બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Patiala House Court ordered shikhar dhawan and ayesha to bring their son to Delhi till 28th june

દિલ્હી / બાળક પર માત્ર માતાનો જ અધિકાર નથી પિતા પણ હકદાર: શિખર ધવન-આયેશા કેસમાં કોર્ટે આપ્યો મહત્વનો આદેશ

Vaidehi

Last Updated: 06:37 PM, 8 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય ક્રિકેટર શિખર ધવન અને આયશાની વચ્ચે છૂટાછેડા થઈ ચૂક્યાં છે અને હાલમાં તેમનાં 9 વર્ષીય બાળકની કસ્ટડીને લઈને કેસ ચાલી રહ્યો છે જેમાં કોર્ટે ધવનની તરફેણમાં નવો આદેશ આપ્યો છે.

  • શિખર ધવન અને આયશા વચ્ચે ચાલી રહેલા કેસમાં આવ્યો વળાંક
  • કોર્ટે કહ્યું બાળક પર એકલી માંનો અધિકાર નથી હોતો
  • બાળકની કસ્ટડી 28 જૂન સુધીમાં ધવનનાં પરિવારને સોંપવા આદેશ

શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડિયાથી બહાર છે. ટીમ ઈન્ડિયાનાં અનુભવી ઓપનર શિખર ધવન અને આયશાનાં છૂટાછેડા થઈ ચૂક્યાં છે. હાલમાં બંને પોતાના 9 વર્ષીય બાળકની કસ્ટડીને લઈને કોર્ટનાં ચક્કર કાપી રહ્યાં છે. કોર્ટે આદેશ આપ્યો છે કે 28 જૂન સુધીમાં બાળકને દિલ્હીમાં ધવનનાં પરિવારને સોંપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે શિખર ધવન 3 વર્ષ બાદ પોતાના બાળકને મળી શકશે.

shikhar dhawan with his kid

બાળક પર એકલી માંનો અધિકાર નથી હોતો- કોર્ટ
પટિયાલા હાઉસ કોર્ટે બંનેનાં કેસને લઈને કહ્યું કે તેઓ પોતાના 9 વર્ષનાં બાળકને પરિવાર સાથે મુલાકાત કરાવવા ભારત લઈને આવે. કોર્ટે કહ્યું કે ઓગસ્ટ 2020 પછીથી શિખર ધવનનો પરિવાર બાળકને મળી નથી શક્યો. બાળક પર એકલી માંનો અધિકાર નથી હોતો. જો શિખર ધવન એક સારા પિતા સાબિત થયાં છે તો માતા બાળકને પરિવાર સાથે મળવા કેમ નથી દેતી? શિખર ધવન પરમેનેન્ટ કસ્ટડી નથી માંગી રહ્યાં, તે માત્ર પોતાના બાળકને મળવા ઈચ્છે છે.'

28 જૂન સુધીમાં બાળકની કસ્ટડી ધવનનાં પરિવારને સોંપાઈ
કોર્ટે આયશાને આદેશ આપ્યો છે કે તે ધવનનાં પરિવાર સાથે મુલાકાત કરાવવા માટે બાળકને સાથે લઈને ભારત આવે અથવા તો વિશ્વસનીય વ્યક્તિની સાથે બાળકને ભારત મોકલે. 28 જૂન 10 વાગ્યા સુધીમાં બાળકની કસ્ટડી દિલ્હીમાં ધવનનાં પરિવારને સોંપવામાં આવે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ