચે તૈયાર થયેલ ડીપ-સી પાઈપલાઈન પ્રોજેક્ટનું પણ ખાતમુહૂર્ત કર્યું છે. 100 કરોડના ખર્ચે બનનાર અંકલેશ્વર એરપોર્ટના ફેઝ-1 અને ભરૂચ ભૂગર્ભ ડ્રેનેજ અને STP પ્લાન્ટનું પણ વડાપ્રધાને ખાતમુહૂર્ત કર્યું.

જાણો PM મોદીનો ભરૂચ બાદનો આજનો સંપૂર્ણ પ્રવાસ

  • PM મોદી આજે 4 જિલ્લાની મુલાકાતે
  • ભરૂચ, આણંદ, અમદાવાદ અને જામનગરની મુલાકાતે
  • PM મોદી ભરૂચ બાદ આણંદના કાર્યક્રમમાં આપશે હાજરી
  • વિદ્યાનગર શાસ્ત્રી મેદાનમાં PM જનસભાને સંબોધશે
  • આણંદના શાસ્ત્રી મેદાનમા PM વિશાળ જનસભા સંબોધશે
  • આણંદ કાર્યક્રમ પૂર્ણ કરી PM અમદાવાદ પરત ફરશે
  • અમદાવાદ મોદી શૈક્ષણિક સંકુલના કાર્યક્રમમાં આપશે હાજરી 
  • બપોરે અમદાવાદથી જામનગર જવા રવાના થશે PM
  • જામનગરમાં વિવિધ વિકાસ કામોના લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે
  • જામનગરમાં પણ PM મોદી જનસભાને કરશે સંબોધન
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ