બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / pan aadhaar link last date how to link pan with aadhar check online

તમારા કામનું / જલ્દી કરો! હવે સમય નથી, ફટાફટ તમારું આધાર-પાન લિંક કરો, નહીં તો થશે મસમોટો દંડ

Manisha Jogi

Last Updated: 02:51 PM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ મહિને આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો ખૂબ જ પરેશાની થઈ શકે છે અને મોટો દંડ પણ ચૂકવવો પડી શકે છે.

  • પાન-આધાર લિંક કરાવવું જરૂરી
  • નહીંતર ચૂકવવો પડી શકે છે મસમોટો દંડ
  • આ રીતે પાન-આધાર લિંક કરાવો

શું તમે હજુ સુધી પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કર્યું નથી, તો ટૂંક સમયમાં લિંક કરાવી દો. આ મહિને આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો ખૂબ જ પરેશાની થઈ શકે છે અને દંડ પણ ચૂકવવો પડી શકે છે. પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે. આ તારીખ સુધીમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવામા નહીં આવે તો તે નિષ્ક્રિય થઈ જશે. 

જે માટે ઈન્કમટેક્સ વિભાગે એક નોટીસ જાહેર કરી છે. આ નોટીસમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો 1,000 રૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. જેના કારણે અનેક કામ અટકી જશે. ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડ, સ્ટોક બેન્ક એકાઉન્ટ ઓપન કરવામાં તથા રોકાણ કરવામાં પણ મુશ્કેલી થશે. 

10,000 રૂપિયા દંડ કોણે ભરવાનો રહેશે?
જે પાન કાર્ડ રજૂ કરવામાં આવે તે વૈદ્ય ના હોય તો, ઈન્કમટેક્સ અધિનિયમ 1961ની ધારા 272N હેઠળ નિર્ધારણ અધિકારી આદેશ જાહેર કરી શકે છે. જે માટે દંડ તરીકે 10,000 રૂપિયા ચૂકવવાના રહેશે. એકથી વધુ પાનકાર્ડ રાખનાર પર પણ 10,000 રૂપિયાનો દંડ લગાવવામાં આવશે, ઉપરાંત બીજુ પાનકાર્ડ સરેન્ડર કરવાનું રહેશે. 

પાન-આધાર લિંક કરાવો
પાનકાર્ડધારક SMSથી અને ઓનલાઈન બંને પ્રકારે પાન-આધાર લિંક કરાવી શકે છે. SMSમાં તમારે રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 567678 અથવા 56161 નંબર પર એક SMS કરવાનો રહેશે. ઉપરાંત ઈન્કમટેક્સ પોર્ટલ પરથી ઓનલાઈન પાન-આધાર લિંક કરાવી શકાશે.

ઓનલાઈન પાન-આધાર લિંક

  • સૌથી પહેલા ઈન્કમટેક્સની વેબસાઈટની મુલાકાત લો.
  • આધારકાર્ડમાં રાખેલ નામ, પાન નંબર અને આધાર નંબર એન્ટર કરો. 
  • હવે આધાર કાર્ડમાં જન્મનું વર્ષ આપ્યું હશે, તેના પર સ્ક્વેર ટીક કરો. 
  • હવે કેપ્ચા કોડ એન્ટર કરો.
  • હવે લિંક આધાર બટન પર ક્લિક કરો. 
  • હવે તમારું પાન કાર્ડ અને આધાર કાર્ડ લિંક થઈ જશે. 

નિષ્ક્રિય પાન નંબર કેવી રીતે ચાલુ કરવો
નિષ્ક્રિય પાન કાર્ડ ચાલુ કરી શકાય છે. જે માટે એક SMS કરવાનો રહેશે. હવે મેસેજ બોક્સમાં જઈને રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 10 અંકનો પાન નંબર એન્ટર કરો અને સ્પેસ આપીને 12 નંબરનો આધાર નંબર એન્ટર કરો. હવે 567678 અથવા 56161 પર SMS કરવાનો રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ