બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Pioneers furious over demand for evidence of sexual abuse, Sakshi threatens to return medals

નિવેદન / યૌન શોષણના પૂરાવા માંગવા પર ભડક્યાં પહેલવાનો, સાક્ષીએ મેડલ પાછા આપી દેવાની આપી ચીમકી

Priyakant

Last Updated: 09:05 AM, 18 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Wrestlers Protest Sakshi Malik News: સાક્ષી મલિકે કહ્યું, કોઈ પણ સ્વાભિમાની સ્ત્રી જાતીય સતામણી પાણ ખોટું નિવેદન નહીં આપે, અમારી ફરિયાદો છતાં કંઇ ન થયું તો મેડલ કે પુરસ્કારનો શું મતલબ ?

  • દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન યથાવત 
  • સાક્ષી મલિકે કહ્યું, બૃજભૂષણ જેવા મજબૂત વ્યક્તિની સામે લડવા ઘણી હિંમતની જરૂર 
  • ઓવરસાઈડ કમિટી પર બિલકુલ વિશ્વાસ નથી: સાક્ષી મલિક
  • સમિતિના સભ્યોએ ફોટોગ્રાફ્સ અને વોઇસ રેકોર્ડીંગ જેવા પુરાવાની માંગ કરી: સાક્ષી મલિક

દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોથી કુસ્તીબાજોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ તરફ હવે સાક્ષી મલિકે એક મોટું નિવેદન આપ્યું છે. સાક્ષી મલિકે કહ્યું કે, બૃજભૂષણ જેવા મજબૂત વ્યક્તિની સામે લડવા ઘણી હિંમતની જરૂર પડે છે. આ સાથે તેમણે કહ્યું કે, ઓવરસાઈડ કમિટી પર તેમણે બિલકુલ વિશ્વાસ નથી. આ દરમિયાન તેમણે તપાસ સામે પજવણીના ફોટોગ્રાફ અને વિડીયો પુરાવા માંગવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 

શું કહ્યું સાક્ષી મલિકે ? 
તાજેતરના એક ઇન્ટરવ્યુંમાં ઉત્પીડન સામે અવાજ ઉઠાવવાં માટે આટલો લાંબો સમય કેમ તેના જવાબમાં કહ્યું કે, જ્યારે ખેલાડીઓમાં હિંમત આવી ત્યારે તેઓ બોલ્યા. આ સાથે કહ્યું કે, બૃજભૂષણ જએવા શક્તિશાળી વ્યક્તિ સામે બોલવા માટે ઘણી હિંમતની જરૂર પડે છે. અમે નક્કી કર્યું ક, હવે જાતીય સતામણી સામે અવાજ ઉઠાવવાનો સમય આવી ગયો છે. 

સાક્ષી મલિકે શું દાવો કર્યો ? 
સાક્ષી મલિકે દાવો કર્યો છે કે, ફરિયાદ કરનાર યુવતીઓને ધમકીઓ મળી રહી છે. તેમણે કહ્યું કે, સગીરના પરિવારને પણ ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમની કહેવું છે કે, જે સ્કૂલમાં સગીર છોકરી અભ્યાસ કરે છે ત્યાં તે સગીર નથી નથી તે બતાવવા માટે જન્મતારીખ બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

તપાસમાં માંગ્યા પુરાવા 
સાક્ષી મલિકે કહ્યું કે, સમિતિના સભ્યોએ ફોટોગ્રાફ્સ અને વોઇસ રેકોર્ડીંગ જેવા પુરાવાની માંગ કરી છે. તેણે કહ્યું કે, પીડિતોએ કહ્યું કે, જો આ ઘટના કોઈની સાથે થાય છે, તો શું તે જાણશે કે આવું કઈ થવાનું છે ? જો કોઈ સ્ત્રીને ખબર હોય કે તેણી પર જાતીય હુમલો થવાનો છે, તો તે તે જગ્યાએ નહીં જાય. જો મહિલા એવું નિવેદન આપી રહી છે કે, તેણીનું યૌન શોષણ થયું છે, તો તે પુરાવા જ આપી રહી છે. કોઈ પણ સ્વાભિમાની સ્ત્રી જાતીય સતામણી પાણ ખોટું નિવેદન નહીં આપે. અમને ખાતરી છે કે, પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે. 

તો શું હવે ખેલાડીઓ મેડલ પરત કરશે ? 
કુસતીબાજોએ ભારતીય રેસલિંગ ફેડરેશન પ્રમુખ બૃજભૂષણ શરણસિંહની ધરપકડ ન થાય તો મેડલ પરત આપવાના સંકેત આપ્યાં છે. સાક્ષી મલિકે કહ્યું કે, ભારત સરકારે અમને આ પુરસ્કારો આપ્યાં છે. પરંતુ જો કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, તો તેનો અર્થ શું છે ? અમે 25 દિવસથી જંતર-મંતર પર બેઠા છીએ.. અમારી ફરિયાદો છતાં કંઇ ન થયું તો મેડલ કે પુરસ્કારનો શું મતલબ ? 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ