ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / NRI News / VTV વિશેષ / વિશ્વ / PM Modi and President Trump take a lap around the NRG stadium

Howdy Modi / મોદીએ સ્ટેડિયમમાં સાથે ફરવાની વિનંતી કરી અને જગત જમાદાર ટ્રમ્પ સાથે ચાલી નીકળ્યા

Published By: Kavan

Last Updated: 12:54 PM, 23 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદી અમેરિકાના 7 દિવસીય પ્રવાસમાં હાલ ટેક્સાસના હ્યુસ્ટનમાં છે. જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને USના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મળીને NRG સ્ટેડિયમના ઐતિહાસિક કાર્યક્રમ ‘Howdy Modi’માં 50 હજાર જનમેદનીને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમની પૂર્ણાહતિ સમયે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી મેદાનમાં ફર્યા હતા.

ADVERTISEMENT

વિનંતી બાદ મેદાનમાં ફર્યા ટ્રમ્પ અને મોદી

‘Howdy Modi’ કાર્યક્રમ પૂર્ણ થયાં બાદ ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને મેદાનમાં ફરવા જણાવ્યું હતું. અંતે બંન્ને રાષ્ટ્રોના નેતા મેદાનમાં ફર્યા હતા અને કાર્યક્રમમાં હાજર તમામ લોકોનું અભિવાદન જીલ્યું હતું. 

પ્રધાનમંત્રી મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાથમાં હાથ નાંખીને સમગ્ર મેદાનમાં ફર્યા હતા. ત્યારબાદ એક સ્થળે ઉભા રહીને બંન્નેએ મેદાનમાં હાજર તમામ લોકોનું હાથ ઉંચો કરીને અભિવાદન જીલ્યું હતું. 

ભારત માટે ગર્વની રાત

નોંધનીય છે કે, ભારત માટે રવિવારની રાત ખૂબ જ ગર્વની રાત છે. કારણ કે, પ્રધાનમંત્રી મોદી અમેરિકાના હ્યૂસ્ટનમાં 50 હજારથી વધુ અમેરિકન-ભારતીય લોકોને સંબોધન કર્યું હતું.  પ્રધાનમંત્રી મોદીએ સંબોધનની શરૂઆત Good Morning Houston થી કરી હતી. 

પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છાઃ ડોનાલ્ડ ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, હું ભરોસામંદ મિત્ર ભારતીય પ્રધાનમંત્રી મોદીને અભિનંદન પાઠવું છું. તેઓ ભારત માટે ઘણા સારા કામ કરી રહ્યા છે. કેટલાક મહિનાઓ પહેલા ભારતમાં ચૂંટણી થઇ અને લોકોએ પીએમ મોદી અને તેમની પાર્ટી માટે મતદાન કર્યું. હું તેમને ધન્યવાદ પાઠવું છું, પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા.

 

હાઉડી મોદીનો અર્થ, ભારતમાં બધા મજામાં છે

ટ્રમ્પ બાદ જ્યારે પીએમ મોદી ફરી સંબોધન કરવા આવ્યા તો કંઇક આ અંદાજમાં શરૂઆત કરી. તેમણે કહ્યું કે, Howdy માય ફ્રેન્ડ્સ, આ જે માહોલ છે તે અકલ્પનીય છે. આજે અમે અહીં નવી હિસ્ટ્રીની સાથે કેમેસ્ટ્રી પણ દેખાઇ રહી છે. એનઆરજીની એનર્જી ભારત-અમેરિકાની વધતી સિનર્જી સાક્ષી છે. આ મોદી એકલા નથી. હાઉડી મોદીનો જવાબ છે કે ભારતમાં બધું સારૂ છે. મોદીએ Howdy Modiનો જવાબ આપતાં વિવિધ 11 ભાષામાં કહ્યું ‘બઘા જ મજામાં છે’. મોદીએ કહ્યું કે, આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, પરંતુ જે લોકો નથી આવી શક્યા તેમની વ્યક્તિગત રીતે માફી માંગુ છું.

ન્યૂ ઇન્ડિયા ભારતનો સૌથી મોટો સંકલ્પ

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે આ વખતે ભારતમાં લોકસભા ચૂંટણીમાં 61 કરોડ લોકોએ ભાગ લીધો. જેમાં 18 કરોડ યુવાનોને પ્રથમ વખત મત આપ્યા. આ વખતે સૌથી વધુ મહિલાઓ જીતીને આવી. 60 વર્ષ બાદ ભારતને પૂર્ણ બહુમતની સરકાર મળી છે. આજે ભારતનો સૌથી મોટો નારો સંકલ્પથી સિદ્ધિ છે અને સંકલ્પ ન્યૂ ઇન્ડિયા છે. જેના માટે ભારત દિવસ રાત લાગ્યો છે. હ્યૂસ્ટનમાં પીએમ મોદીએ કહ્યું કે ધૈર્ય અમારી ઓળખ, પરંતુ હવે અમે અધીર છીએ.

સંકળાયેલા મુદ્દાઓ

Howdy Modi World News ગુજરાતી ન્યૂઝ ડોનાલ્ડ ટ્રમ્પ પીએમ નરેન્દ્ર મોદી Howdy Modi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ