ખેડૂતોને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ઓગસ્ટ મહિનામાં આપવામાં આવ્યો હતો.
ખેડૂતોને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે
આર્થિક રીતે નબળા ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયા આપવામાં આવે છે
આ ખેડૂતો પાસેથી સરકાર પૈસા પરત લઈ રહી છે
ખેડૂતોને સશક્ત બનાવવા માટે કેન્દ્ર સરકાર અનેક યોજનાઓ ચલાવી રહી છે. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પણ શામેલ છે. આ અંતર્ગત સરકાર ગરીબ અને આર્થિક રીતે નબળા ખેડૂત પરિવારોને દર વર્ષે 6,000 રૂપિયા આપે છે. સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 2000 રૂપિયાના ત્રણ હપ્તા જમા કરે છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 14મો હપ્તો ઓગસ્ટ મહિનામાં આપવામાં આવ્યો હતો.
ખેડૂતો આતુરતાથી 15મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકાર નવેમ્બર મહિનામાં ખેડૂતોના ખાતામાં 15મો હપ્તો જમા કરશે. જે ખેડૂતોએ અત્યાર સુધી આ યોજના માટે અરજી કરી નથી, તે ખેડૂતોએ આ યોજનાનો લાભ મેળવવા માટે વહેલામાં વહેલી તકે અરજી કરવાની રહેશે. ખેડૂતો પીએમ કિસાન યોજનાની વેબસાઈટ પરથી અરજી કરી શકે છે.
સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની રકમ પરત શા માટે લઈ રહી છે?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જે ખેડૂતો PM કિસાન સન્માન નિધિનો ખોટી રીતે લાભ લઈ રહ્યા છે, સરકાર તે ખેડૂતો સામે કાર્યવાહી કરી રહી છે. જમીનના રેકોર્ડની ચકાસણી દરમિયાન ખેડૂતો અયોગ્ય સાબિત થયા છે, તેવા ખેડૂતો પાસેથી પીએમ કિસાન સન્માન નિધિની રકમ પરત લેવામાં આવી રહી છે. જે ખેડૂતો પૈસા પરત નહીં કરે તેમની સામે કાર્યવાહી કરવામાં આવી શકે છે.
E-KYC કરાવવું જરૂરી છે
જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિના આગામી હપ્તાનો લાભ મેળવવા માંગે છે, તેમણે ઈ E-KYC પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. જો તમે સુધી E-KYC કરાવ્યું નથી, તો ટૂંક સમયમાં E-KYC કરવું જરૂરી છે. નજીકના CSC કેન્દ્રની મુલાકાત લઈને અથવા PM કિસાન પોર્ટલ pmkisan.gov.in પરથી E-KYC કરાવવાનું રહેશે. E-KYC કરવામાં નહીં આવે તો આગામી હપ્તો તમારા ખાતામાં જમા નહીં થઈ શકે.
કોઈપણ સમસ્યા માટે સંપર્ક કરો
પીએમ કિસાન યોજના સંબંધિત કોઈપણ સમસ્યા માટે, ઈમેલ [email protected] પર સંપર્ક કરી શકો છો. ઉપરાંત, પીએમ કિસાન યોજનાનો હેલ્પલાઇન નંબર- 155261 અથવા ટોલ ફ્રી નંબર 1800115526 અને 011-23381092 પર સંપર્ક કરી શકાશે.