બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Rajkot Congress Lok Sabha candidate Paresh Dhanani reaction

પ્રતિક્રિયા / રાજકોટની બેઠક બની રણમેદાન: ટિકિટ મળ્યા બાદ પરેશ ધાનાણી Exclusive

Vishal Khamar

Last Updated: 11:15 AM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ લોકસભાનાં કોંગ્રેસના ઉમેદવારનું નામ જાહેર થતાની સાથે જ રાજકોટનાં કોંગ્રેસનાં કાર્યકરો ઉત્સાહિત થઈ ગયા હતા. આ બાબતે કોંગ્રેસનાં રાજકોટ લોકસભા બેઠકનાં ઉમેદવારે જણાવ્યું હતું કે, 2002 વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન થશે.

ગુજરાતની 26 લોકસભા બેઠકો પર આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજકોટ લોકસભાનાં કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરવામાં આવી હતી. કોંગ્રેસે રાજકોટ લોકસભા બેઠક માટે પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. ઉમેદવાર જાહેર થયા બાદ પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજકોટ માટે ઉમેદવાર બનાવ્યો તે બદલ મોવડી મંડળનો આભાર છે. તેમજ 2002 વિધાનસભા ચૂંટણીનું પુનરાવર્તન થશે. તમામ મોરચે લોકોની નારાજગી દૂર થશે. તેમજ ભાજપને જનતા જવાબ આપશે. 

No description available.

આગામી પાંચ વર્ષ રાજકોટનાં પ્રશ્નોને વાંચા આપવાનોઃ પરેશ ધાનાણી

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો એક મધ્યમવર્ગીય ખેડૂત પરિવારનાં કોંગ્રેસી કાર્યકર્તા ઉપર સૌરાષ્ટ્રનાં પાટનગર સમાજ રાજકોટનાં રણ મેદાનમાં સેનાપતિ બનવા માટે કોંગ્રેસ પક્ષનો આભાર માનું છું. આ લડાઈ રાજકોટનાં સાંસદ બનવાની નથી. પરંતું આગામી પાંચ વર્ષ રાજકોટનાં જે પ્રશ્નો છે તેને વાચા આપવાની છે.  રાજકોટ સામે જ પડકારો છે તે પડકારોને ઝીલવા માટેની છે.  અને મને સંપૂર્ણ વિશ્વાસ છે. રાજકોટનાં રણ મેદાનમાં કોંગ્રેસનો કાર્યકર્તા જશે. જનજનનાં આર્શીવાદ મળશે. 

વધુ વાંચોઃ ભાવનગર-અમદાવાદ હાઈવે પર ભયંકર અકસ્માત, સંઘમાં જતાં 3 યાત્રાળુને કચડી માર્યા, હાઈવે પર લોહીના રેલા

રાજકોટમાં હવે કડવા-લેઉવા પાટીદારનો જંગ જામશે
 રાજકોટ બેઠકથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ તૈયારીઓ દર્શાવતા રાજકોટ બેઠક પર ચૂંટણી જંગ જામ્યો છે.  તેમજ ચૂંટણી લડવા મનાવવા ગયેલા કોંગ્રેસ નેતાઓની માંગ ધાનાણીએ સ્વીકારી હતી. રાજકોટમાં ભાજપનાં પરશોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણી ચૂંટણી લડશે. રાજકોટમાં કડવા પાટીદાર સામે લેઉવા પાટીદારનો જંગ જામશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Lok Sabha candidate Rajkot News paresh dhanani પરેશ ધાનાણી પ્રતિક્રિયા રાજકોટ રાજકોટ કોંગ્રેસ લોકસભા ઉમેદવાર rajkot
Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ