બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / સ્પોર્ટસ / Cricket / perfect formula of irfan pathan and sunil gavaskar just these two tricks and we can win the t20 world cup

ક્રિકેટ / ઈરફાન પઠાણ અને ગાવસ્કરની પર્ફેક્ટ ફોર્મ્યુલા, બસ આ બે કામ અને ટી 20 વર્લ્ડ ભારતને નામે

Hiralal

Last Updated: 07:46 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતને બે વર્લ્ડ કપ જીતાડનાર ખેલાડીઓનો દાવો છે કે જો ભારત બે કામ કરે તો ટી 20 વર્લ્ડ કપ તેનો જ છે.

  • ઈરફાન પઠાણ અને સુનિલ ગાવસ્કરે ભારતને આપ્યો ટી 20 વર્લ્ડ કપ જીતનો મંત્ર
  • ભારતને બોલિંગ મજબૂત કરવાની જરુર, બોલિંગ વગર મોટી ટૂર્નોમેન્ટ જીતવી અઘરી 
  • ગાવસ્કરે પણ ઈરફાની વાતમાં ટાપશી પૂરાવી 

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ 2024ની શરૂઆત 1 જૂનથી થશે. આ વખતે ટી-20 વર્લ્ડ કપનું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરી રહ્યું છે. પ્રથમ ટી-20 વર્લ્ડ કપ 2007માં રમાયો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપમાં ભારતે સાઉથ આફ્રિકામાં રમાયેલા પ્રથમ ટી-20 વર્લ્ડ કપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો. ત્યારથી ભારતે ફરી કોઈ ટ્રોફી જીતી નથી. આ વખતે ભારત સામે ટી 20 વર્લ્ડ કપ જીતવાની તક આવી છે. 

મજબૂત બોલિંગ વગર મોટી ટુર્નામેન્ટ જીતવી મુશ્કેલ 
પૂર્વ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કર અને ઈરફાન પઠાણે બે એવી વાતો શેર કરી છે જેના પર કામ કરવાથી ભારત ટી 20 ટ્રોફી જીતી શકે છે. ગાવસ્કર 1983ના વર્લ્ડ કપની ટીમમાં સામેલ હતા, જેણે કપિલ દેવની કેપ્ટન્સી હેઠળ વર્લ્ડ કપ અપાવ્યો હતો, જ્યારે ઈરફાન પઠાણ 2007ના ટી-20 વર્લ્ડ કપની ટીમમાં સામેલ હતો. ઇરફાન પઠાણે કહ્યું કે, ટી-20 ફોર્મેટ બેટ્સમેનોનું ફોર્મેટ હોઇ શકે છે, પરંતુ મજબૂત બોલિંગ વગર મોટી ટુર્નામેન્ટ જીતવી મુશ્કેલ છે. ઇરફાન પઠાણે કહ્યું, "ટી20 ક્રિકેટ તમને વધુ જોખમો લેવાની તક આપે છે, તમારે તે માનસિકતામાં રહેવું પડશે, જ્યાં તમે નિર્ભયતાથી બેટિંગ કરી શકો છો. પરંતુ વધુ મહત્ત્વની વાત એ છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં મારા પર જે છવાઈ ગયું છે તે ભારતીય ક્રિકેટને લઈને છે, ખાસ કરીને ટી-20 ક્રિકેટમાં, પછી તે દુબઈમાં રમાયેલી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની મેચ હોય કે પછી ઓસ્ટ્રેલિયા ટી-20 વર્લ્ડ કપની સેમિ ફાઈનલ હોય. બોલિંગને મજબૂત બનાવવી ખૂબ જ જરૂરી છે. જો આપણે આપણી બોલિંગને મજબૂત નહીં બનાવીએ તો મોટી ટુર્નામેન્ટ નહીં જીતી શકીએ અને પરંતુ જો તમારી પાસે પાંચ બોલર અને પાંચમાંથી ત્રણ બોલર હોય જે કોઇ પણ પરિસ્થિતિમાં વિકેટ લેવાનું જાણતા હોય તો વર્લ્ડકપ બહુ દૂર નથી. 

ગાવસ્કરે ઇરફાન પઠાણ સાથે સહમતી દર્શાવી 
ગાવસ્કરે ઇરફાન પઠાણ સાથે સહમતી દર્શાવી હતી પરંતુ એમ પણ કહ્યું હતું કે આવી સ્થિતિમાં ટીમ માટે ઓલરાઉન્ડર્સ હોવા પણ જરૂરી છે. ગાવસ્કરે કહ્યું, "જો તમારા કોઈ બોલરનો દિવસ સારો ન હોય અને તેને ઘણા બધા રન મળે અને બેટ્સમેન પોતાના ક્વોટાની એક કે બે ઓવર બાકી રાખે તો તેનાથી વધુ સારું શું છે.

1 જુનથી વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં ટી 20 વર્લ્ડ કપ
ઉલ્લેખનીય છે કે 1 જુનથી 30 જુન એમ આખો મહિના ટી 20 વર્લ્ડ કપ વેસ્ટ ઈન્ડીઝ અને અમેરિકામાં રમાશે જેને માટે 20 ટીમો નક્કી થઈ છે. ભારતની પહેલી મેચ આયરલેન્ડ સામે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ