બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Palitana Jain temple attack case Harsh Sanghvi gave big orders in the meAeting

મિટિંગ / પાલીતાણા જૈન મંદિર હુમલાનો મામલો, હર્ષ સંઘવીએ બેઠકમાં આપ્યા મોટા આદેશ

Published By: Mahadev Dave

Last Updated: 10:32 PM, 16 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાલીતાણા જૈન મંદિરમાં હુમલા મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નોંધ લઈ અને હાઈલેવલની બેઠક બોલાવી હતી. જેમાં જવાબદારો સામેં આકરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

  • પાલીતાણા જૈન મંદિરમાં હુમલાનો મામલો
  • ગૃહ વિભાગે સમગ્ર મામલે બોલાવી હાઇ લેવલની બેઠક
  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં બેઠક 


પાલીતાણા ખાતે આવેલ જૈન મંદિર હુમલાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો હતો. બીજી બાજુ આ મામલે ગૃહ વિભાગે પણ નોંધ લીધી છે અને હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં ઉચ્ચ પોલીસ આધિકારીઓની હાજરીમાં મિટિંગ યોજી હતી. પાલીતાણા શ્રી શત્રુંજય મહાતીર્થમાં બનેલ  હુમલાની ઘટનાને લઈને ગૃહ વિભાગ દ્વારા સમગ્ર મામલે હાઇ લેવલની બેઠક બોલાવવામાં આવી હતી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વીડિયો કોન્ફરન્સ યોજઇ હતી. જેમાં આકરી કાર્યવાહીના આદેશ કરવામાં આવ્યા છે.


IG, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં હુમલા અંગે ચર્ચા કરી સમગ્ર વિગત જાણવામાં આવી હતી. ઉપરાંત હાલ આ મામલે તપાસ અને પગલાં અંગે પણ હર્ષ સંઘવીને માહિતગાર કરવામા આવ્યા હતા. જેમાં ઉચ્ચ કક્ષાએથી જવાબદારો સામે પગલાં ભરવા ગૃહમંત્રી દ્વારા સંબંધિત વિભાગમાં સૂચના આપવામાં આવી હતી. આ બેઠકમાં IG, SP સહિતના ઉચ્ચ અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાયા હતા. આ દરમિયાન પોલીસ અધિકારીઓને સઘન તપાસ હાથ ધરી કડક પગલાં ભરવા સૂચના આપાઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.


૨૦૩૬ ના ઓલમ્પિક્સના યજમાન બનવાની નેમ સાથે બેઠક

આ ઉપરાંત વર્ષ ૨૦૩૬ ના ઓલમ્પિક્સના યજમાન બનવાની નેમ સાથે ગુજરાતે આ માટેની પ્રારંભિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ અંગે અમદાવાદ ખાતે કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના આગેવાનો જોડાયા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં અનેક ચર્ચા કરવામાં આવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

ગૃહ રાજ્યમંત્રી પાલીતાણા હર્ષ સંઘવી હાઈલેવલની બેઠક Harsh Sanghvi

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ