ઓનલાઈન પેમેન્ટ એપ Paytmને જોરદાર ઝટકો લાગ્યો છે. શુક્રવારે ગૂગલ દ્વારા આ એપને પ્લે સ્ટોરથી હટાવી દેવામાં આવી છે અને તેના માટે મોટું કારણ બહાર આવી રહ્યું છે.
પ્લે સ્ટોર પરથી હટાવી દેવાઈ Paytm
જે મોબાઈલમાં પહેલેથી ઈન્સ્ટોલ છે તેમાં એપ ચાલી રહી છે
ગૂગલે કહ્યું કોઈ પણ પ્રકારે ઓનલાઈન ગેમ્બલિંગનું સમર્થન નહીં ચાલે
ગૂગલ દ્વારા મોટી કાર્યવાહી
શુક્રવારે ગૂગલ દ્વારા Paytm એપને પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવી અને કહેવામાં આવ્યું કે કોઈ પણ પ્રકારની ગેમ્બલિંગ (જુગાર)નું સમર્થન કરવામાં આવશે નહીં. નોંધનીય છે કે આ એપને One97 Communication Ltd. દ્વારા ડેવલપ કરવામાં આવી હતી. આ એપને Google Play Store પર સર્ચ કરવામાં આવતા તે એપ જોઈ શકાતી નથી. જોકે અત્યારે જે એન્ડ્રોઈડમાં આ એપ છે ત્યાં તે ચાલી રહી છે.
અન્ય એપ્સ હજુ ઉપલબ્ધ
Paytm પ્લે સ્ટોર પર સર્ચ કરીએ તો કંપનીની અન્ય એપ્લિકેશન્સ Paytm for business, Paytm money, Paytm Mall હજી પણ પ્લે સ્ટોર પર છે. આ સિવાય, અમે તેને Apple એપ સ્ટોર પર પણ પછી આ એપ્લિકેશન ત્યાં ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.
ગૂગલના Suzanne Freyએ કહ્યું કે અમે કોઈ પણ પ્રકારની ઓનલાઈન કસીનો જેવી વસ્તુને અનુમતિ આપતા નથી અથવા અન્ય કોઈ પણ આવી જુગારની એપનું સમર્થન કરતા નથી કે રમતમાં સટ્ટાબાજીની સુવિધા આપે છે.
ગૂગલે જુઓ શું કહ્યું?
ગૂગલે કહ્યું કે પ્લેસ્ટોરમાં ઑનલાઈન કસીનો અને અન્ય અમાન્ય ગેમ્બલિંગ ઍપ્સ જે સ્પોર્ટ્સમાં જુગારની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપતી હોય તેીવ ઍપ પ્રતિબંધિત છે. Paytm જે ફેન્ટસી સ્પોર્ટ્સ સર્વિસ પ્રમોટ કરે છે તે પ્લેસ્ટોરની સતત પોલિસીનું ઉલ્લંઘન કરી રહ્યું છે તેવી જાણકારી મળી રહી છે. Paytm એપની સાથે સાથે તેની Paytm First Games ને પણ પ્લેસ્ટોરમાંથી રિમૂવ કરી દેવાઈ છે.
જોકે તે બાદ એપ દ્વારા ટ્વિટ કરીને કહેવામાં આવ્યું છે કે નવા ડાઉનલોડ અને અપડેટ માટે એપને ટૂંક સમય માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી છે. અને ટૂંક સમયમાં તે પાછી આવી જશે. તમારા બધા પૈસા સુરક્ષિત છે અને તમે એપને પહેલાની જેમ સામાન્યપણે વાપરી શકો છે.
Dear Paytm'ers,
Paytm Android app is temporarily unavailable on Google's Play Store for new downloads or updates. It will be back very soon.
All your money is completely safe, and you can continue to enjoy your Paytm app as normal.