બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Paresh Dhanani ticket was celebrated by the Congress and the absence of grassroots leaders became controversial
Last Updated: 03:20 PM, 14 April 2024
રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. પરેશ ધાનાણીને ટિકિટ મળતા કોંગ્રેસનાં કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી હતી. ઉમેદવાર જાહેર થવાની ઉજવણીમાં કોંગ્રેસનાં નેતાઓની ગેરહાજરી જોવા મળતા અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ઈન્દ્રનીલ રાજ્યગુરૂ, ર્ડા. હેમાંગ વસાવડા કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે લલિત કગથરા, મહેશ રાજપૂત અને પ્રદીપ ત્રિવેદી પણ કાર્યક્રમથી દૂર રહ્યા હતા.
ADVERTISEMENT

ગેરહાજર રહેલા નેતાઓ અન્ય કામમાં વ્યસ્ત હતાઃ અતુલ રાજાણી (પ્રમુખ, રાજકોટ જીલ્લા કોંગ્રેસ)
રાજકોટ કોંગ્રેસનાં પાયાનાં કાર્યકરો ઉજવણીમાં ગેરહાજરી જોવા મળતા આ સમગ્ર બાબતે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોઈ પણ પ્રકારનો જૂથવાદ નથી. અમે કોંગ્રેસનાં તમામ નેતાઓને મેસેજનાં માધ્યમથી જાણ કરી હતી. પરંતું ગેરહાજર રહેલા નેતાઓ અન્ય કામમાં વ્યસ્ત હતા. જેથી કાર્યક્રમમાં સામેલ થઈ શક્યા નથી.
ADVERTISEMENT


ADVERTISEMENT
2002 વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન થશે-પરેશ ધાનાણી
પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારનાં કોંગ્રેસી કાર્યકર્તા ઉપર સૌરાષ્ટ્રનાં પાટનગર સમાજ રાજકોટનાં રણ મેદાનમાં સેનાપતિ બનવા માટે કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. આ લડાઈ રાજકોટનાં સાંસદ બનવાની નથી. પરંતું આગામી પાંચ વર્ષ રાજકોટનાં જે પ્રશ્નો છે તેને વાચા આપવાની છે. રાજકોટ સામે જ પડકારો છે તે પડકારોને ઝીલવા માટેની છે. અને મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજકોટનાં રણ મેદાનમાં કોંગ્રેસનો કાર્યકર્તા જશે. જનજનનાં આર્શીવાદ મળશે.
ADVERTISEMENT
રાજકોટમાં હવે કડવા-લેઉવા પાટીદારનો જંગ જામશે
રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે. તેમજ ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.