જો તમે પણ હજુ સુધી તમારા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કર્યું તો જલદી જ કરાવી લો. જો તમે 31 માર્ચ 2023 સુધીમાં પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નથી કરતાં તો તમારું પાનકાર્ડ ઇનએક્ટિવ થઇ શકે છે.
31 માર્ચ 2023 બાદ પાનકાર્ડ થઈ જશે ઇનએક્ટિવ
આ વખતે તારીખ લંબાવવાના મૂડમાં નથી આવકવેરા વિભાગ
જાણો પાન-આધારને લિંક કરવાની સમગ્ર પ્રોસેસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)એ જાહેર કર્યું છે કે 31 માર્ચ 2023 સુધીમાં કરદાતા પાનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક નહીં કરે તો તેમના પાનકાર્ડને નિષ્કિય કરી દેવામાં આવશે. વિભાગે એમ પણ જણાવ્યું છે કે, પાનકાર્ડને આધાર સાથે જોડવામાં નિષ્ફળ રહેલી વ્યક્તિના પાન નિષ્કિય થઈ જતાં પાનકાર્ડ માટેની તમામ પ્રક્રિયા સ્થિગિત થઈ જશે. જો પાનને આધાર સાથે લિંક નહીં કરવામાં આવે તો પાનકાર્ડ ઇનએક્ટિવ થઈ જશે.
પાનકાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનો મામલે સિનિયર ચાર્ટડ એકાઉન્ટન્ટ અજીત શાહનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું કે, CBDT દ્વારા સર્ક્યુલર જાહેર કરી નિર્ણય લેવામાં આવ્યો છે. વર્ષ 2020થી પાન કાર્ડ સાથે આધાર કાર્ડ લિંક કરાવવાનું કહેવામાં આવી રહ્યું છે. બંન્ને સરકારી એજન્સી છે તો જાતે લિંક કેમ નથી કરતી એ સમજાતું નથી. કાર્ડ કાઢતા સમયે ડોક્યુમેન્ટ આપવામાં આવે છે. આવો નિર્ણય પાછળનું કારણ જાણવા મળતું નથી.
અજીત શાહ (સિનિયર ચાર્ટડ એકાઉન્ટન્ટ)
31 માર્ચ સુધીમાં લિંક ન કરાવ્યું તો....
તેઓએ જણાવ્યું કે, 31 માર્ચ પહેલા નાગરિકે પાન સાથે આધાર કાર્ડ લિંક કરાવવુ જરૂરી. 31 માર્ચ સુધીમાં લિંક નહીં કરાવનારનું પાન કાર્ડ અનએક્ટિવ થઈ જશે. પાન કાર્ડ ડિએક્ટિવ થતા પહેલી મુશ્કેલી બેંક ખાતામાં આવશે. પહેલા પાન કાર્ડ સાથે આધાર લિંક કરાવવાની ફી રૂ.50 હતી બાદમાં રૂ.500 થઈ હતી. પાન કાર્ડ સાથે આધાર લિંક કરાવવાની હવે રૂ.1000ની પેનલ્ટી છે. 31 માર્ચ બાદ લિંક કરાવવા માટે રૂ.10,000ની વાત સોશિયલ મીડિયા પર ચાલી રહી છે.
મહિલાઓને સૌથી વધુ અસર થશે: CA
ચાર્ટડ એકાઉન્ટન્ટ અજીત શાહે જણાવ્યું કે, દંડ વિશે CBDT કે અન્ય કોઈ સરકારી માધ્યમ દ્વારા સત્તાવાર સરર્ક્યુલેશન જાહેર કરાયું નથી. આ નિર્ણયથી મહિલાઓને સૌથી વધુ અસર થશે. મહિલાઓ રિર્ટન નથી ભરતી જેથી તેમનું પાન કાર્ડ આધાર સાથે લિંક નથી હોતું. રિટર્ન ન ભરનાર વ્યક્તિને ખ્યાલ પણ નથી હોતો કે તેમનું પાન કાર્ડ આધાર કાર્ડ સાથે લિંક છે કે નહીં. 31 માર્ચ બાદ ખાસ ગામડાઓના લોકોને મુશ્કેલી થશે.
પાન-આધાર લિંક છે કે નહીં, કેવી રીતે જાણશો?
- incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જાઓ
- ડાબી બાજુ `ક્વિક લિંક્સ'નો વિકલ્પ જોવા મળશે
- `ક્વિક લિંક્સ'ના વિકલ્પમાં `લિંક આધાર' પર ક્લિક કરો
- જો પાન-આધાર જોડવા અરજી આપેલી હોય તો પેજ તપાસો
- હવે આ લિંક તમને બીજા પેજ પર લઈ જશે
- અહીં પાનકાર્ડ અને આધારકાર્ડ નંબર દાખલ કરો
- વ્યૂ લિંક આધાર સ્ટેટસ ઉપર સ્ટેટસ ચેક કરો
- માહિતી દાખલ કર્યા બાદ પાનકાર્ડ અને આધારકાર્ડ લિંક અંગેની માહિતી મળશે
પાનકાર્ડને આધારકાર્ડ સાથે કેવી રીતે લિંક કરવું?
- incometaxindiaefiling.gov.in વેબસાઈટ પર જવું પડશે
- `લિંક આધાર'ના વિકલ્પ ઉપર ક્લિક કરવાનું રહેશે
- `લિંક આધાર' ઉપર ક્લિક કર્યા બાદ એક પેજ ખુલશે
- પેજમાં પાનકાર્ડ, આધારકાર્ડ નંબરની માહિતી પૂછવામાં આવશે
- તમામ માહિતી ભર્યા પછી તમારુ કાર્ડ લિંક થશે
- ઓનલાઈન લિંકિંગમાં કોઈ સમસ્યા હોય તો SMSથી પણ લિંકિંગ થઈ શકશે
- રજિસ્ટર્ડ નંબર પરથી UIDPN લખીને આધાર નંબર લખવો, સ્પેસ આપીને PAN નંબર લખવો
- માહિતી ભરીને તેને 567678 અથવા 56161 પર મોકલવાનો રહેશે