બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / people of Virpur business closed joined the funeral of Hemlataben

વિરપુરમાં શોક / જલારામ બાપાના પરિવારના વૈકુંઠવાસી હેમલતાબેનની અંતિમયાત્રામાં જોડાયા વિરપુરવાસીઓ, વેપાર-ધંધા સજ્જડ બંધ

Kishor

Last Updated: 07:59 PM, 19 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યાત્રાધામ વીરપુરના હેમલતાબેન ચંદ્રાણીનો દેહવિલય થતાં આજે અંતિમયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં વિરપુરવાસીઓ જોડાયા હતા.

  • વિરપુરમાં શોકની લાગણી
  • રસિકબાપાના ધર્મપત્નીનો દેહવિલય
  • હેમલતાબેન ચંદ્રાણીનો 80 વર્ષની વયે દેહવિલય

 કરોડો ભક્તોની જ્યાં આસ્થા જોડાયેલ છે તેવા યાત્રાધામ વીરપુરમાં પૂ.જલારામ બાપાના પરિવારના હેમલતાબેન ચંદ્રાણીનો દેહવિલય થયો છે. રસિકબાપાના ધર્મપત્ની હેમલતાબેનનો 80 વર્ષની વયે દેહવિલય થયો છે.જેને પગલે વીરપુર પંથકના રહીશોમાં શોકની લાગણી ફેલાઈ છે. નોંધનીય છે કે હેમલતાબેન જલારામ બાપાની જગ્યાના ગાદીપતિ રઘુરામબાપા અને ભરતભાઈ ચંદ્રાણીના કાકી થતા હતા. 

નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી

હેમલતાબેને અનંતની વાટ પકડતા તેમના પાર્થિવ દેહને ગઇકાલે અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. જેમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા હતા. ત્યારબાદ આજે ગુરૂવાર સવારે 9 વાગ્યે તેમની નિવાસસ્થાનેથી અંતિમયાત્રા નીકળી હતી. જેને લઈને સમગ્ર વીરપુરના વેપારીઓ પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હતા અને ભારે શોક સાથે મોટી સંખ્યામાં વિરપુર પંથકવાસીઓ અંતિમયાત્રામાં જોડાયા હતા. હેમલતાબેનના નિધનથી જલારામબાપાના પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

શનિવારે હેમલતાબેન ચાંદ્રાણીની પ્રાર્થના સભા
આગામી તા. 21 ને શનિવારના રોજ હેમલતાબેન ચાંદ્રાણીની પ્રાર્થના સભા યોજાશે. જલારામ બાપાની જગ્યાની ધર્મશાળા શ્રી જલારામ અતિથિગૃહ ખાતે સાંજે 5.30 વાગ્યે પ્રાથનાસભા રાખવામાં આવશે. પ્રાથનાસભા દરમિયાન પણ પૂજ્ય બાપાની જગ્યામાં પૂજ્ય જલારામ બાપાના દર્શન અને અન્નક્ષેત્ર ભાવિકો માટે ખુલ્લા રાખવામાં આવશે તેમ જાહેર થયું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ