બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / પહેલા ભારત વિરૂદ્ધ મેચ રમવાનો ઇનકાર, ને હવે...! પાક.નો નિર્ણયથી ICCને ઝટકો

T20 વર્લ્ડ કપ / પહેલા ભારત વિરૂદ્ધ મેચ રમવાનો ઇનકાર, ને હવે...! પાક.નો નિર્ણયથી ICCને ઝટકો

Published By: Jinal Chauhan

Last Updated: 10:59 AM, 3 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે તે ભારત સામે મેચ નહીં રમે પણ PCBએ હવે વધુ એક મોટો નિર્ણય લીધો છે.

ટી 20 વર્લ્ડ કપ 2026માં ભારત પાકિસ્તાન મેચ 15 ફેબ્રુઆરીએ રમાશે જેમાં રમવા માટે PCB ના પાડી રહ્યું છે. જો કે આ અંગેનો વિવાદ છેલ્લી ઘડી સુધી રહેશે કારણ કે પાકિસ્તાને વધુ એક નિર્ણય લીધો છે. PCB ભારત સામે મેચના બહિષ્કારને લઈને ICCને ઓફિશીયલ ઈમેલ નહીં મોકલે.

ICCએ પહેલા બાંગ્લાદેશને T20 વર્લ્ડ કપ 2026માંથી બહાર કરી દીધું હતું કારણ કે તેમણે ભારતમાં રમવાની ના પાડી હતી. જોકે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે (BCB) આ બાબતે ICC સાથે સત્તાવાર રીતે વાત કરી હતી પરંતુ પાકિસ્તાને એવું ન કરવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસ પહેલા PCBએ કહ્યું હતું કે તેમની ટીમ ટૂર્નામેન્ટ રમશે પરંતુ ભારત સામેની મેચનો બહિષ્કાર કરશે. આ અંગે BCCIએ કહ્યું છે કે જ્યાં સુધી તેમને ICC તરફથી સત્તાવાર જાણકારી નહીં મળે ત્યાં સુધી તેઓ કંઈ પણ બોલશે નહીં.

Pakistan

ICCને ઓફિશીયલ ઈમેલ નહીં કરે PCB

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ભારત સામેની મેચના બહિષ્કાર વિશે ICCને કોઈ સત્તાવાર ઈ-મેલ નહીં મોકલે. જો PCB આ વિશે લખિત જાણ ન કરે તો ભારત-પાકિસ્તાનની મેચ યથાવત રહેશે અને વિવાદ ચાલતો રહેશે. ICC હાલ PCBની સત્તાવાર જાણકારીની રાહ જોઈ રહ્યું છે અને જો કોઈ માહિતી નહીં મળે તો ICC પણ આગળ શું કરવું તે નક્કી કરી શકશે નહીં.

vtv app promotion

આ પણ વાંચોઃ IND vs PAK: પાકિસ્તાન ભારત સામે મેચ રમવા તૈયાર, પરંતુ મૂકી આ શરત, જાણો શું

ટીમ ઈન્ડિયા કોલંબો જશે

T20 વર્લ્ડ કપ 2026માં ભારતનો પહેલો મેચ 7 ફેબ્રુઆરીએ USA સામે છે અને બીજો મેચ 12 ફેબ્રુઆરીએ નામીબિયા સામે છે. પાકિસ્તાન ભલે ભારત સામે રમવાની ના પાડી રહ્યું હોય, છતાં ભારતીય ટીમ 15 ફેબ્રુઆરીની મેચ માટે કોલંબો જશે. મેચના એક દિવસ પહેલા થનારી પ્રેસ કોન્ફરન્સમાં પણ ભારતનો પ્રતિનિધિ જશે અને કેપ્ટન સૂર્યકુમાર યાદવ ટોસ માટે મેદાનમાં આવશે. જો પાકિસ્તાની કેપ્ટન ટોસ માટે નહીં આવે તો ભારતને વોકઓવર મળશે અને 2 પોઈન્ટ આપવામાં આવશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ICC Decision Team India Colombo PCB Boycott

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ