બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 8 persons lost their lives in three accidents in the state

અકસ્માત / ગુજરાતમાં અકસ્માતની હારમાળા: ભાવનગર બાદ સુરેન્દ્રનગર જિલ્લામાં 2 કાળજું કંપાવે તેવી ટક્કર, કુલ 8ના મોત

Vishal Khamar

Last Updated: 02:05 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યમાં અકસ્માતની ત્રણ ઘટનામા 8 વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેમાં ટ્રેઈલર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે વ્યક્તિઓનાં ઘટનાં સ્થળે જ કમકમાટી ભર્યા મોત નિપજ્યા હતા.

સુરેન્દ્રનગરના દસાડામાં અકસ્માતમાં 2 નાં મોત નિપજ્યા છે. ગવાણા ગામ પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેઈલર અને ડમ્પરમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને ક્લીનરનું દાઝી જતા મોત નિપજ્યું છે. બંનેનાં મૃતદેહને પીએમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. 

કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3ના મોત 
પીંપળી-વટામણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ભોળાદ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 7 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. કાર અને ટ્રક સામ સામે આી જતા અકસ્માત સર્જાયો હતો. 

યાત્રાળુઓને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધી

ભાવનગર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા.  વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક દ્વારા સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. 

વધુ વાંચોઃ કેસરી કેરી રસિકો માટે માઠા સમાચાર, ખરણ આવતા ખેડૂતો ચિંતાતૂર, ભાવમાં પડ્યો આટલો ફટકો

પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ગમખ્વાર અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

8 Dead accident surendranagar અકસ્માત પોલીસ ફરિયાદ સુરેન્દ્રનગર Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ