બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / Pictures from the sets of Tiger 3 leaked! Salman Khan was seen shooting an action scene in a tunnel-river in Turkey

બોલિવુડ / ટાઈગર 3 ના સેટ પરથી તસવીરો લીક! તુર્કીમાં સુરંગ-નદીમાં એક્શન સીન શૂટ કરતો જોવા મળ્યો સલમાન ખાન

Vishal Khamar

Last Updated: 11:59 PM, 11 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ, ઇમરાન હાશિમી શાહરૂખ ખાન, હૃતિક રોશન, કુમુદ મિશ્રા અને દાનિશ હુસૈન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મ પહેલા 21 એપ્રિલે રિલીઝ થવાની હતી, જે હવે દિવાળીના તહેવાર પર રિલીઝ થશે.

  • ફિલ્મ ટાઈગર 3 નું હાલમાં શૂટિંગ ચાલી રહ્યું છે
  • ફિલ્મના શેટ પરથી સલમાન ખાનના શૂટિંગની તસવીરો લીક થઈ
  • ટાઈગર 3માં શાહરુખ ખાન કેમિયો કરતો જોવા મળશે

બોલિવૂડમાં લાંબા સમય બાદ યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ બનેલી ફિલ્મ પઠાણ ખૂબ જ સુપરહિટ ગઈ   છે.   આ ફિલ્મને વિશ્વભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવી છે. કમાણીના મામલે પણ આ ફિલ્મે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. ફિલ્મે   1000 કરોડથી વધુની કમાણી કરી જે આ પહેલા શાહરૂખ ખાનની કોઈ ફિલ્મે નથી કરી. હવે યશ રાજ ફિલ્મ્સના બેનર હેઠળ સલમાન ખાનની   મોટી ફિલ્મ ટાઈગર 3 રિલીઝ થશે. હાલમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. શૂટિંગ સીનની કેટલીક તસવીરો લીક થઈ છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

હાલના સમયમાં ટાઈગર 3 ફિલ્મનું શૂટિંગ  તુર્કીમાં ચાલી રહ્યું છે. સલમાન ખાન ફિલ્મમાં એક એક્શન સીનના શૂટિંગમાં વ્યસ્ત છે. શૂટિંગ સેટના કેટલાક ફોટો સોશિયલ મીડિયા પર લીક થયા છે જેમાં સલમાન ખાન એક્શન સીન શૂટ કરતો જોવા મળી રહ્યો છે. તે   અલગ-અલગ લોકેશન પર શૂટિંગ કરી રહ્યા છે.   સલમાન ખાનની આ ફિલ્મમાં શાનદાર એક્શન સીન્સ જોવા મળશે. તે નદીની વચ્ચે, ઊંચી બિલ્ડિંગ પર,   અને ઊંડી ટનલની અંદર શૂટિંગ કરતો જોવા મળે છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરો ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછી નથી.

સલમાન સાથે હશે શાહરૂખનો કેમિયો 
જણાવી દઈએ કે યશ રાજ ફિલ્મ્સ દ્વારા પહેલાથી જ જાહેરાત કરવામાં આવી છે કે સલમાન ખાનની ટાઈગર 3માં શાહરૂખ ખાનનો કેમિયો હશે. બંને તેમાં એક્શન સીન શૂટ કરતા જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ભારતીય જાસૂસ એજન્ટ અવિનાશ સિંહ રાઠોડના રોલમાં જોવા મળશે, જ્યારે બીજી તરફ કેટરિના કૈફની વાત કરીએ તો તે પાકિસ્તાની જાસૂસ ઝોયા હુમૈમીના રોલમાં જોવા મળશે. આ સિવાય ઈમરાન હાશ્મી ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે.

દિવાળી પર રિલીઝ થશે ટાઇગર 3 
સલમાન ખાન આ વખતે   ચાહકો માટે   બે મોટા તહેવારો પર ફિલ્મો લઈને આવી રહ્યો છે. એક તરફ તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાન ઈદના તહેવાર પર રિલીઝ થશે, તો બીજી તરફ તેની ફિલ્મ ટાઈગર 3 આ દિવાળી પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન પણ એક દમદાર કેમિયો કરશે. ફિલ્મમાં સલમાન ખાન, કેટરિના કૈફ, ઇમરાન હાશિમી શાહરૂખ ખાન, હૃતિક રોશન, કુમુદ મિશ્રા અને દાનિશ હુસૈન જેવા કલાકારો મહત્વની ભૂમિકામાં હશે. આ ફિલ્મ પહેલા 21 એપ્રિલે રિલીઝ થવાની હતી, જે હવે દિવાળીના તહેવાર પર રિલીઝ થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ