બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Farmers in trouble due to erosion in the mango orchards of Gir Somnath
Last Updated: 01:00 PM, 14 April 2024
ગીર સોમનાથ જિલ્લાનાં ગીર વિસ્તારનાં આંબા વાડિયાનાં દરેક આંબામાં કેરીઓ ઝૂલી રહી છે. તો સાથે આંબાનાં નીચેનાં ભાગે જોશો તો સંખ્યાબંધ કેરી ખરી ગઈ છે. આથી આંબાવાડીયાનાં ખેડૂત ચિંતામાં મુકાયા છે. ઇજારદારનેએ ચિંતા સતાવી રહી છે કે "ખેડૂતને નક્કી કરેલી રકમ ચૂકવવાની છે. તો બીજી તરફ માર્કેટની અંદર નાની કેસર કેરીના એક કિલોના પાંચ રૂપિયા ભાવે વેચાઈ રહી છે. તો બીજી તરફ આંબાઓમાં ફૂટ ફ્લાવરિંગ અટકી ગયું છે.
ADVERTISEMENT
ગત વર્ષની સરખામણીએ આ વર્ષે કેસર કેરી માર્કેટમાં 40 ટકા આવવાની સંભાવના
ADVERTISEMENT
સાથો સાથ વેજીટેટિવ ગ્રોથ આવવાથી નવી કુપણો ફૂટવા લાગ્યા છે. તેને લઈને કેસર કેરી વધુ પ્રમાણમાં ખરી રહી છે કરી રહી છે. તો દસ દિવસ પહેલા જે નાની કેસર કેરીના એક કિલોના ભાવ 50 થી 60 રૂપિયા હતો તે કેસર કેરી આજે પાંચ રૂપિયામાં ખેડૂતો પાસેથી વેપારી ખરીદી રહ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વખતે કેસર કેરી માર્કેટમાં માત્ર 40 ટકા આવે એવી સંભાવના ખેડૂતો અને ઇજારદારો વ્યક્ત કરી રહ્યા છે.
વધુ વાંચોઃ રાજકોટની બેઠક બની રણમેદાન: ટિકિટ મળ્યા બાદ પરેશ ધાનાણી Exclusive
કેસર કેરીમાં ખરણને લઈ ખેડૂતો તેમજ ઈજારદારો મુશ્કેલીમાં
કેસરમાં ખરણને લઈ કેરી પકવતા ગીરનાં ખેડૂતો અને ઇજારદારો મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે .કૃષિ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ વર્ષે પ્રથમ તબક્કાનું અંદર ફ્લાવરિંગ આવ્યું છે. બાકીનું જે બીજો અને ત્રીજા તબક્કામાં નહિવત ફ્લાવરિંગ આવ્યું છે. તેમાં પણ રાત્રિના સમયે ઝાકળ અને દિવસની ગરમી પડવાને લઈ ખરણની પ્રક્રિયામાં વધારો થયો છે તેની સાથે સાથ બીજા અને ત્રીજા સ્ટેપનું જે ફ્લાવરિંગ નથી આવ્યું તેવા આંબાઓમાં હવે નવી કૂપણો પાંદડાઓ આવી રહ્યા છે તે કુદરતી પ્રક્રિયા છે અને તેમાં કોઈ ફેરફાર થઈ ના શકે આ સમગ્ર પ્રક્રિયા જોતા બજારમાં કેસર ઓછી આવશે જેને લઇ ને આ વર્ષે કેરી ના ભાવો આસમાને રહેશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
પહેલા જ વરસાદે તારાજી / કારમાં સવાર 6 લોકો ગુમ, તો બીજી તરફ મકાન ધરાશાયી, જોઇ લો બોટાદમાં મેઘરાજાનો કહેર
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / જેણે પ્લેન ક્રેશનો વીડિયો ઉતાર્યો, તે આર્યનની પોલીસે કરી અટકાયત, કારણ ચોંકાવનારું
ADVERTISEMENT