બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / ગુડ ન્યૂઝ: 2025 સુધીમાં વગર વિઝાએ ભારતીયોને મળી શકે છે આ દેશમાં જવાની તક, જાણો વિગત
Last Updated: 02:31 PM, 29 October 2024
NRI News : ભારતીય પ્રવાસીઓ માટે એક સારા સમાચાર છે કે તેઓ ટૂંક સમયમાં વિઝા વિના રશિયાની મુલાકાત લઈ શકશે. મોસ્કો સિટી ટુરિઝમ કમિટીના ચેરમેન એવજેની કોઝલોવના જણાવ્યા અનુસાર, આ કરારથી રશિયાની રાજધાનીમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.
ADVERTISEMENT
ભારતમાંથી રશિયા જવા માંગતા લોકો માટે એક મોટા સારા સમાચાર છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ટૂંક સમયમાં જ રશિયા તમામ ભારતીય લોકો માટે વિઝા ફ્રી ટ્રાવેલની જાહેરાત કરવા જઈ રહ્યું છે. મતલબ કે રશિયા જવા માટે તમારે ફક્ત તમારા પાસપોર્ટની જ જરૂર પડશે તમારે કોઈપણ પ્રકારના વિઝાની ઝંઝટમાં ફસાઈ જવું પડશે નહીં.
ભારત અને રશિયા તેમના પ્રવાસના નિયમોમાં ફેરફાર કરવા માટે વાતચીત કરી રહ્યા છે. જેમાં રશિયા 2025 થી ભારત માટે વિઝા નિયમો નાબૂદ કરી શકે છે. મતલબ કે રશિયા જવા માટે કોઈએ વિઝા લેવો પડશે નહીં, જેનાથી રશિયામાં પ્રવાસન વધશે અને બંને દેશોને તેનો ફાયદો થશે. ભારત તરફથી પણ આવો જ નિર્ણય લેવામાં આવી શકે છે.
ADVERTISEMENT
નોંધનિય છે કે, જો કોઈ દેશ બીજા દેશના લોકો માટે વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરે છે તો તેનાથી લોકોને મોટી રાહત મળે છે. વિઝા માટે દરેક દેશની પોતાની પ્રક્રિયા હોય છે, જે પૂર્ણ કરવી જરૂરી છે. અમેરિકા જેવા ઘણા દેશો માટે વિઝા મેળવવું ઘણું મુશ્કેલ કામ છે. આ સિવાય વિઝા માટે ફી પણ ચૂકવવી પડે છે. આનો અર્થ એ થયો કે લોકોને મુશ્કેલ વિઝા પ્રક્રિયા અને ફીમાંથી રાહત મળે છે. હવે જો રશિયા પણ વિઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરે છે તો ભારતીય લોકો માટે આ દેશની મુસાફરી ઘણી સરળ બની જશે જે લોકો વિઝાના કારણે તેમના પ્લાન કેન્સલ કરતા હતા તેઓ પણ હવે રશિયા જવાની યોજના બનાવી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.