બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ભારત / Pay special attention to these things while printing wedding cards,

વાસ્તુ ટિપ્સ / લગ્નના કાર્ડ છપાવતા સમયે આ બાબતોનું રાખજો ખાસ ધ્યાન, નહીંતર થશે અશુભ, નિયમોનું પાલન અતિજરૂરી

Published By: Mahadev Dave

Last Updated: 02:22 PM, 12 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જયોતિષશાસ્ત્રના જાણકારના જણાવાયા અનુસાર લગ્નના કોઈ પણ કામ કરતા પહેલા જ્યોતિષ અને વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બને છે. જો આમ કરવામા ન આવે તો અશુભ તથા અપશુકન થઈ શકે છે.

  • જાણો કંકોત્રી વિશેની વસ્તુ ટિપ્સ
  • ભૂલથી પણ વધેલા લગ્નના કાર્ડ ફેંકવા ન જોઈએ
  • કેટલાક નિયમોનું આવશ્ય પાલન કરવુ જોઈએ

હાલ કમુહૂર્ત હોવાથી લગ્નની સિઝન પર બ્રેક લાગી છે. આગામી તાં 15 બાદ ફરી લગ્નસરાની સિઝન જામશે. તેવામાં જે ઘરે લગ્ન છે ત્યાં યજમાન પરિવાર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ આરંભી દેવામાં આવે છે..જેમાં સૌથી મહત્વની વાત છે કંકોત્રી. લગ્નમાં તમામ સંબંધીઓ, મિત્રો અને નજીકના લોકોને આમંત્રણ આપવા માટે એક સુંદર લગ્ન કાર્ડ પ્રિન્ટ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ કાર્ડ દ્વારા લોકોને ખબર પડે છે કે તમારા ઘરમાં તમારા દીકરા કે દીકરીના લગ્ન થઈ રહ્યા છે. આ કાર્ડ સગાસંબંધીઓને સમયસર મોકલી આપવુ અગત્યની બાબત છે. જેથી તેઓ તમારી ખુશીમાં સહભાગી થઈ શકે. ત્યારે જાણો કંકોત્રી મામલે જાણો વસ્તુ ટિપ્સ
લગ્નનું કાર્ડ કેવું હોવું જોઈએ?

જયોતિષશાસ્ત્રના જાણકારના જણાવાયા અનુસાર લગ્નના કોઈ પણ કામ કરતા પહેલા જ્યોતિષ અને વાસ્તુના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી બને છે. જો આમ કરવામા ન આવે તો અશુભ તથા અપશુકન થઈ શકે છે. વિવાહિત જીવનમાં સમસ્યાઓ આવી શકે છે. જેને અટકવવા માટે લગ્નના કાર્ડ છાપતી વખતે, કેટલાક નિયમોનું આવશ્ય પાલન કરવુ જોઈએ. આમ લગ્નનું કાર્ડ કંકોત્રી તૈયાર કરતી વેળાએ તેમાં કલશ, સ્વસ્તિક, નારિયેળ અને ભગવાન ગણેશનું ચિત્ર હોવું ફરજિયાત છે. સાથે જ રાધા કૃષ્ણનો ફોટો પણ મૂકી શકો છો. વધુમાં કાર્ડનો આકાર પણ ચોરસ રાખવો શુભ માનવામાં આવે છે.

કાર્ડનો રંગ કેવો હોવો જોઈએ?

કાર્ડના રંગ વિશે વાત કરવામાં આવે તો લગ્નનું કાર્ડ લાલ, પીળું, કેસરી કે સફેદ રાખવું ખુબ જ સારું માનવામાં આવે છે. કાર્ડ પર ગણેશ મંત્ર ‘મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુણ ધ્વજા મંગલમ પુંડરીકાક્ષી’ વગેરે લખવું જોઈએ. લગ્નના કાર્ડમાં મુખ્યત્વે ગણેશ-માતાની પૂજા, હલ્દી, મહેંદી, મંડપ, ફેરા અને પ્રતિભોજ અથવા રિસેપ્શનની તારીખ સ્પષ્ટ અને વ્યવસ્થિત હોવી જોઈએ. તેમજ વર-કન્યા અને તેમના માતા-પિતાના સહિત અંગત પરિજનોના નામ પણ હોવા જોઈએ.

જો કાર્ડ સાચવવામાં આવે તો શું કરવું?

અમુક કિસ્સોમાં જ્યારે લગ્નના કાર્ડ વધારે પ્રમાણમાં આવી જાય છે ત્યારે વધારાના આ કાર્ડને ફેંકી દેવામા આવતા હોય છે. આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ. કારણ કે ક્યારેક પાસપોર્ટ અથવા અન્ય કોઈ કાનૂની હેતુ માટે તેની જરૂર પડી શકે છે. વધુમાં પાણીમાં પધરાવી શકો છો.બાકી સળગાવવા કે કચરામાં ફેંકવા એ ગણેશજીનું અપમાન કર્યા બરાબર માનવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Wedding cards કંકોત્રી લગ્ન લગ્નના કાર્ડ લગ્નસરાની સીઝન wedding cards

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ