બ્રેકિંગ ન્યુઝ
VTV / અજબ ગજબ / વિશ્વ / pink diamond breaks world record in hong kong auction sale in 413 crore rupees
ADVERTISEMENT
હોંગકોંગમાં એક ગુલાબી હીરો 4.99 કરોડ ડૉલરમાં વેચાયો
વિલિયમસન પિન્ક સ્ટાર ઑક્શનમાં આવતો બીજો સૌથી મોટો ગુલાબી હીરો છે. હોંગકોંગમાં એક દુર્લભ હીરાની થોડા દિવસ પહેલા હરાજી થઇ અને વેચાણની કિંમતના બધા રેકોર્ડ તુટી ગયા. હરાજીમાં વેચાતા હીરાએ પ્રતિ કેરેટ સૌથી વધુ કિંમતનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. હોંગકોંગમાં એક ગુલાબી હીરો 4.99 કરોડ ડૉલરમાં વેચાયો.
ADVERTISEMENT

હરાજીમાં પિન્ક ડાયમંડે નવો રેકોર્ડ બનાવ્યો
ADVERTISEMENT
ભારતીય કરન્સીમાં જો તેની કિંમત આંકીએ તો આ આશરે 413 કરોડ રૂપિયાની આજુબાજુ હશે. આ ગુલાબી હીરાને સોદબી હોંગકોંગે હરાજી કરી. જો કે, મૂળ રીતે તેની કિંમતનુ અનુમાન આટલુ લગાવવામાં આવ્યું નહોતુ. પરંતુ હરાજીમાં પિન્ક ડાયમંડે નવો રેકોર્ડ બનાવ્યો.
વિલિયમસન પિન્ક સ્ટાર હીરો
ADVERTISEMENT
સોદબીના હોંગકોંગ તરફથી હરાજી કરવામાં આવી 11.15 કેરેટનો વિલિયમસન પિન્ક સ્ટાર હીરો 39.2 કરોડ ડૉલરમાં વેચાયો. જો કે, મૂળ તેની કિંમતનુ અનુમાન 2.1 કરોડ ડૉલર લગાવવામાં આવ્યું હતુ. વિલિયમસન પિન્ક સ્ટારના નામ બે પૌરાણિક પિન્ક ડાયમંડ્સ પરથી લેવામાં આવ્યાં હતા. પહેલો વિલિયમસન હીરો 23.60 કેરેટનો છે. જેને 1947માં દિવંગત મહારાની એલિજાબેથ દ્વિતીયને લગ્નના ભેટ રૂપમાં આપવામાં આવ્યો હતો.
તો બીજો ગુલાબી હીરો 59.60 કેરેટનો છે. 2017ની હરાજીમાં આ રેકોર્ડ 7.12 ડૉલરમાં વેચાયો હતો. વિલિયમસન પિન્ક સ્ટાર ઑક્શનમાં આવતો બીજો સૌથી મોટો ગુલાબી હીરો છે. ગુલાબી હીરો રંગીન હીરોમાં સૌથી દુર્લભ અને સૌથી કિમતી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.