pm awas yojana update check your subsidy status today
તમારા કામનું /
ખાસ વાંચો! અટકી પડ્યા છે PM આવાસ યોજનાની સબસિડીના પૈસા? ઘરે બેઠા ફટાફટ આ રીતે કરો ચૅક
Team VTV07:11 PM, 19 Feb 22
| Updated: 07:12 PM, 19 Feb 22
દેશમાં વધુ સંખ્યામાં લોકોએ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો છે. જો કે, ઘણા લોકો એવા છે જેઓ આ યોજનાની તમામ શરતો પૂરી કરે છે, પરંતુ હજુ સુધી તેમના ખાતામાં સબસિડીના પૈસા આવ્યા નથી.
નથી આવ્યા સબસિડીના પૈસા?
ઘરે બેઠા ફટાફટ કરી લો ચૅક
ઘરનું ઘર લેવામાં મોદી સરકારે કરે છે મદદ
ચાલો જાણીએ આ યોજનામાં અરજી કરવાની પદ્ધતિ અને ખાતામાં સબસિડી ન મળવાના કારણો શું હોઈ શકે છે.
સરકાર આપે છે મદદ
પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને ઘર બનાવવા માટે અનુદાન આપવામાં આવે છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક રીતે નબળા વર્ગના લોકોના 'અપના ઘર'ના સપનાને સાકાર કરવા માટે આ યોજના શરૂ કરી હતી. આ યોજનાના લાભાર્થીઓને પહેલીવાર ઘર ખરીદવા પર સરકાર દ્વારા 2.67 લાખ રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. પરંતુ ઘણા લોકો એવા છે જેઓ આ યોજનાની તમામ શરતો પૂરી કરે છે, પરંતુ તેમની સબસિડી હજુ પણ અટવાયેલી છે.
31 માર્ચ 2021 સુધી જ લાભ મળવાપાત્ર
પ્રધાનમંત્રી આવાસ યોજના ભારતમાં સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી સ્કીમ છે જેનો ઉદ્દેશ્ય શહેર અને ગ્રામીણ એરિયામાં સસ્તા ઘર ઉપલબ્ધ કરાવવાનો છે. આ યોજના હેઠળ પહેલીવાર ઘર ખરીદનાર લોકોને CLSS અથવા ક્રેડિય લિંક્ડ સબસિડી આપવામાં આવે છે. આ સબ્સિડી વધુમાં વધુ 2.67 લાખ રૂપિયા સુધીની હોઇ શકે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે. આ સ્કીમનો ફાયદો 31 માર્ચ 2021 સુધી જ ઉઠાવી શકશો. જો તમે પણ આ સ્કીમનો ફાયદો નથી લીધો તો હાલ જ આ સરળ પ્રોસેસ દ્વારા કરી દો અપ્લાય.
આ કારણોસર અટકી જાય છે સબસિડી
ઘણી વખત અરજદારો યોજના માટે અરજી કરતી વખતે ફોર્મમાં ખોટી માહિતી ભરે છે, તેથી સબસિડી અટકી જાય છે. આ યોજનાનો લાભ લેવા માટે સૌથી મહત્વની શરત એ છે કે અરજદાર પ્રથમ વખત ઘર ખરીદે છે. જો અરજદાર આ શરત પૂરી નહીં કરે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. પીએમ આવાસ યોજના હેઠળ નાણાકીય સહાયનો લાભ લેવા માટે, સરકારે કુટુંબની આવકને ત્રણ કેટેગરીમાં વહેંચી છે: રૂ. 3 લાખ, રૂ. 6 લાખ અને રૂ. 12 લાખ. જો અરજદાર દ્વારા પસંદ કરાયેલ આવક શ્રેણી અને તેની વાસ્તવિક આવક શ્રેણી વચ્ચે તફાવત હોય તો. આવી સ્થિતિમાં સબસિડી પણ બહાર પાડવામાં આવતી નથી.
તમારી સબસિડીની સ્થિતિ આ રીતે તપાસો
સૌ પ્રથમ તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વેબસાઈટ https://pmaymis.gov.in/ પર જવાનું રહેશે.
આ પછી તમારે 'Search Benefeciary' ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
આ પછી તમારે 'Search By Name'ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
તે પછી તમારે તમારું નામ અહીં એન્ટર કરવાનું રહેશે. આ પછી, તમારી સ્ક્રીન પર તમારા નામ જેવી જ બનાવવામાં આવેલી તમામ એપ્લિકેશન્સની સૂચિ ખુલશે.
તમે આ યાદીમાં તમારું નામ ચકાસી શકો છો.
કોને મળશે સબ્સિડી
3 લાખ સુધીની વાર્ષિક ઇન્કમવાળા લોકોને EWS સેક્શન હેઠળ 6.5 ટકા સબ્સિડી
3થી 6 લાખની વચ્ચેની ઇન્કમવાળા લોકોને LIG 6.5 ટકા સબ્સિડી
12 થી 18 લાખ રૂપિયાની આવક ધરાવનાર વ્યક્તિને MIG2 સેક્શનનો લાભ મળે છે અને તે 3 ટકા ક્રેડિટ લિંક સબ્સિડી
2.50 લાખ રૂપિયા સુધીનો ફાયદો
આ યોજના અંતર્ગત પહેલી વાર ઘર ખરીદનાર વ્યક્તિને અલગ અલગ કેટેગરી પ્રમાણે સબ્સિડી આપવામાં આવે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા સ્પોન્સર્ડ સ્કીમ છે જેને 25 જૂન 2015ના રોજ શરૂ કરવામાં આવી હતી.
આ રીતે કરો અપ્લાય
આ યોજનાનો લાભ ઉઠાવવા માટે સૌથી પહેલા PMAYની વૅબસાઇટ https://pmaymis.gov.in/ પર લોગ ઇન કરો
જો તમે LIG, MIG, EWS કેટેગરીમાં આવો છો તો અન્ય 3 કંપોનેંટ પર ક્લિક કરો
અહી પહેલા કૉલમમાં આધાર નંબર નાંખો, બીજી કૉલમમાં આધારમાં લખેલુ તમારુ નામ લખો
આ બાદ જે પેજ ખુલે તેના પર તમારી પર્સનલ ડિટેઇલ્સ નાંખો જેમકે નામ, એડ્રેસ, પરિવારના સદસ્યોની જાણકારી.
આ સિવાય નીચે બનેલા એક બોક્સ પર જ્યાં લખ્યું હશે કે આ દરેક જાણકારીને પ્રમાણિત કરો છો તેને ક્લિક કરો.
દરેક જાણકારી ભરીને સબમિટ કરવા પર તમારે કેપ્ચા કોડ નાંખવો પડશે, જે બાદ તમારે ફોર્મ સબમિટ કરવાનુ રહેશે.
એપ્લિકેશન ફોર્મની ફીઝ 100 રૂપિયા છે જ્યારે રજીસ્ટ્રેશન કરાવવા માટે 5000 રૂપિયા બેઁકમાં જમા કરાવવા પડશે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાની શરૂઆત વર્ષ 2015માં કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારનો લક્ષ્ય છે કે વર્ષ 2022 સુધી દરેક વ્યક્તિને ઘર મળી જાય. આ યોજના હેઠળ પ્રોપર્ટીવાળા સાથે વગર પ્રોપર્ટીવાળા પણ ફાયદો લઇ શકશે.