બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / ના અમેરિકા, ના બ્રિટન, તો કયા દેશનો પાસપોર્ટ છે સૌથી શક્તિશાળી? જાણો ભારતનું સ્થાન કયા નંબરે
Last Updated: 11:52 PM, 20 November 2024
વિશ્વના તમામ દેશમાં પાસપોર્ટ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. જો તમારે વિદેશ પ્રવાસ કરવો હોય તો પાસપોર્ટ હોવો જરૂરી છે. પાસપોર્ટ દ્વારા વ્યક્તિ પોતાની રાષ્ટ્રીયતા, તમારી અંગત ઓળખ, તમારા જન્મથી લઈને તમારા ઘરના સરનામા સુધી બધું જ જાણી શકાય છે. અન્ય ઓળખ કાર્ડની સરખામણીમાં પાસપોર્ટ બનાવવો થોડો ખર્ચાળ છે. પાસપોર્ટ બનાવવા માટે એક ફી લેવામાં આવે છે. જો આપણે સૌથી મોંઘા અને સસ્તા પાસપોર્ટ વિશે વાત કરીએ, તો તેની સંપૂર્ણ યાદી છે. ઓસ્ટ્રેલિયન ફર્મ કમ્પેયર ધ માર્કેટ એયુએ પાસપોર્ટ બનાવવાની કિંમતના આધારે રેન્કિંગ આપ્યું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જો આપણે આપણા ભારતીય પાસપોર્ટની વાત કરીએ તો વાર્ષિક ખર્ચની દ્રષ્ટિએ તે બીજા નંબરનો સૌથી સસ્તો અને આર્થિક પાસપોર્ટ છે. વેલિડિટીના વાર્ષિક ખર્ચના સંદર્ભમાં ભારતનો પાસપોર્ટ સૌથી સસ્તો છે. આ સંશોધન અહેવાલ મુજબ ભારતીય પાસપોર્ટ એ યાદીમાં બીજો સૌથી સસ્તો પાસપોર્ટ છે, જ્યાં ભારતમાં 10 વર્ષની વેલિડિટી સાથે પાસપોર્ટ બનાવવાની કિંમત 18.07 યુએસ ડોલર એટલે કે લગભગ ₹1524.95 છે.

ADVERTISEMENT
જો આપણે સૌથી મોંઘા પાસપોર્ટની વાત કરીએ તો મેક્સિકોનો પાસપોર્ટ સૌથી મોંઘો છે. મેક્સિકોમાં બનેલો પાસપોર્ટ મેળવવા માટે 231.05 યુએસ ડોલર એટલે કે અંદાજે રૂ.19481 નો ખર્ચ થશે. જો તમે 10 વર્ષ માટે પાસપોર્ટ કરાવો છો તો આટલો ખર્ચ થશે. જો આપણે સૌથી સસ્તા પાસપોર્ટની વાત કરીએ તો દક્ષિણ આફ્રિકા અને કેન્યા જેવા દેશોના પાસપોર્ટ સૌથી સસ્તા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વધુ વાંચો : ગુડ ન્યૂઝ: 2025 સુધીમાં વગર વિઝાએ ભારતીયોને મળી શકે છે આ દેશમાં જવાની તક, જાણો વિગત
ADVERTISEMENT
સૌથી સસ્તો પાસપોર્ટ UAE નો છે જ્યાં 5 વર્ષની વેલિડિટી માટે પાસપોર્ટ બનાવવાની કિંમત 17.70 US ડોલર એટલે કે લગભગ ₹1493.73 છે. આ સિવાય સૌથી સસ્તા પાસપોર્ટની યાદીમાં હંગેરી ત્રીજા સ્થાને, દક્ષિણ આફ્રિકા ચોથા સ્થાને, કેન્યા પાંચમા સ્થાને, સ્પેન છઠ્ઠા સ્થાને, પોલેન્ડ આઠમા સ્થાને, બ્રાઝિલનો પાસપોર્ટ નવમા સ્થાને અને સ્વીડનનો 10મા સ્થાને પાસપોર્ટ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.