બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / parineeti chopra raghav chadha mehndi first photo viral on social media

મનોરંજન / પરિણીતી ચોપરાએ હાથોમાં લગાવી રાઘવ ચઢ્ઢાના નામની મહેંદી, સામે આવી પ્રથમ તસવીર

Manisha Jogi

Last Updated: 12:01 PM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નના ફંક્શન શરૂઆત થઈ ગઈ છે. 19 સપ્ટેમ્બરે પરિણીતી-રાઘવની મહેંદી સેરેમની હતી. મહેંદી સેરેમનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • પરિણીતી-રાઘવના લગ્નના ફંક્શન શરૂઆત
  • 19 સપ્ટેમ્બરે પરિણીતી-રાઘવની મહેંદી સેરેમની યોજાઈ હતી
  • મહેંદી સેરેમનીનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ

ફેન્સ પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ જોડી ટૂંક સમયમાં લગ્ન કરશે. દિલ્હીમાં લગ્નના ફંક્શન શરૂઆત થઈ ગઈ છે. 19 સપ્ટેમ્બરે પરિણીતી-રાઘવની મહેંદી સેરેમની હતી. મહેંદી સેરેમનીનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ગુરુદ્વારાનો ફોટો છે, જેમાં પરિણીતીના હાથ પર મહેંદી લાગેલી છે. પરિણીતી-રાઘવની મહેંદી સેરેમની દિલ્હીમાં યોજાઈ હતી. રાઘવના ઘરની બહાર ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ કારણોસર મહેંદી સેરેમની ફોટોઝ અને વીડિયો ઉપલબ્ધ નથી. પરિણીતીના ફેન પેજ પર આ ફોટો શેર કરવામાં આવ્યો છે.

પરિણીતી ચોપરાનો લુક
આ ફોટોમાં રાઘવ અને પરિણીતી પેસ્ટલ પિંક કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. પરિણીતી હાથ જોડીને નમન કરી રહી છે અને તેના હાથ પર મહેંદી લાગેલી છે. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

ઉદયપુરમાં થશે લગ્ન
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન ઉદયપુરમાં થશે. 23 સપ્ટેમ્બરથી લગ્નના ફંક્શન શરૂ થશે. 23 સપ્ટેમ્બરે પરિણીતી ચોપરાની ચુરા સેરેમની છે અને 24 સપ્ટેમ્બરે લગ્ન તથા રિસેપ્શન છે. 24 સપ્ટેમ્બરે બપોરે પરિણીતી-રાઘવના લગ્ન થશે અને સાંજે રિસેપ્શન યોજાશે. આ ફંક્શનમાં પરિવારજનો અને ખાસ મિત્રો શામેલ થશે.

ચંદીગઢમાં રિસેપ્શન
ઉદયપુર પછી બીજુ રિસેપ્શન ચંદીગઢની તાજ હોટલમાં યોજાશે. મીડિયા રિપોર્ટ અનુસાર આ રિસેપ્શન ગ્રાન્ડ રિસેપ્શન હશે, જેમાં અનેક રાજકારણીઓ સામેલ હશે. પરિણીતી ચોપરા બોલિવુડ મિત્રો માટે રિસેપ્શન પણ યોજી શકે છે, પરંતુ તે ક્યારે અને યોજાશે તેની જાણકારી નથી.

13 મેના રોજ રિંગ સેરેમની
પરિણીતી અને રાઘવની રિંગ મે 2023માં થઈ હતી. આ કાર્યક્રમ દિલ્હીમાં યોજાયો હતો. જેમાં પરિવારના સભ્યો અને કેટલાક ખાસ મિત્રો શામેલ થયા હતા.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ