બ્રેકિંગ ન્યુઝ
VTV / બિયોન્ડ વીડિયોઝ / pani puri seller income per day salary panipuri business golgappa business watch viral video
Vikram Mehta
Last Updated: 02:49 PM, 12 December 2023
ADVERTISEMENT
ઘણા લોકોને એવું લાગતું હશે કે, પાણીપુરી વેચવી તે ખૂબ જ સામાન્ય કામ છે. મોટાભાગના લોકોના મોઢામાં પાણીપુરીનું નામ સાંભળતા જ પાણી આવી જાય છે. પાણીપુરીની લારીવાળાએ લોકોને તેની કમાણી વિશે જાણકારી આપી છે.
એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે વિડીયો શેર કર્યો છે. જેમાં તે પાણીપુરીની લારીવાળાને પૂછે છે કે, તમે એક દિવસમાં કેટલી કમાણી કરો છો? જેના જવાબમાં તે જણાવે છે કે, દરરોજ 2,500 રૂપિયાની કમાણી થાય છે. 15 લાખથી વધુ લોકોએ આ વિડીયો જોયો છે. પાણીપુરીવાળાએ તેનું નામ જણાવ્યું નથી.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘તેઓ ઘણી મહેનત કરે છે. બધી વસ્તુ જાતે જ બનાવવી પડે છે અને પછી આખો દિવસ ઊભા રહીને પાણીપુરી વેચે છે.’ અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આ રીતે કામ કરવું તે ખૂબ જ મુશ્કેલ છે. ગરમી, ઠંડી અને વરસાદમાં સતત ઊભા રહેવું પડે છે. ઘણી વાર પૈસા ચોરી પણ થઈ જાય છે.’
આ વિડીયો પર અન્ય યૂઝરે કમેન્ટ કરી છે કે, ‘આ એકદમ ખોટી વાત છે. વિડીયો જોઈને કોઈ તેમને લુંટી લેશે તો? તમારે ચહેરો બ્લર કરી દેવો જોઈએ. તેઓ ખૂબ જ મહેનત કરે છે. આ રીતે તેમની ઓળખ આપીને તમે તેમનો જીવ જોખમમાં મુકો છો.’
ઘણા લોકોએ પાણીપુરીવાળાની કમાણી જાણીને ખુશી વ્યક્ત કરી છે. કદાચ તે ખર્ચ અને બચતમાં કન્ફ્યુઝ થઈ ગયો છે. અનેક લોકોએ પાણીપુરીવાળીની માસિક અને વાર્ષિક આવકનો હિસાબ પણ કરી લીધો કે, એક દિવસમાં 2,500 રૂપિયાની કમાણી કરે છે, તો મહિને 75,000 રૂપિયા કમાતો હશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ઈંગ્લેન્ડની ભારત ટૂર / વનડે-ટી20 સીરિઝ માટે ભારતે આ સ્ટાર ખેલાડીને ન આપ્યાં વીઝા, ઈંગ્લેન્ડને પડ્યો મોટો ફટકો
ADVERTISEMENT