પાકિસ્તાનમાં બંદી બનાવ્યા બાદ અંદાજિત 54 કલાક બાદ ભારતીય કમાન્ડર અભિનંદનની વતનમાં વાપસી થઇ રહી છે. તેમના પરત ફરવાની રાહ સમગ્ર દેશ જોઇ રહ્યો છે. ત્યારે અટારી-વાઘા બોર્ડર તેઓ પહોંચી ગયા છે. પાક સેરેમની બાદ અભિનંદનને સોંપવામાં આવશે. ત્યારે વાઘા બોર્ડર પર અભિનંદનનું સ્વાગત કરવા પહોંચેલા લોકોમાં ભારે ઉત્સાહ અને જોશ છે. પાકિસ્તાની કબજામાં આવ્યા બાદ 54 કલાક બાદ અભિનંદનને પાકિસ્તાને પરત આપ્યા અને હવે આપણો વીર સપૂત આપણી વચ્ચે છે. પરંતુ ભારતના વીર પુત્રના શૌર્ય અને ભારતની તાકાત અને પરાક્રમની જીત છે. અમે તમને જણાવી દઇએ કે કેવી રીતે ભારતે કડક વલણ અને કુટનીતિક દાવથી માત્ર 54 કલાકમાં આ અઘરૂ મિશન પૂરૂ કર્યું.
પુલવામામાં 14 ફેબ્રુઆરીએ આતંકવાદી હુમલો થયો તો આપણી વાયુસેનાએ 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનની અંદાર 100 કિલોમીટર સુધી ઘુસીને પાકિસ્તાનના બાલાકોટ અને પીઓકેના આતંકવાદીઓના કેમ્પને નષ્ટ કર્યા હતા. ભારતીય એક્શન બાદ વિફરેલા પાકિસ્તાને જબાવ આપવા માટે બીજા જ દિવસે ભારતમાં ઘુસી આવ્યા.
પાકિસ્તાનના પ્લેનને આવી રીતે કર્યું નસ્તેનાબૂદ
27 ફેબ્રુઆરીએ સવારે 10 કલાક આસપાસ ભારતીય બોર્ડરમાં ઘુસીને પાકિસ્તાની વિમાન F16ને અભિનંદને પોતાના પરાક્રમથી હવામાં પાકિસ્તાનના અત્યાધુનિક એફ-16 વિમાનોને ભગાડી દીધા. જાંબાજ પાયલોટે જુના મિગ વિમાન MIG 21 બાયસનથી જ F16ને નષ્ટ કરી દીધું જેનો કાટમાળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં મળ્યો.
આકાશમાં થયેલ જંગની ઝપેટમાં વિંગ કમાન્ડર અભિનંદનનું મિગ-21 વાયસન પણ આવી ગયું. જોકે દુશ્મનોને ભગાડતા મિગ 21 બાયસનમાં કંઇ પણ થઇ શકતું હતું. તેવામાં વિંગ કમાન્ડર અભિનંદનથી પૈરાશૂટથી છલાંગ લગાવી દીધી અને જ્યારે તેઓ જમીન પર પહોંચ્યા તે વિસ્તાર પીઓકેનો હતો.
અભિનંદને પાકિસ્તાનમાં બતાવી 56ની છાતી, જાણીને ગર્વ થશેઃ દુશ્મન દેશે પણ કર્યા ભરપૂર વખાણ
તેઓનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઇને હોરા ગામમાં પડ્યું. પાકિસ્તાની સમાચારપત્ર અનુસાર LoCથી 7 કિ.મી દૂર પાકિસ્તાન અધિકૃત કશ્મીરનાં ભિમબેર જિલ્લામાં તેઓનું વિમાન ક્રેશ થયું. આ ઘટનાને વિશે પ્રત્યક્ષદર્શી મોહમ્મદ રજ્જાક ચૌધરીએ કહ્યું કે, બુધવારનાં રોજ સવારનાં 8:45 કલાકે તેને આકાશમાં ધુમાડો અને અવાજ સંભળાયો.
58 વર્ષનાં સામાજિક કાર્યકર્તા ચૌધરીએ જણાવ્યું કે, બે વિમાનોમાં આગ લાગી ગઇ હતી પરંતુ તેમાંથી એક નિયંત્રણ રેખાની પાર ચાલ્યાં ગયાં. બીજી બાજુ આગની લપેટમાં ઘેરાતા તેજીથી તે નીચે આવી ગયું. તે વિમાનનો કાટમાળ રજ્જાકનાં ઘરથી એક કિ.મી દૂર જઇને પડ્યો. તેઓએ એક પેરાશુટને જમીન પર આવતા જોયું. જેને તેઓનાં ઘરથી એક કિ.મી દૂર લેંડિંગ કર્યું હતું.
તેઓએ સમાચારપત્રને જણાવ્યું કે, 'એક પાયલટ પેરાશુટથી સકુશળ રીતે બહાર નીકળ્યાં.' તે જ સમયે યુવાઓને કહેવામાં આવ્યું કે, તે પાકિસ્તાની સુરક્ષાદળોનાં આવતા પહેલાં વિમાનનાં કાટમાળની પાસે ન જાય પરંતુ તેઓને ત્યાં પાયલટ મળી આવ્યો. પાયલટ પાસે પિસ્તોલ હતી. તેઓએ યુવાઓને પૂછ્યું કે આ પાકિસ્તાન છે કે હિંદુસ્તાન. આની પર એકે ચાલાકીથી કહ્યું કે, આ ભારત છે. એ સાંભળીને વિંગ કમાન્ડર અભિનંદને ભારતનાં ગૌરવમાં કેટલાંક નારા લગાવવાનાં શરૂ કરી દીધાં અને પછી પૂછ્યું કે આ ભારતનું કયું સ્થાન છે.
પાયલટનાં પૂછવા પર તે જ યુવા છોકરાએ કહ્યું કે, આ સ્થાન કિલાન છે. પાયલટે કહ્યું કે, તેની પીઠ તૂટી ગઇ છે અને તેઓને પીવા માટે પાણી જોઇએ છે. ત્યારે કેટલાંક યુવા લોકોને આ નારેબાજીને સાંભળી ના શકતા તેઓએ 'પાકિસ્તાની સેના જિંદાબાદ'નાં નારા લગાવ્યાં. આનાં પર અભિનંદને હવામાં ફાયરિંગ કર્યુ અને યુવાઓએ પોતાનાં હાથમાં પથ્થર ઉઠાવ્યાં. રજ્જાકનાં અનુસાર ભારતીય પાયલટ પાછળની દિશામાં અડધો કિમી સુધી ભાગ્યો અને જે છોકરાંઓ તેનો પીછો કરી રહ્યાં હતાં તેઓએ તેનાં પર બંદુક ધરી દીધી.
ભાગતા ભાગતા પાયલટે બીજી વાર હવામાં ફાયરિંગ કર્યું પરંતુ તેનો કોઇ જ ફાયદો ના થયો. ત્યાર બાદ તેઓ પોતે એક નાના તળાવમાં કૂદી ગયાં. તેઓએ પોતાનાં ખિસ્સામાંથી કેટલાંક દસ્તાવેજ અને નકશા નિકાળ્યાં. કેટલાંકને તો ગળવાંની કોશિશ કરી અને બાકીને પાણીમાં પલાળી દીધાં. આ દરમ્યાન છોકરાંઓ સતત તેઓને પોતાનાં હથિયારને ફેંકવાનું કહી રહ્યાં હતાં અને એક છોકરાંએ તો તેઓનાં પગ પર હુમલો પણ કર્યો.
ચૌધરીએ જણાવ્યું કે, છોકરાંઓએ પાયલટનાં બંને હાથ પકડી લીધાં. તેમાંથી કેટલાંકે તો તેઓને માર્યા જ્યારે અન્યએ આવું કરતા તેઓને રોકતા રહ્યાં. એવામાં પાકિસ્તાની સેના ત્યાં આવી અને તેઓને પોતાની ધરપકડમાં લઇ લીધાં અને તે યુવાઓની પકડમાંથી મુક્ત કરાવ્યાં. તેઓએ કહ્યું કે, "ધન્યવાદ છે કે નારાજ છોકરાંઓએ તેઓને ગોળી નથી મારી કેમ કે તેઓએ ઘણી વાર સુધી તો માર માર્યો.' ત્યાર બાદમાં ધરપકડમાં લેવામાં આવેલ પાયલટને સૈન્ય વાહનમાં ભિમબેરનાં સૈન્ય પ્રતિષ્ઠાન લઇ જવામાં આવ્યાં.
પાયલોટના કેટલાક વીડિયો રજૂ કરાયા
ત્યાર બાદ પાકિસ્તાને એક વીડિયો રજૂ કર્યો જેમાં તેમની સેનાના ઓફિસર કોઇ સવાલ પૂછી રહ્યા હતા. જેનો તેઓ જવાબ આપવાની સ્પષ્ટ ના પાડી રહ્યા હતા. દુશ્મનની કેદમાં હોવા છતા ભારતીય પાયલોટ અભિનંદનની હિમ્મત સહેજ પણ ઓછી ન હોતી થઇ. અભિનંદનના પિતા પણ વાયુસેનામાં પોતાની સેવા આપી ચૂક્યા છે.
પાકિસ્તાની સેનાના કબજામાં વિંગ કમાન્ડર અભિનંદન માથું ઉંચુ રાખીને કોઇ પણ સવાલનો જવાબ આપવાની ના પાડી દીધી. સમગ્ર દેશમાં અભિનંદનના પરત ફરવાની પ્રાર્થનાઓ થવા લાગી અને ભારત સરકારે સ્પષ્ટ કરી દીધું કે પાકિસ્તાનને અમારા પાયલોટને વગર કોઇ શરતે, વગર કોઇ નુકસાને ભારતને સોંપવો જ પડશે.
જે પ્રકારે ભારતીય વાયુસેનાના પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં જૈશ એ મોહમ્મદના સૌથી મોટા આતંકવાદી કારખાના પર હુમલો કર્યો. પીઓકેમાં બીજા આતંકવાદી કેમ્પોને નસ્તેનાબૂત કર્યા. તેનાથી પાકિસ્તાન સમગ્ર રીતે ડરી ગયું હતું. પાકિસ્તાનને ડર હતો કે ભારત પોતાના પાયલોટ અભિનંદનને છોડાવવા માટે કોઇ મોટો નિર્ણય લઇ શકે છે. ઇસ્લામાબાદની પૈની નજર દિલ્હીમાં થઇ રહેલી દરેક હલચલ પર હતી.
પુલવામા આતંકવાદી હુમલા બાદ સમગ્ર હિન્દુસ્તાન ગુસ્સામાં હતા. ઉરી હુમલા બાદ ભારતીય ફોજ સર્જિકલ સ્ટ્રાઇક પાકિસ્તાનમાં પહેલા જ દેખાડી ચૂક્યું હતું. રાવલપિંડીમાં બેઠેલા પાકિસ્તાની આર્મીના જનરલો પણ સમજાય ગયું કે આ નવું ભારત છે, જે દુશ્મનોના ઘરમાં ઘુસી શકે છે અને મારી પણ શકે છે. એક તરફ ભારતીય ફોજ પાકિસ્તાનને સબક સિખવાડવામાં કોઇ કસર નથી છોડી રહ્યું. તો બીજી તરફ સમગ્ર દુનિયા આતંકવાદ વિરૂદ્ધ જંગમાં હિન્દુસ્તાનની સાથે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલા જ સંકેત આપ્યા હતા કે કોઇ સારા સમાચાર આવવાના છે.
આજે હિન્દુસ્તાન પોતાના શુરવીર પાયલોટનું અભિનંદન કરી રહ્યા છે જે પાકિસ્તાનની આબોહવા જોઇને આવી રહ્યા છે, પરંતુ ભારતનું વલણ સ્પષ્ટ છે કે પુલવામા કાંડના માસ્ટર માઇન્ડ મસૂદ અઝહર બહુજ દિવસો સુધી આઝાદ નહીં ફરી શકે.