બ્રેકિંગ ન્યુઝ
VTV / PM Kisan 13th Installment List 2023
Hiralal
Last Updated: 04:27 PM, 21 February 2023
ADVERTISEMENT
12 કરોડથી વધુ ખેડૂતો માટે સારા સમાચાર છે. મોદી સરકાર કિસાન સમ્માન નિધિ (પીએમ કિસાન) યોજનાનો 13મો હપ્તો 24 ફેબ્રુઆરીએ જાહેર કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યાનુસાર, આ મહિને અથવા હોળી 8 માર્ચ પહેલા કેન્દ્ર સરકાર પીએમ કિસાન યોજનાના 13માં હપ્તાના પૈસા તેમના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીના અંત પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પીએમ કિસાન સમ્માન નિધિના પૈસા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરી શકે છે.
13 મો હપ્તો 24 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવશે!
દરમિયાન, કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ યોજનાનો 24 મો હપ્તો 13 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવી શકે છે. કારણ કે ચાર વર્ષ પહેલા 2019માં, પીએમ મોદીએ કિસાન યોજના (પીએમ કિસાન યોજના) 24 ફેબ્રુઆરીએ શરૂ કરી હતી. આવી સ્થિતિમાં, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વર્ષે પણ, આ યોજનાનો 24 મો હપ્તો 13 ફેબ્રુઆરીએ બહાર પાડવામાં આવી શકે છે. જો કે આ અંગે હજુ સુધી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
ADVERTISEMENT
લિસ્ટમાં તમારું નામ ચેક કરો
1. સૌથી પહેલા તમે પીએમ કિસાન વેબસાઈટ https://pmkisan.gov.in/ જઈ શકો છો.
2. આ પછી, "ડેશબોર્ડ" ભારતના નકશા સાથે સ્ક્રીન પર દેખાશે. તેના પર ક્લિક કરો.
3. આ પછી, તમારા સંબંધિત રાજ્ય, જિલ્લા અને ગામની પસંદગી કરો.
ઈ-કેવાયસી આવશ્યક
જો તમે પણ પીએમ કિસાન (પીએમ કિસાન) યોજનાના લાભાર્થી છો અને તમે હજી સુધી તમારું ઇ-કેવાયસી કર્યું નથી, તો 13 મા હપ્તાના પૈસા તમારા ખાતામાં આવશે નહીં. માટે આ સ્કીમ માટે તમારે પણ શક્ય તેટલી વહેલી તકે તમારું ઇ-કેવાયસી કરાવી લેવું જોઇએ. નોંધપાત્ર વાત એ છે કે સરકારે આ યોજનામાં કોઈપણ પ્રકારની છેતરપિંડીને રોકવા માટે ઇ-કેવાયસી ફરજિયાત બનાવ્યું છે. પીએમ કિસાન યોજનાના જે લાભાર્થીઓએ પોતાનું ઇ-કેવાયસી કર્યું નથી, તેઓ 13મા હપ્તાના લાભથી વંચિત રહેશે. એટલે કે 13માં હપ્તાના પૈસા તેમના ખાતામાં નહીં આવે. આવી સ્થિતિમાં, તમે શક્ય તેટલી વહેલી તકે નજીકના જાહેર સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ યોજના માટે ઓનલાઇન ઇ-કેવાયસી કરી શકો છો.
શું છે પીએમ કિસાન યોજના
પીએમ-કિસાન હેઠળ સરકાર ગરીબ ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આવક સહાય પૂરી પાડે છે. આ હેઠળ ₹ 2,000 ત્રણ જુદા જુદા હપ્તામાં આપવામાં આવે છે. તેની શરૂઆત 24 ફેબ્રુઆરી 2019ના રોજ થઈ હતી, જ્યારે પહેલો હપ્તો ચૂકવવામાં આવ્યો હતો. પીએમ-કિસાનના નાણાં લાભાર્થીઓના બેંક ખાતાઓમાં સીધા જમા થાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.