બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / patient sing a song during live opration of his brain tumor

ગજબ હિંમત / આવા મા'ણા પણ હોય છે દુનિયામાં! ચાલુ ઓપરેશને દર્દી ગાઈ રહ્યો હતો ગઝલ, VIDEO જોઈને લાગશે નવાઈ

Premal

Last Updated: 02:50 PM, 10 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો છત્તીસગઢની રાજધાની રાયપુરની એક હોસ્પિટલનો છે. જેમાં દર્દીના બ્રેન ટ્યુમરનુ ઓપરેશન ચાલી રહ્યું છે, પરંતુ દાવો કરવામાં આવ્યો છે કે આ દરમ્યાન આ શખ્સ સંપૂર્ણ રીતે હોશમાં હતો અને હંગામા ક્યો હૈ બરપા, થોડી સી જો પી લી હૈ, ચોરી તો નહીં કી હૈ... ગજલ ગાઈ રહ્યો છે.

  • ડૉકટરો દર્દીનું બ્રેન ટ્યુમરનું કરી રહ્યાં છે ઓપરેશન
  • ઓપરેશન દરમ્યાન દર્દી ગાઇ રહ્યો છે ગીત
  • લોકો દર્દીની હિંમતના કરી રહ્યાં છે વખાણ

દર્દી ઓપરેશન દરમ્યાન ગાઇ રહ્યો છે ગીત

આ ઑપરેશન રાયપુરના ખાનગી હોસ્પિટલમાં થઇ રહ્યું હતુ. વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર વાયરલ થયો છે. આ વીડિયોને જોઇને લોકો દર્દીની હિંમતના વખાણ કરી રહ્યાં છે. તો ડૉકટરો પણ દાદ આપી રહ્યાં છે કે ઓપરેશનના સમયે પણ દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. ઓપરેશન દરમ્યાન દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય, તેને દુ:ખાવો મહેસૂસ ના થાય અને ડૉકટર કોઈ પણ પરેશાની વગર સારવાર કરી શકે તેથી દર્દીને એનેસ્થિસિયાનુ ઈન્જેક્શન આપવામાં આવે છે. પરંતુ સુયશ હોસ્પિટલના ઑપરેશન રૂમમાં બ્રેન ટ્યુમરના ઓપરેશનનો વીડિયો જોઇને દરેક વ્યક્તિ હેરાન છે. અહીં દર્દી ખુલ્લેઆમ ગીત ગાઇ રહ્યો છે. તે પણ ગુલામ અલીની ગજલ. 

દર્દીનું બ્રેન ટ્યુમરનું ઓપરેશન આધુનિક રીતે કરાયું

જણાવવામાં આવી રહ્યું છે કે એનેસ્થિસિયા ના આપવાનો નિર્ણય ડૉકટર અને દર્દી બંનેની સહમતિથી થયો છે. આ ઑપરેશન બિલ્કુલ આધુનિક ટેકનિકથી કરવામાં આવ્યું છે. જેમાં દર્દીને ઓછામાં ઓછો દુ:ખાવો થાય છે. જેમાં દર્દીને બેહોશ કરવાની જરૂર પણ પડતી નથી. જણાવવામાં આવ્યું કે આ ઑપરેશન સંપૂર્ણ રીતે સફળ થયુ અને દર્દીના મગજમાંથી ટ્યુમર નિકાળી દેવામાં આવ્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ