બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Petition filed in Gujarat High Court against Kajal Hindustani
Priyakant
Last Updated: 01:38 PM, 17 April 2024
Kajal Hindustani : કાજલ હિન્દુસ્થાનીને લઈ ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે. વાત જાણે એમ છે કે, પાટીદાર સમાજ કાજલ હિન્દુસ્થાની માફી માંગે તેવી માંગ છેલ્લા એક મહિનાથી કરી રહ્યો છે. નોંધનિય છે કે, કાજલ હિન્દુસ્થાનીએ સુરતમાં અગાઉ યોજાયેલ કાર્યક્રમમાં મોરબીની દીકરીઓ અને ઉદ્યોગકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ મામલે કાજલ હિન્દુસ્તાનીએ હજી સુધી માફી માંગી નથી. આ તરફ હવે આ કેસમાં મોરબીના મનોજ પનારાએ વકીલ મારફતે કાજલ હિન્દુસ્થાની સામે હાઇકોર્ટમાં પિટિશન કરી છે.
ADVERTISEMENT
કાજલ હિંદુસ્થાની દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ સામેની ટિપ્પણીનો વિવાદ સતત વકરી રહ્યો છે. આ તરફ હવે કાજલ હિન્દુસ્થાની સામે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરાઇ છે. વિગતો મુજબ મોરબીના પાટીદાર અગ્રણી મનોજ પનારાએ કાજલ હિન્દુસ્થાની સામે ફરિયાદ માટે પિટિશન કરી છે. એક મહિના પહેલા મોરબી પોલીસને અરજી આપ્યા બાદ પોલીસે ગુનો ન નોંધાતા મનોજ પનારાએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા છે. મહત્વનું છે કે, હવે હાઈકોર્ટમાં આ પિટિશન પર 19 એપ્રિલે સુનાવણી થશે.
ADVERTISEMENT
વધુ વાંચો : પહેલાં યુવતીએ કૉલ કરી યુવકને બોલાવ્યો જૂનાગઢ, બાદમાં પાડ્યા નિર્વસ્ત્ર ફોટા, પછી જે થયું તે જાણીને ચોંકી જશો
શું છે સમગ્ર મામલો ?
કાજલ હિંદુસ્થાનીએ વર્ષ 2023ની ત્રીજી જૂને સુરતમાં ભાષણ કરી રહ્યાં હતા. એ 50 મિનિટના ભાષણમાં એમણે વિવિધ સમાજમાં લવજેહાદ વિશે વાત કરી, પણ કાચુ ત્યારે કપાયુ જ્યારે મોરબી અને પાટીદાર સમાજની વાત કરી. ભાષણનો એક વીડિયો હવે વાયરલ થયો અને વિવાદ પણ થયો. પાટીદાર સમાજે એની દીકરીઓ પર મોટું લાંછન લગાવ્યું હોવાનું અનુભવ્યું, તો મોરબીમાં પાટીદાર અગ્રણીઓ મોરબીને અને પાટીદાર સમાજની દીકરીઓને નીચું જોવા જેવું થયું, એવો ગુસ્સો કરી રહ્યાં છે. મુદ્દો મુસ્લિમ યુવકો સાથે પાટીદાર દીકરીઓની ફ્રેન્ડશીપનો છે, મુદ્દો એ યુવકોને 40 લાખની ગાડી અપાવવાનો છે અને મુદ્દો એ દીકરીઓની મમ્મીઓ રીલ બનાવવામાં વ્યસ્ત છે અને પપ્પા બિઝનેસમાં વ્યસ્ત છે એવો છે. અને આ જ મુદ્દે પાટીદાર સમાજના નેતાઓ ગુસ્સામાં છે. કાજલ હિંદુસ્થાની મોરબીની પટેલ દીકરી વિશે બોલ્યા હતા. 7 દીકરીનો નામ વિના ઉલ્લેખ કર્યો હતો. પટેલ સમાજની 7 દીકરીના મુસ્લિમ બોયફ્રેન્ડ છે. દીકરીઓએ ઘરેથી ચોરી કરી મુસ્લિમ યુવકોને કાર ગિફ્ટ કરે છે. દીકરીઓએ માતા-પિતાની વ્યસ્તતાનો લાભ ઉઠાવ્યો તેમજ કેટલાક કેસમાં FIR થઇ હોવાનું ખુલ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.