Pakistani Singer Rabi Pirzada Is Getting Troll On Social Media Over Her Fidayeen Dress
ટ્રોલ /
આ પાકિસ્તાની સિંગરે બોમ્બ સાથેનું જેકેટ પહેરી મોદીને આપી ધમકી, લોકોએ કહ્યું આ તમારો રાષ્ટ્રીય પોશાક છે
Team VTV04:01 PM, 23 Oct 19
| Updated: 07:03 PM, 23 Oct 19
પાકિસ્તાનની ગાયિકા રાબી પીરઝાદા તેના એક ટ્વીટને લઇને ટ્વિટર પર ખૂબ જ ટ્રોલ થઇ હતી. રાબીએ એક પોસ્ટમાં તેને એક ફોટો મુક્યો હતો જેમાં તે સ્યૂસાઇડ બોમ્બરના અવતારમાં જોવા મળે છે. તેણે સ્યૂસાઇડ વેસ્ટ પહેર્યું છે. સોશ્યલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કરીને તેણે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ધમકી આપી છે.
મોદીને ધમકી આપવી ભારે પડી, પાકિસ્તાની ગાયિકા ટ્વિટર પર ટ્રોલ થઇ ગઇ
સ્યૂસાઇડ બોમ્બરના અવતારમાં જોવા મળે છે પાકિસ્તાની ગાયિકા
જોકે પરીઝાદાએ વિચાર્યુ હતુ કે આ ફોટો પોસ્ટ કર્યા પછી તેના લોકો વખાણ કરશે પરંતુ ઉલ્ટું યુઝર્સે તેને બરોબર ટ્રોલ કરી હતી. ઘણા ટ્વીટર હેન્ડલ પરથી પૂછવામાં આવ્યું હતું કે શું આ તેમનો રાષ્ટ્રીય પહેરવેશ છે ? અમુક યુઝર્સે ભારત, જાપાન અને અન્ય દેશના પહેરવેશની તસવીરો સાથે તેની તસવીર મર્જ કરીને અલગ અલગ દેશના પહેરવેશ વિશેની વાત કહી હતી.તો એક યૂઝરે પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાન ખાનની અનુરોધ કર્યો કે,''તેઓ પાકિસ્તાનના નેશનલ ડ્રેસ તરીકે જાહેર કરે છે.''
આ પહેલી વખત નથી જ્યારે પાકિસ્તાની સિંગર વિવાદમાં આવી હોય. આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં પણ તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ઘણા બધા સાપ અને મગર સાથે તે દેખાઇ હતી. કાશ્મીર પર ભારતના નિર્ણય બાદ તે મોદી પર રેપ્ટાઇલ અટેકની ધમકી આપી રહી હતી. ઘણા લોકોએ તેને નોનસેન્સ કહીને જલદીથી સાજા થવા માટે કહ્યું હતું.
ગત મહિને પંજાબ વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એન્ડ પાર્ક્સ વિભાગે રાબી વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેમાં અજગર અને અન્ય પ્રાણીઓને પાળતૂ પ્રાણીઓ તરીકે રાખવાના મુદ્દે કાર્યવાહી થઇ હતી. લાહોર કોર્ટે આ મુદ્દે તેની વિરુદ્ધ ધરપકડનું વોરંટ ઇશ્યૂ કર્યું છે.