બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / penalty figure of fine after implementation of the Motor Vehicle Act
ADVERTISEMENT
કદાચ આ આંકડા જોઇને તમે ચોકી જશો કે આટલા નિયમો કડક થયા પછી પણ પબ્લિકને જાણે કાયદાનો કોઈ ડર નથી. બીજી તરફ કેટલાક લોકોને એમ પણ થશે કે પોલીસને મનફાવે તેમ દંડ વસૂલે છે પરંતુ હકીકત એ જ છે કે નિયમો કડક થયા પરંતુ સામાન્ય જનતા છે જે હજી પણ નિયમોના પાલનની કંઈ પડી નથી. તે વાત આ દંડના રકમના આંકડા પરથી ચોક્કસ સાબિત થાય છે.
ટ્રાફિક પોલીસ વિભાગે અપનાવ્યા અલગ-અલગ કીમિયા
ADVERTISEMENT
કેન્દ્ર સરકારના ટ્રાફિકના નવા નિયમો અને દંડની નવી જોગવાઈઓને લઈને પોલીસે અને સરકારે જરૂરી સમય મર્યાદા પણ આપી હતી પરંતુ હજી પણ જોઈએ તેટલું નિયમ પાલન લોકોમાં જોવા મળતું નથી. કારણકે હજી પણ પોલીસ ચોપડે દંડની રકમ લાખોના આંકડામાં જોવા મળી રહી છે. ત્યારે શહેર ટ્રાફિક પોલીસ વિભાગે પણ અલગ અલગ કીમિયા અપનાવના શરૂ કરી દીધા છે.
વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા યોજાઇ ટ્રાફિક ડ્રાઇવ
ADVERTISEMENT
દસ દસ દિવસની અલગ અલગ ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં કોઈ એક એક્ટ ઉપર ધ્યાન કેદ્રિત કરીને દંડ વસુલવામાં આવી રહ્યો છે. જેમકે વાત કરવામાં આવે તો થોડા દિવસ સુધી હેલ્મેટ નહીં પહેરેલા લોકો પર ધ્યાન કેન્દ્રીત કરાયું છે. તે પછી સીટબ્લેટ નહીં પહેરેલા લોકો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. આ પ્રકારની પદ્ધતિથી કામ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે વાહન ચાલકોમાં ધીમે ધીમે કાયદાનું ભાન થાય સાથે જ પોતાની સલામતીનું પણ ધ્યાન રહે.
ADVERTISEMENT
15 દિવસમાં પોલીસે 50 લાખથી વધુનો દંડ વસુલ્યો
મહત્વનું છે કે 15 દિવસમાં ટ્રાફિક પોલીસે 50 લાખથી વધુનો દંડ વસુલ્યો છે. પરંતુ વાહન ચાલકો હજુ પણ નિયમોને લઈને બેદરકાર છે. ત્યારે ટ્રાફિક પોલીસે સ્કુલવાન અને રિક્ષા વાનમા બાળકોની સલામતીને લઈને પણ ઝુંબેશ શરૂ કરી છે. 14 નવેમ્બરથી 20 નવેમ્બર સુધી આ ઝુંબેશ અંતર્ગત વિદ્યાર્થીઓ અને વાન ચાલકોને જાગૃત કરવામા આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.