બ્રેકિંગ ન્યુઝ
VTV / NRI News / 'જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જા...', ન્યૂઝીલેન્ડમાં ભારતીયને કરવો પડ્યો જાતિવાદનો સામનો, શેર કરી આપવીતી
Last Updated: 09:55 AM, 25 October 2024
તાજેતરમાં જ ન્યુઝીલેન્ડમાં રહેતા એક ભારતીયને જાતિવાદનો સામનો કરવો પડ્યો. પીડિતે ઘટનાની જાણકારી ઓનલાઈન પ્લેટફોર્મ Reddit પર એક લાંબી પોસ્ટ શેર કરીને આપી. 29 વર્ષીય યુવકે પોતાના અનુભવ વિશે જણાવ્યું કે તે નવી શરૂઆતની આશા સાથે ન્યૂઝીલેન્ડ આવ્યો હતો. જો કે, તેણે જેવું ધાર્યું હતું એવું થયું નહીં. તેણે ન્યૂઝીલેન્ડમાં જાતિવાદ અને ભેદભાવનો સામનો કરવો પડ્યો.
ADVERTISEMENT
ભારતીય વ્યક્તિએ પોસ્ટમાં લખ્યું છે કે મને ન્યૂઝીલેન્ડમાં અપેક્ષા કરતાં વધુ જાતિવાદનો સામનો કરવો પડ્યો છે. અજાણ્યા લોકો રસ્તા પર મારી પર બૂમો પાડતા હતા. મને ખરી-ખોટી વાતો કહેવામાં આવતી હતી. લોકો મને કહેતા હતા કે જ્યાંથી આવ્યો છે ત્યાં પાછો જા. મને કહેવામાં આવતું કે મારે મારા દેશ પાછા જતા રહેવું જોઈએ. જ્યારે તેણે સ્થાનિક લોકો સાથે મેળાપ કરવાનો પ્રયાસ કર્યો, તો લોકો તેમનાથી દૂર રહેવા લાગ્યા. તેની સાથે વાત કરતા ન હતા.
Unwelcome In New Zealand
byu/Lopsided_Tennis69 inindia
ADVERTISEMENT
ન્યુઝીલેન્ડમાં રહીને બહારના વ્યક્તિ હોવાનો અનુભવ
જાતિવાદનો ભોગ બનેલા ભારતીય વ્યક્તિએ આ વસ્તુનો સામનો કરવા માટે ન્યુઝીલેન્ડની સ્થાનિક સંસ્કૃતિ સાથે તાલમેલ બેસાડવા માટે કીવી ભાષા શીખવાનો પ્રયાસ પણ કર્યો. જેથી તે સમાજમાં પોતાને સામેલ કરી શકે. પરંતુ તેને લાગ્યું કે આમાં તેણે માનસિક થાકનો અનુભવ થાયો. તેણે કહ્યું, "ભારતમાં રહેતાં ક્યારેય પણ તેને દેશના બીજા ભાગમાં બહારના વ્યક્તિ હોવાનો અનુભવ થયો ન હતો. જો કે, ન્યુઝીલેન્ડ આવ્યા પછી બે વર્ષ સુધી, તેને એક બહારના વ્યક્તિ જેવો અનુભવ કરાવવામાં આવ્યો, જે તેના માટે ખૂબ જ પીડાદાયક અનુભવ સાબિત થયો છે."
ADVERTISEMENT
ભારતીય લોકોએ તેમના અનુભવો શેર કર્યા
ADVERTISEMENT
ભારતીય વ્યક્તિની ઓનલાઈન પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ કરી, જેમાં લોકોએ પોતાની વાતો શેર કરી. એક ભારતીય યૂઝરે લખ્યું કે તેને બર્લિનમાં પણ જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો, ત્યાર પછી તે ઘરે પાછો આવી ગયો. અન્ય એક વ્યક્તિએ કહ્યું કે તમે જ્યાં પણ જાઓ ત્યાં તમને જાતિવાદનો સામનો કરવો પડી શકે છે. કેનેડામાં પોતાનો અનુભવ વર્ણવતા તેણે કહ્યું કે ત્યાંના લોકો ઈમિગ્રન્ટ્સ પર વિશ્વાસ કરતા નથી.
આ પણ વાંચો: ભારતીયોના અમેરિકા માટેના સ્ટૂડન્ટ વિઝા કેમ થાય છે રિજેક્ટ? આ રહ્યાં 8 મુખ્ય કારણો
ADVERTISEMENT
2017માં પણ ન્યુઝીલેન્ડના ઓકલેન્ડમાં બની હતી જાતિવાદની ઘટના
એક અહેવાલ અનુસાર, 7 વર્ષ પહેલા એટલે કે 2017માં ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રહેતા નરવિંદર સિંહ નામના ભારતીય મૂળના વ્યક્તિને પણ જાતિવાદનો સામનો કરવો પડ્યો હતો. પીડિતને એક અજાણ્યા વ્યક્તિએ કહ્યું કે તે તેના દેશ ભારત જતો રહે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.