બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / અમેરિકામાં હેલિકોપ્ટર કેવી રીતે વિમાન સાથે ટકરાયું?, ડોનાલ્ડ ટ્રમ્પે જ ઉઠાવ્યા ગંભીર સવાલ, 18 લોકોના મોત
Last Updated: 12:43 PM, 30 January 2025
અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં પ્લેન અને બ્લેકહોક હેલિકોપ્ટર વચ્ચેની ટક્કરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને લઈને લોકો અનેક પ્રકારના સવાલો પણ કરી રહ્યા છે. જેઓ આ દૂર્ઘટનાને કાવતરૂ પણ કહી રહ્યા છે. ત્યારે હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ અંગે શંકા વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
આતંકવાદી ઘટના ?
વોશિંગ્ટન એરપોર્ટ પાસે બનેલી આ ઘટનાને લઈને અનેક પ્રકારની ષડયંત્રની થિયરીઓ સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે યુએસ આર્મીના હેલિકોપ્ટરે જાણી જોઈને પ્લેનને ટક્કર મારી હતી. કેટલાક લોકો તેને આતંકવાદી ઘટના પણ ગણાવી રહ્યા છે.
ADVERTISEMENT

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ શંકા વ્યક્ત કરી
ADVERTISEMENT
ટ્રમ્પે X પર ટ્વીટ કર્યું છે કે, પ્લેન એક નિશ્ચિત રૂટિન પર રનવે તરફ આગળ વધી રહ્યું હતું. પરંતુ અચાનક હેલિકોપ્ટર સીધુ પ્લેન તરફ જવા લાગ્યું અને આકાશ પણ સ્વચ્છ હતું. પ્લેનની લાઈટો પણ ચાલુ હતી. પ્લેન સામે જોઈને હેલિકોપ્ટરે પોતાનો માર્ગ કેમ ન બદલ્યો? કંટ્રોલ ટાવરે હેલિકોપ્ટરના પાયલટને કેમ જાણ ન કરી કે આગળ એક પ્લેન છે? તમને જણાવી દઈએ કે રીગન નેશનલ એરપોર્ટ પર યુએસ આર્મીના બ્લેકહોક હેલિકોપ્ટરે અમેરિકન એરલાઈન્સના પ્લેનને પાછળથી ટક્કર મારી હતી, ત્યારબાદ બંને નદીમાં પડી ગયા હતા. એરલાઈને પુષ્ટિ કરી છે કે દુર્ઘટના સમયે ચાર ક્રૂ મેમ્બર સહિત કુલ 64 લોકો પ્લેનમાં સવાર હતા. જે આર્મીનું હેલિકોપ્ટર ટકરાયુ તે ટ્રેનિંગ ફ્લાઇટ હતી.
પ્લેનમાં 64 મુસાફરો સવાર હતા
ADVERTISEMENT
એક રિપોર્ટ અનુસાર આ વિમાનમાં 64 લોકો સવાર હતા જ્યારે આર્મીના હેલિકોપ્ટરમાં ત્રણ લોકો સવાર હતા. નદીમાંથી અત્યાર સુધીમાં 19 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. મૃત્યુઆંક વધી શકે છે.
આ પણ વાંચો: બાપ રે! સુરતમાં રમતા-રમતા ટાંકણી ગળી ગયો કિશોર, પછી બન્યું ચિંતાજનક, માતા પિતા રહે સજાગ
ADVERTISEMENT

FBIએ કેસની તપાસ શરૂ કરી
અમેરિકન તપાસ એજન્સી FBIએ પણ આ મામલે તપાસ શરૂ કરી છે. FBIની વોશિંગ્ટન ફિલ્ડ ઓફિસ આ કેસમાં મદદ કરી રહી છે. અધિકારીઓએ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડને તપાસ ચાલુ રાખવા સુધી તમામ પૂછપરછ હાથ ધરવા નિર્દેશ આપ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.