ન્યૂઝ અપડેટ્સ
VTV / Relationship / places you might meet your partner
ADVERTISEMENT
બાર અને નાઇટ ક્લબ
તમને તમારી પાર્ટનર બાર અને નાઇટક્લબમાં પાર્ટી દરમિયાન મળી શકે છે. જો તમને છોકરીઓ સાથે મિક્સ થવામાં વાર લાગતી નથી તો આ જગ્યા તમારા માટે પરફેક્ટ છે. તમને તમારી પરફેક્ટ મેચ અહીંયા સરળતાથી મળી જશે. તમે અહીંયા ઘણી બધી છોકરીઓને મળશો અને એમાં જો તમારી પસંદની છોકરી હશે તો તમે એને હિટ કરી શકો છો.
ADVERTISEMENT

કોઇ લગ્નમાં થઇ શકે છે મુલાકાત
ભારતમાં લગ્ન એક મોટા ઉત્સવની જેમ મનાવવામાં આવે છે. કેટલીક વખત તમે લગ્નમાં જવાથી દૂર ભાગો છો, ખાસ કરીને ત્યારે જ્યારે તમે વધારે મિક્સ થઇ શકતા નથી. જણાવી દઇએ કે લગ્ન એક એવી જગ્યા છે જ્યાં તમને તમારા પાર્ટનરને મળવાની શક્યતા વધારે છે, કારણ કે લગ્નમાં દૂરદૂરથી દુલ્હા દુલ્હનના મિત્ર અને પરિવાર વાળા આવે છે.
ADVERTISEMENT
જિમ, ફિટનેસ અને ક્લબ
પાર્ટનરને શોધવા માટે જિમ પણ સારી જગ્યામાંથી એક છે. જિમમાં બોડી બનાવવા તો જઇએ છીએ, પરંતુ આ દરમિયાન પોતાની આંખો પણ ખુલ્લી રાખો. આમ તો એક વાતનું ખાસ ધ્યાન રાખો જો જિમમાં તમને કોઇ છોકરી પસંદ આવી તો પહેલ કરતા પહેલા એટલું જાણી લો કે તરીકો સાચો હોવો જોઇએ. સૌથી પહેલા એની સાથે મિત્રતા બાંધવાનો પ્રયત્ન કરો. જિમમાં તો વાત કરો જ પરંતુ જિમ બાદ પણ એની સાથે વાત કરવાનો પ્રયત્ન કરો.

ADVERTISEMENT
મ્યૂઝિક કૉન્સર્ટ
છોકરીઓને મળવાની 'ફેલ પ્રૂફ' જગ્યાઓમાં મ્યૂઝિક કોન્સર્ટ પણ એક છે. જો તમને બંનેને મ્યૂઝિકમાં રૂચી છે. તો આ બંને વાત વાત શરૂ કરવાની સારી તક હોઇ શકે છે. એ વાતનું જરૂરથી ધ્યાન રાખો કે કૉન્સર્ટ શરૂ થતા પહેલા અથવા બાદમાં વાત કરવાનો પ્રયત્ન કરો.
ઑફિસ
બની શકે છે તમારી પાર્ટનર તમારી ઓફિસમાં જ તમારી આસપાસ બેઠી હોય.. સ્વાભવિક વાત છે કે આ તમારા કામ કરવાની જગ્યા છે, પરંતુ તમારી આસપાસ તમને કોઇ સહકર્મી પસંદ આવે છે તો તમે એની સાથે ઑફિસ ટાઇમ બાદ વાત કરી શકો છો. તમારે સાવધાન રહેવું પડશે અને સામે વ્યક્તિ રસ ના દાખવે તો તમારે અંતર રાખી દો.
સંકળાયેલા મુદ્દાઓ