નકલીથી સાવધાન, નકલી ઇ-શ્રમકાર્ડ બનાવતી ગેંગ થઇ સક્રીય, PIBએ ટ્વિટ કરીને આપી ચેતવણી
લો બોલો હવે ઇ-શ્રમકાર્ડ પણ બને છે નકલી
પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો સાવધાન રહેવા કરી અપીલ
નકલી વેબસાઇટ દ્વારા છેતરે છે કામદારોને
નકલી ઇ-શ્રમકાર્ડથી સાવધાન
ઉત્તરપ્રદેશમાં ઇ શ્રમ કાર્ડ બનાવનાર લોકોની સંખ્યામાં દિવસ જાય તેમ વધી રહી છે. આ કાર્ડ બનાવવાના ઘણા ફાયદા છે. આ કારણોસર કરોડો લોકો તેમના કાર્ડ બનાવી રહ્યા છે. મહત્વનું છે કે કેન્દ્ર સરકારે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારોને આર્થિક સુરક્ષા આપવા માટે ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી હતી. જેમાં રાજ્ય સરકાર દર મહિને મજૂરોના ખાતામાં 500 રૂપિયા જમા કરાવે છે. ઘણા ઈ-શ્રમ કાર્ડ ધારકોના ખાતામાં પ્રથમ હપ્તો પણ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. સાથે જ આગામી હપ્તાની રકમ ચૂંટણી પૂરી થયા બાદ આવે તેવી શક્યતા છે.
PIBએ ટ્વિટ કરીને ચેતવ્યા
જો તમે પણ ઇ શ્રમકાર્ડ બનાવ્યું હોય કે પછી બનાવવાના હોવ તો આ સમાચાર ખાસ વાંચજો. કારણ કે આ દિવસોમાં માર્કેટમાં નકલી ઇ શ્રમકાર્ડ પણ જોવા મળી રહ્યા છે. જેને કારણે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો (PIB) એ ટ્વિટ કરીને લોકોને નકલી ઇ-શ્રમ કાર્ડ બનાવતી ગેંગથી સાવધાન રહેવા જણાવ્યું છે. છેતરપિંડી કરનારાઓ નકલી વેબસાઇટ્સ દ્વારા ઇ-શ્રમ કાર્ડ માટે અરજી કરનારા કામદારોને છેતરે છે.
ई-श्रम के आधिकारिक पोर्टल की नकल करने वाली फर्जी वेबसाइट्स से सावधान रहें
इस #PIBFacTree पर नजर डालें और ई-श्रम पोर्टल के बारे में अधिक जानकारी पाएं
ઈ-શ્રમ કાર્ડ યોજના હેઠળ લાભાર્થીઓને 2 વાખ રુપિયા સુધીનું વીમા કવચ, ઘર બનાવવા માટે આર્થિક મદદ સહિત અનેક સુવિધાઓ મળે છે. અહેવાલો અનુસાર છેતરપિંડી કરનાર ગેંગ નકલી વેબસાઇટ્સ દ્વારા નકલી કાર્ડ બનાવી રહી છે. મળતી માહિતી મુજબ, આ લોકો કાર્ડ બનાવવાને બદલે રજીસ્ટ્રેશનના નામે અરજદારો પાસેથી 100 થી 150 રૂપિયા લઈ રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે સ્કીમના પૈસા નકલી વેબસાઈટથી બનેલા કાર્ડ ધારકોના ખાતામાં નહીં જમા થાય.
આ લોકો રજીસ્ટ્રેશન કરાવી શકે છે
ઈ-શ્રમ કાર્ડ મેળવવા માટે અરજદારની ઉંમર 16 થી 59 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા મજૂરો, જમીન વિહોણા ખેડૂતો આ કાર્ડ માટે અરજી કરી શકે છે.