બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / patient nearly gets his legs cut off due to broken lift shocking video

શોકિંગ / VIDEO: લિફ્ટનો દરવાજો ખોલી દર્દીને અંદર લઈ ગયા... ત્યાં તો મોત સામે આવી તેવા દ્રશ્યો! જોઈને કંપી જશો

Published By: Premal

Last Updated: 12:53 PM, 12 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ દુર્ઘટનામાં દર્દીની સાથે શું થયુ તે અંગે કોઈ જાણકારી નથી. પરંતુ વીડિયો જોવા પરથી એવુ લાગી રહ્યું છે કે દર્દીની સાથે કોઈ ગંભીર દુર્ઘટના નહીં ઘટી હોય. સરેરાશ 17 સેકન્ડનો આ વીડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જશે.

  • લિફ્ટમાં દર્દીની એન્ટ્રી થતા જ મોત સાથે થયો સામનો
  • દર્દી અને હોસ્પિટલનો એક કર્મચારી લિફ્ટમાં ફસાયા
  • લિફ્ટમાં ટેકનિકલ ખામી આવતા આપોઆપ નીચે જાય છે

લિફ્ટ ક્યારેક લોકો માટે ખતરનાક સાબિત થાય છે 

લિફ્ટમાં તમે ક્યારેક ને ક્યારેક તો ચઢ્યા હશો. મોટાભાગની બિલ્ડિંગમાં જો ત્રીજા અથવા ચોથા માળે ઉપર જવુ હોય તો આ ખૂબ જરૂરી છે, કારણકે જો લિફ્ટ ન હોય તો ઉપર ચઢવામાં માણસની હાલત ખરાબ થશે અને કોઈને જલ્દી જવુ છે તો તેના માટે લિફ્ટ કામમાં આવે છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈની તબિયત ખરાબ થઇ જાય, ઈમરજન્સી હોય અને તાત્કાલિક હોસ્પિટલ પહોંચવાનુ હોય. તેથી ઉંચી-ઉંચી બિલ્ડિંગમાં લિફ્ટનુ હોવુ ખૂબ જરૂરી છે. જો કે, ક્યારેક-ક્યારેક આ લિફ્ટ લોકો માટે ખતરનાક સાબિત થાય છે. કારણકે મશીનનો કોઈ ભરોસો હોતો નથી. સોશિયલ મીડિયામાં એક લિફ્ટનો ભયાનક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેને જોયા બાદ તમારા રૂંવાડા ઉભા થઇ જશે.

દર્દી લિફ્ટમાં ફસાઈ જાય છે 

આ વીડિયોમાં એક દર્દી લિફ્ટમાં ફસાઈ જાય છે અને તે સ્ટ્રેચર પર ઉંઘી જાય છે અને હોસ્પિટલના બે કર્મચારીઓ તેને લિફ્ટમાંથી ક્યાક લઇ જવાનો પ્રયાસ કરે છે, પરંતુ ત્યારે લિફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી આવે છે અને તે આપોઆપ નીચે જાય છે. એવામાં દર્દીની સાથે-સાથે હોસ્પિટલનો એક કર્મચારી પણ લિફ્ટની અંદર ફસાઈ જાય છે. વીડિયોમાં તમે જોઇ શકો છો કે દર્દી કેવીરીતે સ્ટ્રેચર પર બેહોશ થઇને પડ્યો છે અને હોસ્પિટલના બે કર્મચારીઓ તેને લિફ્ટની અંદર ઘુસાડવાનો પ્રયાસ કરે છે પરંતુ હજી દર્દીનુ અડધુ શરીર લિફ્ટમાં ઘુસ્યુ કે તરત લિફ્ટ અચાનક નીચે તરફ જવા લાગી. એવામાં હોસ્પિટલનો કર્મચારી ગભરાઈ જાય છે અને દર્દીને લિફ્ટની અંદર જ છોડી દે છે. 

વીડિયો જોઇને તમારા રૂંવાડા ઉભા થઇ જશે

આ દુર્ઘટનામાં દર્દીની સાથે શું થયુ તે અંગે કોઈ જાણકારી નથી. પરંતુ વીડિયો પરથી એવુ લાગી રહ્યું છે કે દર્દીની સાથે કોઈ ગંભીર દુર્ઘટના નહીં થઇ હોય. સરેરાશ 17 સેકન્ડનો આ વીડિયો જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Broken Lift Patient SHOCKING VIDEO viral video Shocking VIDEO

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ