બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Petition in High Court against circular handing over functions of RTO to vehicle dealers

વિવાદ / શૉ-રૂમમાંથી જ નંબરપ્લેટ સાથે વાહન આપવા મુદ્દે મોટા સમાચાર: જવાબદારી લેવા તૈયાર નથી ડીલર્સ, કેસ હવે હાઇકોર્ટમાં

Vishal Khamar

Last Updated: 04:01 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વાહન ડીલરોને નંબર પ્લેટ લગાવીને જ નવા વાહન આપવાનાં પરિપત્ર મામલે અમદાવાદ તેમજ કલોલનાં 36 વાહન ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમજ વાહન ડીલર્સ દ્વારા આરટીઓની સામગીરી સોંપવાનાં પરિપત્રનાં અમલ પર સ્ટે માંગવા દાદ મંગાઈ છે. ત્યારે ડીલરોની અરજી પર હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટ કમિશ્નર અને RTO ને નોટિસ પાઠવી છે.

  • વાહન ડીલરોને નંબર પ્લેટ લગાવીને જ નવા વાહન આપવા પરિપત્ર મામલો
  • વાહન ડીલર્સને RTOની કામગીરી સોંપવાના પરિપત્ર વિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી
  • ડીલરોની અરજી પર હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટ કમિશનર અને RTOને પાઠવી નોટિસ

RTO દ્વારા નવા વાહનને ડીલર્સ દ્વારા જ નંબર પ્લેટ સાથે વાહન આપવાનો પરિપત્ર કરવામાં આવ્યો હતો. ત્યારે વાહન ડીલર્સને RTO ની કામગીરી સોંપવાનાં પરિપત્ર વિરૂદ્ધ ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે મામલે ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. જેમાં આરટીઓ દ્વારા કરાયેલ પરિપત્રનાં અમલ પર સ્ટે માંગવા દાદ મંગાઈ છે. અમદાવાદ અને કલોલનાં 36 વાહન ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. 

હાઈકોર્ટે ટ્રાન્સપોર્ટ કમિશનર અને RTOને પાઠવી નોટિસ
વાહન ડીલર્સ દ્વારા હાઈકોર્ટમાં દાખલ કરેલ અરજીમાં જણાવ્યું છે કે, RTO  દ્વારા ડીલર્સ પર જવાબદારી નાંખી દેવાઈ જે અયોગ્ય અને અન્યાયકારી છે. અમારી પાસે સરકારની જેમ દસ્તાવેજોની ખરાઈ કરવાની વ્યવસ્થા નથી. પબ્લિક પાસેથી ટેક્સ વસૂલીની કામગીરી ડીલર્સનાં માથે નાંખી શકાય નહી. સરકારી અધિકારીઓની કામગીરી બિન તાલીમાર્થીઓ પર નાંખી શકાય નહી. તેમજ ડીલરોની અરજી પર હાઈકોર્ટ ટ્રાન્સસપોર્ટ કમિશ્નર અને RTO  ને નોટિસ પાઠવી છે. આ અરજીની વધુ સુનાવણી 21 સપ્ટેમ્બરનાં રોજ હાધ ધરાશે.

થોડા સમય પહેલા જ ડીલર્સને કામગીરી સોંપાઈ હતી
થોડા સમય અગાઉ જ નવા નંબર કાઢવાની અને નંબર પ્લેટ લગાવવાની કામગીરી પણ ડિલર્સેને સોંપવામાં આવી છે. તમામ વાહનોના રજિસ્ટ્રેશનથી લઈને નંબરની ફાળવણી સુધીની પ્રક્રિયા શોરૂમમાંથી જ કરવામાં આવશે. જેથી ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ વાહનમાં નંબર પ્લેટ પણ લાગી જશે.

RTOના ધક્કા નહીં ખાવા પડે
વાહન માલીકોએ નંબર પ્લેટ વગર વાહનોની ડિલીવરી શોરૂમ સંચાલકો કરી શકશે નહીં. વાહનની ખરીદી બાદ સૌથી પહેલા ગ્રાહકોએ HSRP નંબર પ્લેટ મેળવવાની રહેશે. જે નંબર પ્લેટ વાહનોમાં લગાવ્યા બાદ જ ગ્રાહકોને ડિલીવરી કરી શકાશે. જેના કારણે હવે વાહનચાલકોને આરટીઓના ધક્કામાંથી મુક્તિ મળશે. 
....તો RTO દ્વારા શોરૂમ સંચાલકો સામે કરાશે કાર્યવાહી
જો કોઈ નંબર પ્લેટ વગરનું નવું વાહન રસ્તા પર ફરતું દેખાશે તો ડિલર સામે પણ કાર્યવાહી થઈ શકે છે. જો કાઈ શોરૂમ સંચાલક ગેરરીતિ આચરશે તો RTO દ્વારા તેની સામે કાયદાકીય પગલા ભરવામાં આવશે.

એક અઠવાડિયા જેટલો સમય લાગતો
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર ચાલતી પ્રોસેસ વિશે વાત કરીએ નવા વાહનની ખરીદી બાદ વાહનના દસ્તાવેજને ડિલર દ્વારા RTOને મોકલવામાં આવતા હતા. જે બાદ RTO દ્વારા તે વાહનના દસ્તાવેજોની ખરીઈ કર્યા બાદ આ નંબરની એચએસઆરપી નંબર પ્લેટ તૈયાર કરવા યાદી મોકલવામાં આવતી હતી. નંબર પ્લેટ તૈયાર થઈને આવ્યા બાદ વાહનમાલિકને જાણ કરવામાં આવતી હતી. આમાં એક અઠવાડિયા જેટલો સમય લાગતા હતો. તો જ્યારે કોઈ પસંદગીનો નંબરની ખરીદે  તો તેમાં વધારે સમય લાગે હતો. જોકે, હવે આ માટે પણ વધારે રાહ જોવી પડશે નહીં. આ ઉપરાંત હવેથી વાહનોના રજિસ્ટ્રેશનથી લઈ નંબર પ્લેટની પ્રક્રિયા શો-રૂમથી જ થશે. ફી અને ટેક્સ ભર્યા બાદ તરત જ નવા વાહનને નંબર પ્લેટ લાગી જશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ