People wearing numbered glasses should pay special attention to 9 things, otherwise their eyesight may deteriorate
તમારા કામનું /
નંબરવાળા ચશ્મા પહેરતા લોકો 9 વસ્તુઓ તો ખાસ ધ્યાને લેવી, નહીંતર ખરાબ થઈ શકે છે દૃષ્ટિ
Team VTV06:14 PM, 29 May 22
| Updated: 06:19 PM, 29 May 22
આપણી આંખો એ આપણા શરીરનું અણમોલ અંગ છે. આંખોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે ચશ્મા પહેરતા લોકોએ કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આંખો આપણા શરીરનું મુખ્ય અંગ
નબળી આંખો વાળાએ હંમેશા ચશ્માં ફેરી રાખવા જોઈએ
સાચાં નંબરના ચશ્માં જ પહેરવા જોઈએ
આપણું મગજ લગભગ 80 ટકા માહિતી આંખોનાં માધ્યમે મેળવે છે, તેથી આંખોની વિશેષ કાળજી લેવી જરૂરી છે. જો કોઈ નંબરના ચશ્મા પહેરે છે, તો તેનો અર્થ એ છે કે તેમની આંખ પહેલેથી જ નબળી છે અને જો તેમના પર વધુ પડતું દબાણ આપવામાં આવે તો દ્રષ્ટિ વધુ ખરાબ થઈ શકે છે. જો તમે પણ ચશ્મા પહેરતા હોવ તો તેનો અર્થ એ નથી કે તમે બેફિકર થઇ જાવ. વાસ્તવમાં ચશ્મા પહેરનારા લોકોએ પણ આંખોને સુરક્ષિત અને સ્વસ્થ રાખવા માટે કેટલીક વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ.
1. ચશ્માં પહેરીને સુતાં સુતાં બુક્સ ન વાંચો
ઘણા લોકો ચશ્મા પહેરીને સુતાં સુતાં બુક વાંચે છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે સારું નથી. એક્સપર્ટનું કહેવું છે કે પુસ્તકો વાંચતી વખતે તમારે પીઠના બળે ન સૂવું જોઈએ અને પુસ્તકોને આંખોથી ઓછામાં ઓછા 30 સેન્ટીમીટર દૂર રાખવા જોઈએ. આ ઉપરાંત, વાંચતી વખતે દર 30 મિનિટે લગભગ 5-10 મિનિટનો વિરામ લો. ઓછા પ્રકાશમાં વાંચવાથી તમારી આંખો પર દબાણ આવી શકે છે. એટલે ઓછા પ્રકાશમાં વાંચવાનું ટાળો. ચાલતી વખતે વાંચવું, ટ્રેન કે બસમાં મુસાફરી કરતી વખતે વાંચવાથી મોશન સિકનેસ થઇ શકે છે.
2. ચશ્માંનાં લેન્સને સાફ રાખો
ધૂળવાળા, ધબ્બાવાળા અથવા ધૂંધળા લેન્સ જોવામાં મુશ્કેલી ઉભી કરે છે અને માથાનો દુખાવો પણ થઇ શકે છે. તેથી ચશ્માના લેન્સને હંમેશા સાફ રાખો. લેન્સને સાફ કરવા માટે મુલાયમ કાપડનો ઉપયોગ કરો. લેન્સ પર વધુ ધૂળ હોય તો તે આંખમાં પણ જઈ શકે છે.
૩. અનકમ્ફર્ટેબલ આઇવેર ન પહેરો
અનકમ્ફર્ટેબલ આઇવેર અથવા ચશ્મા પહેરવાથી આંખો પર દબાણ આવે છે, જેના કારણે માથાનો દુખાવો પણ થઈ શકે છે. તેથી હમેશા યોગ્ય ફિટિંગના ચશ્મા પહેરો. ક્યારેય ભારે, ઢીલા અથવા નબળી ફિટિંગવાળા ચશ્મા ન પહેરો.
4. UV થી પ્રોટેક્શન આપવાવાળા ચશ્માં પહેરો
સૂર્યમાંથી નીકળતી યુવી કિરણો આંખો અને તેની આસપાસની ત્વચા માટે હાનિકારક છે. જો તમે લાંબો સમય તડકામાં વિતાવો છો, તો હંમેશા 100 ટકા યુવી પ્રોટેક્શન લેન્સવાળા ચશ્મા પહેરો.
5. પોલીકાર્બોનેટ લેન્સનો ઉપયોગ કરો
પોલીકાર્બોનેટ લેન્સ તૂટતા નથી, તેથી તેમાંથી બનેલા લેન્સ એકદમ સારા માનવામાં આવે છે. ધારો કે કોઈ કારણસર ચશ્માના લેન્સ તૂટી જાય અને કાચના ટુકડા આંખમાં જાય તો ગંભીર ઈજા થઈ શકે છે. તેથી હંમેશાં પોલિકાર્બોનેટ લેન્સવાળા ચશ્મા પહેરો.
6. કામ કરતી વખતે ચશ્મા પહેરો
આંખની સંભાળ માટે કામ કરતી વખતે એન્ટિ-ગ્લેર ગ્લાસનો હંમેશા ઉપયોગ કરવો જાઇએ. કમ્પ્યુટર સ્ક્રીન પર કામ કરતી વખતે બ્લુ લાઈટને રોકે તેવા લેન્સ પહેરો. આંખ અંજાય ન જાય તે માટે તમારા ચશ્મામાં એન્ટી-રિફ્લેક્ટિવ કોટિંગ પણ કરાવો.
7. આંખનું ચેકઅપ કરાવો
જે લોકોને ચશ્માં હોય તેમણે વર્ષમાં ઓછામાં ઓછી એક વાર આંખની તપાસ ઓપ્ટોમેટ્રિસ્ટથી કરાવવી જોઈએ, પછી ભલેને તમને આંખની કોઈ તકલીફ ન હોય. આંખની સંપૂર્ણ ચકાસણી તમને તમારી આંખના આરોગ્યનું નિરીક્ષણ કરવામાં અને આંખની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ થશે.
8. દવા ખુદમરજી થી ન લો
ઘણી વખત આંખોમાં બળતરા કે એલર્જી થાય છે. આવી સ્થિતિમાં, કેટલાક લોકો કોઈ પણ eye drops લઇ લે છે જે જોખમી હોઈ શકે છે. ખરેખર, આંખો એક અત્યંત સંવેદનશીલ અંગ છે અને તેને ક્યારેય હળવાશથી ન લેવું જોઈએ. હંમેશા ડોક્ટર દ્વારા સજેસ્ટ ડ્રોપનો જ ઉપયોગ કરો.
9. ચશ્મા બીજાને ન આપો
તમારા ચશ્માં તમારા મિત્રો કે ભાઈ-બહેન સાથે શેર ન કરો. માની લઈએ કે જો સામેવાળી વ્યક્તિને આંખમાં ઇન્ફેક્શન હોય અને જો તે તમારા ચશ્મા પહેરી લે તો તે ઇન્ફેક્શન તમારી આંખો સુધી પણ પહોંચી શકે છે