બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / people these 5 zodiac signs worship Hanumanji Tuesday all problems of life

રાશિફળ / મંગળવારે આ 5 રાશિના લોકોએ કરવી હનુમાનજીની પૂજા, જીવનની તમામ સમસ્યાઓનો આવશે અંત

Ajit Jadeja

Last Updated: 11:28 PM, 15 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાનદાદાના આર્શીવાદ દરેક ભક્તો પર હોય છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેમના માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે.

હનુમાનદાદાના આર્શીવાદ દરેક ભક્તો પર હોય છે. પરંતુ કેટલીક એવી રાશિઓ છે જેમના માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી વિશેષ ફળદાયી સાબિત થઈ શકે છે. આ કઈ રાશિ છે તે પણ તમે વિગતવાર જાણો.

મંગળવાર હનુમાનજીનો પ્રિય દિવસ કહેવાય છે. તેથી હનુમાનજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખે છે અને પૂજા પણ કરે છે. જો કે હનુમાન જીના વ્રતથી દરેકને સારું ફળ મળે છે, પરંતુ એવી 5 રાશિના જાતકો છે જેઓ મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી વિશેષ લાભ મેળવી શકે છે. જો આ 5 રાશિના લોકો આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેમના જીવનની તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે. ચાલો જાણીએ આ રાશિઓ વિશે.

મેષ રાશિ

મંગળની સ્વામિત્વ વાળી મેષ રાશિના જાતકોએ મંગળવારના દિવસે ભગવાન હનુમાનની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. હનુમાનજીની કૃપાથી તમે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવામાં સક્ષમ બની શકો છો, તમારી નેતૃત્વ ક્ષમતા સારી છે અને તમને કરિયરના ક્ષેત્રમાં પણ સારા પરિણામ મળવા લાગશે. આ રાશિના લોકો પર હનુમાનજી વિશેષ કૃપા વરસાવે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો ઊર્જાવાન માનવામાં આવે છે. પરંતુ ઘણી વખત તેઓ પોતાની ઉર્જાનો ઉપયોગ ખોટી દિશામાં કરે છે અને પોતાનું જ નુકસાન કરે છે. આવી સ્થિતિમાં ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમને સાચો માર્ગ મળે છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત થાય છે. તેથી સિંહ રાશિના લોકોએ પણ મંગળવારે પૂજા કરવી જોઈએ, તેમને ભગવાન હનુમાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. સિંહ રાશિ એ સૂર્ય ભગવાનની રાશિ છે અને સૂર્ય ભગવાને હનુમાનજીને વેદોનું જ્ઞાન આપ્યું હતું, તેથી હનુમાનજી તેમના પર આશીર્વાદ રાખે છે.

વૃશ્ચિક રાશિ

રાશિચક્રમાં મંગળના સ્વામિત્વની આ બીજી રાશિ છે. આ રાશિના લોકોનું વર્તન ક્યારેક-ક્યારેક અસ્વસ્થતાભર્યું હોઈ શકે છે અને તેમને સામાજિક સ્તરે પોતાની અભિવ્યક્તિ કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જો કે તેઓ મંગળવારે ભગવાન હનુમાન દાદાની પૂજા કરે અને હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેમની બધી સમસ્યાઓ દૂર થઈ શકે છે. તેમના આત્મવિશ્વાસને મજબૂત કરવા માટે તેઓએ મંગળવારે હનુમાન દાદા ની પૂજા કરવી જોઈએ.

મકર રાશિ

પૃથ્વી તત્વની મકર રાશિના લોકો માટે મંગળવારનું વ્રત રાખવું અને ભગવાન હનુમાનજીની પૂજા કરવી ખૂબ જ ફાયદાકારક છે. તેનાથી તમને ન માત્ર હનુમાનજી ની કૃપા મળે છે, પરંતુ તમારી રાશિનો સ્વામી શનિ પણ તમારા પર પ્રસન્ન રહે છે. આવી સ્થિતિમાં તમારા જીવનની ટ્રેન હંમેશા પાટા પર રહે છે.

આ પણ વાંચોઃ હનુમાનજીને પ્રસન્ન કરવા મંગળવારની સવારે અને સાંજ કરો આ 5 ઉપાય, દરેક મુશ્કેલીઓ દૂર કરશે બજરંગબલી

કુંભ રાશિ

કુંભ રાશિના લોકો મહેનતુ માનવામાં આવે છે પરંતુ વાયુ તત્વના પ્રભાવને કારણે તેઓ ક્યારેક ચંચળ અને આળસુ બની જાય છે. આવી સ્થિતિમાં જો તેઓ મંગળવારે ભગવાન હનુમાનની પૂજા કરે છે તો તેમને ઉર્જા અને શક્તિ મળે છે. તેમજ આ રાશિનો સ્વામી શનિ છે અને ભગવાન હનુમાનની પૂજા કરવાથી તેમની શુભ નજર આ રાશિના લોકો પર રહે છે.

(Disclaimer:અહીં આપવામાં આવેલી માહિતી ધાર્મિક આસ્થા અને લોક માન્યતાઓ પર આધારિત છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારની પુષ્ટિ કરતા નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ