બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Pictures of TMC leader Mahua with a cigar went viral

રાજનીતિ / TMC નેતા મહુઆની સિગાર સાથેની તસવીરો થઈ વાયરલ, શશી થરૂર પણ હતા સાથે, લોકોએ પૂછ્યા સવાલ તો બેધડક થઈને જુઓ શું કહ્યું

Priyakant

Last Updated: 11:33 AM, 16 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

TMC Mahua Moitra News: TMC સાંસદ મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપ બાદ હવે મહુઆ મોઇત્રાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ, આ તસવીરોમાં તે કોંગ્રેસ નેતા શશિ થરૂર સાથે જોવા મળ્યા

  • BJP નેતા નિશિકાંત દુબેના TMC સાંસદ મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપ 
  • નિશિકાંત દુબેએ કહ્યું TMC સાંસદ પૈસા લઈને લોકસભામાં પ્રશ્નો પૂછે છે
  • TMC નેતા મહુઆની સિગાર સાથેની તસવીરો થઈ વાયરલ

TMC Mahua Moitra : ભાજપ નેતા નિશિકાંત દુબેએ TMC સાંસદ મહુઆ મોઇત્રા પર ગંભીર આરોપ લગાવ્યા છે. વાત જાણે એમ છે કે, દુબેએ કહ્યું છે કે, સાંસદ મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી 'રોકડ અને ભેટો' લીધી હતી જેથી તેણીના વ્યવસાયિક હિતોનું રક્ષણ કરી શકાય અને પ્રતિસ્પર્ધી અદાણી જૂથને નિશાન બનાવવા માટે માહિતી માગતા પ્રશ્નો પૂછવામાં આવે. નિશિકાંત દુબેએ કહ્યું કે, તે પૈસા લઈને લોકસભામાં પ્રશ્નો પૂછે છે. ભાજપના સાંસદે આ અંગે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને તપાસની માંગ કરી છે. આ આરોપની સાથે હવે મહુઆ મોઇત્રાની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં તે કોંગ્રેસ નેતા શશિ થરૂર સાથે જોવા મળી રહી છે.

સૌથી વધુ ખુશ થઈ
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ કોંગ્રેસ સાંસદ શશિ થરૂર સાથેની તેમની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ખૂબ જ રમુજી સ્વરમાં પ્રતિક્રિયા આપી હતી. તેમણે ભાજપની ટ્રોલ આર્મી પર તેના અંગત ફોટા ફરતા કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે, ફોટા જોઈને તે સૌથી વધુ ખુશ થઈ. 

શું કહ્યું મહુઆ મોઇત્રાએ ? 
મહુઆ મોઇત્રાએ X (અગાઉ ટ્વિટર) પર તે તસવીરોના જવાબમાં લખ્યું, બંગાળની મહિલાઓ એક જીવન જીવે છે. અસત્ય નહિ. આ પછી મહુઆ મોઇત્રાએ આગળ કહ્યું, મને સફેદ બ્લાઉઝ કરતાં ગ્રીન ડ્રેસ વધુ ગમે છે.

એક સોશિયલ મીડિયા યુઝરે ટ્વિટર પર મોઇત્રાની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી અને ધૂમ્રપાનથી સ્વાસ્થ્ય પર થતી અસરો અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું, મેમ, ધૂમ્રપાન સ્વાસ્થ્ય માટે સારું નથી. તેનાથી કેન્સર થાય છે. આ સવાલના જવાબમાં ટીએમસી સાંસદે સ્પષ્ટતા કરી કે, હું ધૂમ્રપાન કરતી નથી. મને સિગારેટથી ભારે એલર્જી છે. હું ફક્ત એક મિત્રની સિગાર સાથે આનંદ માટે પોઝ આપી રહી હતી. મહુઆ મોઇત્રાએ તસવીરોનો જવાબ આપીને યુઝર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ