બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / અમેરિકામાં ગેરકાયદે રહેતા ભારતીયો એલર્ટ! સ્પેશ્યલ ચાર્ટર્ડ ફ્લાઇટથી મોકલવામાં આવી રહ્યાં છે વતન
Last Updated: 11:13 AM, 26 October 2024
NRI News America : ગુજરાત સહિત દેશભરમાંથી લોકો ગેરકાયદેસર રીતે અમેરિકા જેવા દેશોમાં જતાં હોય છે. જોકે હવે ગેરકાયદેસર રીતે અમેરિકા જતાં લોકો માટે એક મોટા અને ચેતવણીજનક સમાચાર સામે આવ્યા છે. તાજેતરમાં જ અમેરિકાએ તે ભારતીય નાગરિકોને ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા પરત મોકલી દીધા છે જેઓ ત્યાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) એ શુક્રવારે કહ્યું કે, આ પગલું ભારત સરકારના સહયોગથી લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
એક વરિષ્ઠ DHS અધિકારી ક્રિસ્ટી એ. કેનેગેલોએ કહ્યું, કાયદેસર આધાર વિના અમેરિકામાં રહેતા ભારતીય નાગરિકોને પાછા મોકલવામાં આવશે. આ સાથે તેમણે કહ્યું કે, ખોટી માહિતી આપતા આવા પરપ્રાંતિય દલાલોના શિકાર ન થાઓ.
ADVERTISEMENT
મહત્વનું છે કે, આ ફ્લાઇટ 22 ઓક્ટોબરે ભારત મોકલવામાં આવી હતી. વરિષ્ઠ DHS અધિકારી ક્રિસ્ટી એ. કેનેગેલોએ કહ્યું હતું કે, તેઓ યુએસ ઇમિગ્રેશન કાયદાનો કડક અમલ કરી રહ્યા છે અને ગેરકાયદેસર રીતે આવેલા લોકોને કાનૂની માર્ગ અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આ વર્ષે જૂનથી યુએસ-મેક્સિકો સરહદે ગેરકાયદેસર સ્થળાંતર 55% ઘટ્યું છે. નાણાકીય વર્ષ 2024માં DHS એ 160,000 થી વધુ લોકોને તેમના દેશોમાં પરત કર્યા છે. આ માટે 145 દેશોમાં 495 થી વધુ ફ્લાઇટ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત પણ સામેલ છે.
DHS ગેરકાયદેસર રીતે રહેતા તેમના નાગરિકોના સુરક્ષિત પરત ફરવાની ખાતરી કરવા માટે અન્ય દેશો સાથે સંપર્કમાં છે. આ પગલું ગેરકાયદેસર સ્થળાંતર ઘટાડવા અને સલામત અને કાનૂની માર્ગોને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવ્યું છે. છેલ્લા એક વર્ષમાં DHS એ કોલંબિયા, એક્વાડોર, પેરુ, ઇજિપ્ત, મોરિટાનિયા, સેનેગલ, ઉઝબેકિસ્તાન, ચીન અને ભારત સહિત ઘણા દેશોના નાગરિકોને સ્વદેશ મોકલ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.