બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / petrol price today whether petrol will be cheap or not union minister

ઈંધણ ભાવ પર સળવળાટ / પેટ્રોલ સસ્તું થશે કે નહીં? ભાવને લઈને આવ્યું મોટું અપડેટ, પેટ્રોલિયમ મંત્રીએ આપ્યો જવાબ

Hiralal

Last Updated: 08:29 AM, 11 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પૂરીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાને લઈને એક મોટું અપડેટ આપ્યું છે.

  • પેટ્રોલની કિંમતોને લઈને પેટ્રોલિયમ મંત્રીનું નિવેદન 
  • આંતરરાષ્ટ્રીય બજારનું ક્રૂડ સ્થિર રહેશે તો ઘટી શકે પેટ્રોલના ભાવ 
  • ભવિષ્યમાં કરી શકીશું વિચાર, હાલમાં કોઈ રાહત નહીં 

પેટ્રોલ અને ડીઝલના ભાવ હાલમાં સ્થિર છે, મે 2022માં પેટ્રોલમાં ભાવમાં મોટો ઘટાડો કરાયો હતો તે વાતને આજે એક વર્ષ કરતાં વધારે સમય થયો છે ત્યારથી ભાવ સ્થિર છે પરંતુ શું હવે પેટ્રોલના ભાવ ઘટી શકે તેને લઈને પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ એક નિવેદન આપ્યું છે. હરદીપ સિંહ પુરીએ શનિવારે કહ્યું કે જો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમતો સ્થિર રહેશે તો તેલ કંપનીઓ પેટ્રોલ અને ડીઝલની કિંમતો ઘટાડવા પર વિચાર કરવાની સ્થિતિમાં હશે. ઓઈલ કંપનીઓના આગામી ત્રિમાસિક પરિણામો સારા રહેશે. 
દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં પેટ્રોલની કિંમતો પર અલગ અલગ સવાલોના જવાબ આપતા હરદીપ પુરીએ કહ્યું કે, તેઓ અત્યારે આ મુદ્દે કોઈ જાહેરાત કરવાની સ્થિતિમાં નથી. તેમણે કહ્યું કે આગળ જતા, અમે જોઈશું કે કિંમતો વિશે શું કરી શકાય છે. 

આગળ ભવિષ્યમાં નિર્ણય થઈ શકે-મંત્રી 
પેટ્રોલિયમ પ્રધાને જણાવ્યું હતું કે, સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ છેલ્લા ત્રિમાસિક ગાળામાં 'સારો દેખાવ' કર્યો હતો. "સરકારી માલિકીની ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કેટલાક નુકસાનની ભરપાઇ કરી છે. તેણે પોતાની કોર્પોરેટ જવાબદારી ખૂબ જ સારી રીતે નિભાવી છે. જેમ જેમ આપણે આગળ વધીશું, તેમ તેમ આપણે જોઈશું કે શું કરી શકાય છે. 

છેલ્લે મે 2022માં ઘટ્યાં હતા પેટ્રોલના ભાવ 
સરકારે ગત વર્ષે મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલના ભાવથી રાહત આપી હતી. ત્યારબાદ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કર્યો હતો. કેન્દ્ર સરકારે પેટ્રોલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં લીટર દીઠ 8 રૂપિયા અને ડીઝલ પર લીટર દીઠ 6 રૂપિયા ઘટાડો કર્યો હતો. 

વિપક્ષ પર રેવડી રાજકારણમાં સામેલ થવાનો આરોપ 
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે ખાતરી આપી છે કે 22 એપ્રિલથી ઈંધણના ભાવમાં કોઈ વધારો કરવામાં ન આવે. તેમણે કહ્યું કે સરકાર આગળ સુનિશ્ચિત કરશે કે સામાન્ય લોકોને મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે. હરદીપસિંહ પુરીએ વિપક્ષ પર રેવડી રાજકારણ" માં સામેલ થવાનો આરોપ લગાવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ