બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / mangalwar ke upay tuesday remedy how to please hanumaji

આસ્થા / હનુમાનજીને પ્રસન્ન કરવા મંગળવારની સવારે અને સાંજ કરો આ 5 ઉપાય, દરેક મુશ્કેલીઓ દૂર કરશે બજરંગબલી

Arohi

Last Updated: 10:34 AM, 5 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mangalwar Ke Upay: આજે ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર છે. એવામાં જો તમે પણ હનુમાનજીની ખાસ કૃપા પ્રાપ્ત કરવા માંગો છો તો આ 5 કાર્ય જરૂર કરો.

  • આજે છે ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર 
  • આ રીતે કરો હનુમાનજીની પૂજા અર્ચના 
  • જીવનની દરેક મુશ્કેલીઓ થશે દૂર 

આજે ડિસેમ્બર મહિનાનો પહેલો મંગળવાર છે. એવામાં આજે હનુમાનજીની પૂજા અર્ચના કરવાથી જીવન મંગળમળ બની રહે છે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળવારનો સંબંધ મંગળ ગ્રહ સાથે જણાવવામાં આવ્યો છે. જે ઉર્જા, સાહસ અને પરાક્રમના કારક છે. 

શાસ્ત્રોમાં એવુ વર્ણન મળ્યું છે કે મંગળવારના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવાથી જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. આજ કારણ છે કે લોકો આ દિવસે ઘર કે મંદિરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરે છે. જે હનુમાનજીની કૃપા મેળવવાની સૌથી સરળ રીત છે. કહેવાય છે કે શારીરિક કષ્ટ અને માનસિક વિકાસ દૂર થાય છે. મોટાભાગે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે લોકો તેમને તેમની પ્રિય વસ્તુઓનો ભોગ પણ લગાવે છે.  

મંગળવારના દિવસે હનુમાનજીને શું શું ચડાવશો? 
ધાર્મિક માન્યતાઓ અનુસાર હનુમાનજીને બુંદીનો ભોગ ખૂબ જ પ્રિય છે. એવામાં જો કોઈ મંગળવારનું વ્રત કરે છે તો તેને આ દિવસે હનુમાન મંદિરમાં જઈને બુંદીનો ભોગ જરૂર લગાવવો જોઈએ. હનુમાનજીને મંગળવાના દિવસે બેસનના લાડવાનો પણ ભોગ લગાવવામાં આવે છે. કહેવાય છે કે હનુમાનજીને સિંદૂર ખૂબ જ પ્રિય છે. એવામાં તમે ઈચ્છો તો હનુમાનજીને સિંદૂર પણ ચડાવી શકો છો. 

જોકે હનુમાનજીને ચમેલીના તેલમાં સિંદૂર મિક્ષ કરીને અર્પિત કરવું ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીની ખાસ કૃપા મેળવવા માટે તેમને ચોલા પણ ચડાવવામાં આવે છે. મંગળવારના દિવસે હનુમાનજીના ચરણોમાં ગુલાબના ફૂલ અર્પિત કરવાથી પણ તેમની ખાસ કૃપા પ્રાપ્ત થાય છે. 

મંગળવારના દિવસે જરૂર કરો આ 5 કામ 

  1. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારની સાંજે તેમને કેવડાનું ઈત્ર અર્પિત કરો. કહેવાય છે કે હનુમાનજીને પ્રસન્ન કરવા માટે આ સરળ ઉપાય છે. 
  2. મંગળવારના દિવસે હનુમાનજીના મંદિર જાઓ અને તેમના શ્રી રૂપના ખભા પરથી સિંદૂર લાવીને નજર લાગેલી વ્યક્તિના માથા પર લગાવો. કહેવાય છે કે આમ કરવાથી નજર દોષ જલ્દી દૂર થઈ જાય છે. 
  3. મંગળવારના દિવસે કોઈ હનુમાન મંદિરમાં સવારે અને સાંજના સમયે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો. માન્યતાનુસાર આમ કરવાથી જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ થઈ જાય છે. 
  4. મંગળવારની સાંજે હનુમાન મંદિરમાં જાઓ અને એક સરસવના તેલનો અને એક શુદ્ધ ઘીનો દિવો કરો. તેના બાદ મંદિર પરિસરમાં કોઈ શુદ્ધ અને લાલ રંગના આસન પર બેસીને હનુમાન ચાલીસાનું ઓછામાં ઓછુ 3 વખત પાઠ કરો. આમ કરવાથી દરેક મનોકામના પૂર્ણ થઈ જાય છે. 
  5. શનિ દેષને દૂર કરવા માટે પણ મંગળવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. એવામાં જો તમે શનિ દોષને દૂર કરી હનુમાનજીની કૃપા મેળવવા માંગો છો તો દશરથ કૃત શનિ સ્તોત્રનો પાઠ કરો. ધ્યાન રહે, શનિ સ્તોત્રના મંત્રનો પાઠ શુદ્ધ અને સસ્વર હોવો જોઈએ. 

સંકળાયેલા મુદ્દાઓ

hanumaji mangalwar ke upay tuesday remedy હનુમાનજી Tuesday remedy
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ