બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ભાવનગરના સમાચાર / Fatal accident on Bhavnagar-Ahmedabad highway
Last Updated: 10:07 AM, 14 April 2024
ભાવનગર-અમદાવાદ હાઈવે પર હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં સનેસ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે યાત્રાળુઓને અડફેટે લીધા હતા. વાહન ચાલક અકસ્માત કરી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલક દ્વારા સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો. ત્યારે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
ADVERTISEMENT

ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
સનેસ ગામ નજીક અજાણ્યો વાહન ચાલક અકસ્માત સર્જી ફરાર થઈ ગયો હતો. વાહન ચાલકે સાત યાત્રાળુઓને અડફેટે લીધા હતા. જેમાં ત્રણ યાત્રાળુઓનાં સ્થળ પર જ મોત નિપજ્યા હતા. જ્યારે ચાર યાત્રાળુઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલીક 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. આ ઘટનાં એ સમયે બની જ્યારે 40 યાત્રાળુઓનો સંઘ ભાવનગર આવી રહ્યો હતો.
ADVERTISEMENT

પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ શરૂ કરી
આ ગમખ્વાર અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી અજાણ્યા વાહન ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ADVERTISEMENT
.jpg)
વધુ વાંચોઃ ગુજરાતમાં આજે આ જિલ્લાઓમાં વરસાદ ત્રાટકી શકે, હવામાન વિભાગની સક્રિય આગાહી
ADVERTISEMENT
ડ્રાઈવર અને ક્લીનરનું દાઝી જતા મોત
સુરેન્દ્રનગરના દસાડામાં અકસ્માતમાં 2 નાં મોત નિપજ્યા છે. ગવાણા ગામ પેટ્રોલ પંપ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. વહેલી સવારે ટ્રેઈલર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટ્રેઈલર અને ડમ્પરમાં આગ લાગી હતી. ડ્રાઈવર અને ક્લીનરનું દાઝી જતા મોત નિપજ્યું છે. બંનેનાં મૃતદેહને પીએમ અર્થે પાટડી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
.jpg)
ADVERTISEMENT
કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં 3ના મોત
પીંપળી-વટામણ હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. ભોળાદ પાટીયા પાસે કાર અને ટ્રક વચ્ચેનાં અકસ્માતમાં 3 લોકોનાં મોત નિપજ્યા હતા. ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા 7 લોકોને હોસ્પિટલ ખસેડાયા હતા. કાર અને ટ્રક સામ સામે આી જતા અકસ્માત સર્જાયો હતો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.