બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / PM Modi adress rajay sabha congress marriage

ચૂટકી / PM મોદી વિપક્ષને લઇને એવું બોલ્યા કે રાજ્યસભામાં હાજર સૌ કોઈ હસવા લાગ્યાં, કહ્યું લગ્નમાં તો...

Divyesh

Last Updated: 02:30 PM, 8 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કર્યું.

  • પીએમ મોદીએ રાજ્યભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર સંબોધન કર્યું
  • પીએમ મોદીએ મજાકના અંદાજમાં વિપક્ષ પર ટોણો માર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે રાજ્યસભામાં આપેલા પોતાના સંબોધનમાં વિપક્ષ પર આકરા પ્રહાર કર્યાં. આ દરમિયાન પીએમ મોદીએ મજાકના અંદાજમાં વિપક્ષ પર ટોણો મારતા તેમની સરખામણી કોઇપણ લગ્નમાં નારાજ થયેલા સંબંધી સાથે કરી નાંખી. જેને લઇને સંસદમાં હાજર રહેલા બધા લોકો હસવા લાગ્યાં. 

 

કૃષિ કાયદાના મુદ્દા પર બોલતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું, ચર્ચામાં કાયદાની સ્પિરિટ પર વાત નથી થઇ, ફરિયાદ છે પરંતુ પ્રસ્તુતીકરણ ઠીક રીતે નહોતું, જલ્દી કરી દીધું. આ તો થાય છે. આ તો પરિવારમાં લગ્ન હોય છે, તો પણ ફૈબા નારાજ થઇને કહે છે, મને ક્યાં બોલાવી છે, આટલો મોટો પરિવાર છે તો આવું જોવા મળે શકે છે. 

મોદી છે તો તક લેતા રહો...

આ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનના અંતમાં વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમે કોરોનાકાળમાં પોતાના ઘરોમાં રહો અને તમારી અંદર ઘણુ બધુ હતું. તો તમે બધો ગુસ્સો મને ગાળો આપવામાં કાઢી નાંખ્યો, એ તો સારુ છે કે કોઇપણ રીતે હું તમારા કામમાં તો આવ્યો. આ આનંદ લો અને હજુ પણ ચાલુ રાખો, મોદી છે તો તક લેતા રહો. 

ગુલાબ નબી આઝાદ પર સાધ્યું નિશાન

પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ પર નિશાન સાધ્યું નથી. પીએમ મોદીએ કહ્યું કે ગુલામ નબી જી હંમેશા શિસ્ત રીતે બોલે છે, તેઓને કાશ્મીરમાં થયેલ ચૂંટણીની પ્રશંસા કરી. પરંતુ તેમને ડર છે કે પાર્ટી દ્વારા તેમના પર કોઇ પગલા લેવામાં ન આવે અને તેને G-23ની સલાહ માની લેવામાં આવે.

ઉલ્લેખનીય છે કે પોતાના અંદાજે 70 મીનિટના ભાષણમાં પીએમ મોદીએ કૃષિ કાયદા, ચીન સરહદ, અર્થવ્યવસ્થા અને કોરોના કાળને લઇને વાત કરી અને વિપક્ષ પર નિશાન તાક્યું. 
 

સંકળાયેલા મુદ્દાઓ

PM modi Rajay Sabha congress કોંગ્રેસ પીએમ મોદી રાજ્ય સભા PM Modi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ