બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અમદાવાદના સમાચાર / Paranormal sightings of Koteshwar Mahadev at Koteshwar village in Ahmedabad

દેવ દર્શન / નીરવ શાંત વાતાવરણમાં મહાદેવની હાજરીનો અહેસાસ, ગુજરાતની એવી પવિત્ર જગ્યા જ્યાં સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ ઉર્જા ભરી દેશે

Published By: Vishal Khamar

Last Updated: 01:18 PM, 22 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ નજીક કોટેશ્વરગામમાં સાબરમતી નદી કિનારે સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનુ મીની સોમનાથ તરીકે જાણીતુ મંદિર આવેલુ છે. રાજસ્થાનના બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી કરી નાગરશૈલીમાં બનાવવામાં આવેલા મહાદેવના મંદિરમાં શ્રાવણ, શિવરાત્રી અને શનિ રવિ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવે છે.

  • કોટેશ્વર ગામમાં કોટેશ્વર મહાદેવનુ મંદિર 
  • સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ
  • અખંડધૂણીથી મંદિરનુ પ્રાંગણ સુવાસિત 

 અમદાવાદ નજીક સાબરમતી નદી કિનારે કોટેશ્વરગામમાં કોટેશ્વર મહાદેવનુ મંદિર આવેલુ છે . સોમનાથ મંદિરની આબેહુબ પ્રતિકૃતિ કોટેશ્વર મહાદેવનુ મંદિર મીની સોમનાથ તરીકે જાણીતુ છે. સાબરમતી નદીના કિનારે લીલાછમ વૃક્ષોની વચ્ચે  નીરવ શાંત વાતાવરણ મહાદેવની હાજરીનો અહેસાસ કરાવે છે.  મંદિરને નાગરશૈલીમાં બનાવવામાં આવ્યુ છે  રાજસ્થાનના બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી કરી કોટેશ્વર મહાદેવ મંદિરની સુંદર સજાવટ કરવામાં આવી છે.

બંસીપહાણપુરના પત્થર પર કલાત્મક કોતરણી 
હાલ જ્યાં કોટેશ્વર છે ત્યાં  દેરી પાસે એક સંત શિવભક્તિ કરતા અને ત્યાં જ રહેતા હતા એકવાર ગાયકવાડ કોટેશ્વર પાસેથી પસાર થયા. ત્યારે થોડીવાર સંત પાસે રોકાયા આ નાની મુલાકાતમાં સંતથી પ્રભાવિત ગાયકવાડે મંદિર બનાવવા સંતને સહાય કરી હતી.  શિવલીંગની સામે મંદિરમાં બે નંદી છે. શ્વેત નંદી મંદિરના ઘુમ્મટ નીચે અને શ્યામ નંદી મંદિરની બહારના છત્ર નીચે બિરાજે છે.

અખંડધૂણીથી મંદિરનુ પ્રાંગણ સુવાસિત 
દર્શનાર્થીઓની પોતાની મનોકામનાની અરજ  શ્વેત નંદી કાનમાં કરે છે. મંદિરના શિખર પાસે થી સૂર્યાસ્તના કિરણો  ભોલેબાબાને સાક્ષાતકાર કરાવે છે. ગુજરાત મહારાષ્ટ્ર અને કાશીના વિદ્વાન બ્રાહ્મણો દ્વારા અતિરુદ્ર મહાયજ્ઞ કર્યા બાદ તેની અખંડધૂણી મદિરના પ્રાંગણને સુવાસિત રાખે છે. શ્રાવણ, શિવરાત્રી અને શનિ રવિ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે.  દિવસ દરમ્યાન ચાલતા નિયમિત લઘુરુદ્રપાઠાત્મક મંદિરમાં અનોખી ઉર્જા ઉત્પન્ન કરે છે. મંદિરના પ્રાંગણમાં વર્તાતી શાંતિ, સાંજનુ વાતાવરણ અને સતત ચાલતા શિવમંત્રો દર્શનાર્થીઓને  પ્રફુલ્લિત કરે છે.

શંખ ડમરુ અને ખંજરીની ગુંજથી ભક્તિમય વાતાવરણ
મુખ્ય મંદિરની જમણી બાજુ રામલક્ષમણજાનકી બિરાજમાન છે. મંદિરની ડાબી બાજુ ધોલેશ્વર મહાદેવ બિરાજે છે.  મહાદેવજીના દર્શન કર્યા બાદ મંદિરના પ્રાંગણમાં ધૂણી પાસે ચાલતી શિવમંત્રની ધૂન વાતાવરણને પ્રફૂલ્લિત કરી ભાવિકોને શાતા પ્રદાન કરે છે. ભોળેનાથના મંદિરમાં સંધ્યા આરતી સમયે વાગતા શંખ ડમરુ અને  ખંજરી  ભક્તિમય વાતાવરણનુ અલૌકિક સર્જન કરે છે. આરતી બાદ ભક્તો પર જળનો છંટકાવ પવિત્ર અનુભૂતિનો અહેસાસ કરાવે છે ત્યારબાદ મંદિર પરિસર  હરહર મહાદેવના નારાથી ગૂંજી ઉઠે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Koteshwar Mahadev Koteshwar Village Supernatural Darshan temple of Mahadev કોટેશ્વર ગામ કોટેશ્વર મહાદેવ મહાદેવનું મંદિર DEVDARSHAN

Published by

Vishal Khamar

Vishal Khamar is working as Sr. Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ