બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / Parents who give 'Bournvita' to children beware

કાર્યવાહી / બાળકોને 'Bournvita' પીવડાવતા વાલીઓ સાવધાન! NCPCRએ કહ્યું 'આરોગ્ય પર થઈ શકે છે પ્રતિકૂળ અસર'

Malay

Last Updated: 11:38 AM, 27 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાળકોને બોર્નવિટા પીવડાવતા વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. બોર્નવિટાની ગેરમાર્ગે દોરતી એડ બંધ કરવા મોન્ડિલિઝને NCPCRએ સૂચના આપી છે. NCPCRએ કહ્યું છે કે, બોર્નવિટામાં ખાંડ-અન્ય તત્વોનું પ્રમાણ વધુ છે.

  • બોર્નવિટા બનાવતી કંપનીને નોટિસ 
  • બોર્નવિટામાં ખાંડ-અન્ય તત્વોનું પ્રમાણ વધુઃ NCPCR
  • બાળકના આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ શકે: NCPCR

બોર્નવિટાને લઈને શરૂ થયેલો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. હવે નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (NCPCR)એ બોર્નવિટાને નોટિસ ફટકારી છે. કમિશને બોર્નવિટા બનાવતી કંપની મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ ઈન્ડિયાને કહ્યું છે કે તે તેની તમામ પ્રોડક્ટની તમામ ભ્રામક જાહેરાતો, પેકેજિંગ અને લેબલોની સમીક્ષા કરે. કંપની પર આરોપ છે તે તેના ઉત્પાદનમાં વધુ માત્રામાં ખાંડ ભેળવે છે, જે બાળકોના સ્વાસ્થ્ય પર નુકસાનકારક અસર કરી શકે છે.

NCPCRએ લખ્યો પત્ર 
મોન્ડેલેઝ ઈન્ટરનેશનલ ઈન્ડિયાના પ્રેસિડેન્ટ દીપક અય્યરને લખેલા પત્રમાં NCPCRએ કહ્યું કે, તેને એક ફરિયાદ મળી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે બોર્નવિટા, જે પોતાને હેલ્થ પાવડર અથવા હેલ્થ ડ્રિંક જણાવીને પ્રચાર કરે છે, તેમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે જે બાળકોના સ્વાસ્થ્ય પર હાનિકારક અસર કરી શકે છે.

ગ્રોહકોને ગેરમાર્ગે દોરી રહી છે જાહેરાતો
કંપનીને 21 એપ્રિલે ફટકારવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, 'કમિશનને જાણવા મળ્યું છે કે તમારી કંપનીમાં બનેલી પ્રોડક્ટ તેના પેકેજિંગ અને જાહેરાતોના માધ્યમથી ગ્રાહકોને ગેરમાર્ગે દોરી રહી છે. આ ઉપરાંત તમારી પ્રોડક્ટનું લેબલિંગ અને પેકેજિંગ પણ બોર્નવિટા પ્રોડક્ટ બનાવવામાં વપરાતી સામગ્રી વિશે સાચી માહિતી આપતું નથી.' વધુમાં જણાવવામાં આવ્યું છે કે, FSSAI અને ગ્રાહક સુરક્ષા કાયદાની માર્ગદર્શિકા અને નિયમો હેઠળ લેબલિંગમાં જે બાબતો ફરજિયાત રીતે જણાવવી જોઈએ, તે જણાવવામાં પણ કંપની નિષ્ફળ રહી છે. આયોગે બોર્નવિટાના બોક્સ પર ઉત્પાદનમાં વપરાતી માત્રા જણાવવા આવે છે, તેને લઈને પણ આયોગે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે, કંપની નિયમોનું પાલન નથી કરતી.

'પ્રથમ દ્રષ્ટિએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019નું ઉલ્લંઘન'
નોટિસમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે પ્રોડક્ટમાં બાળકો પર આવા ફોર્મ્યુલાની હાનિકારક અસરો દર્શાવતી કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી, જે પ્રથમ દૃષ્ટિએ ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019નું ઉલ્લંઘન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ