બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / વિશ્વ / pakistani journalist praises pm narendra modi after he applauded pooja gehlot for bronze

કંઈક શિખો / PM મોદીનાં એક ટ્વિટ પર પાકિસ્તાની પત્રકાર થઈ ગયો ફીદા, પોતાના દેશનાં નેતાઓને આપી દીધી સલાહ

Pravin

Last Updated: 10:42 AM, 8 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીમાં કાંસ્ય પદક જીતનારી પૂજા ગહલોત ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ રહેતા દેશવાસીઓ પાસેથી માફી માગતા પીએમ મોદીએ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર ધીરજ અપાવી હતી.

  • કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ દમ દેખાડી રહ્યા છે 
  • દેશવાસીઓ ખેલાડીઓના પ્રદર્શનથી ખુશ છે
  • પીએમ મોદીએ એક ખેલાડી નિરાશ થતાં ટ્વિટ કરી સાંત્વના આપી હતી

કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીમાં કાંસ્ય પદક જીતનારી પૂજા ગહલોત ગોલ્ડ મેડલ જીતવામાં નિષ્ફળ રહેતા દેશવાસીઓ પાસેથી માફી માગતા પીએમ મોદીએ ટ્વિટ કરીને સોશિયલ મીડિયા પર ધીરજ અપાવી હતી. ભારત જ નહીં પણ બહારના દેશોમાં પણ સોશિયલ મીડિયા યુઝર્સ પીએમ મોદીના વખાણ કરતા થાકતા નથી. આ જ ક્રમમાં પાકિસ્તાનના એક પત્રકારે પણ પીએમ મોદીના વખાણ કરતા પોતાના દેશના નેતાઓ પર કટાક્ષ કર્યો હતો. 

હકીકતમાં જોઈએ તો, ગોલ્ડ મેડલ ન લાવી શકતા નિરાશ થયેલી પૂજાના વખાણ કરતા પીએમ મોદીએ લખ્યું હતું કે, પૂજા આપે મેડલ લાવ્યો તે માફી નહીં પણ જશ્નના હકદાર છો. આપના જીવનની યાત્રા અમને પ્રેરણા આપે છે. આપની સફળતા અમને ખુશીઓ આપે છે. આપના ભવિષ્યમાં હજૂ પણ મોટી સફળતાઓ મળશે. આવી જ રીતે ચમકતા રહો. પીએમ મોદીનું આ ટ્વિટ થોડી વારમાં જ વાયરલ થવા લાગ્યું હતું.

આ અગાઉ મહિલા ફ્રીસ્ટાઈલ કુશ્તીમાં બ્રોન્ઝ જીતવા પર પૂજાએ કહ્યું હતું કે, હું દેશવાસીઓ પાસે માફી માગુ છું. મારી ઈચ્છા હતી કે, અહીં રાષ્ટ્રગાન વાગે. પણ હું મારી ભૂલોમાંથી શિખીશ અને તેના પર કામ કરીશ.

પાકિસ્તાની પત્રકારે પીએમ મોદીના વખાણ કર્યા

પીએમ મોદીએ પૂજાના વખાણ કરતા તેમને ધીરજ અપાવી હતી, તેમના આ ટ્વિટને પત્રકાર શિરાજ હસનની પણ પ્રતિક્રિયા આવી છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે, આવી રીતે ભારત પોતાના એથલિટોને પ્રોજેક્ટ કરે છે. પૂજા ગહલોતે કાંસ્ય જીત્યો અને દુ:ખ વ્યક્ત કર્યું કારણ કે, તે ગોલ્ડ મેડલ જીતી શકી નહી અને પીએમ મોદીએ તેમને જવાબ આપ્યો. ક્યારેય પાકિસ્તાનના પીએમ અથવા રાષ્ટ્રપતિએ આવો મેસેજ આપ્યો છે ? તેમને એ પણ ખબર છે કે, પાકિસ્તાની એથલિટ મેડલ જીતી રહ્યા છે ? 

એક યુઝર્સે તો લખ્યું છે કે, આ જ કારણ છે કે મોદી બેસ્ટ છે. ગૌતમ આનંદ નામના યુઝર્સે ટ્વિટર પર લખ્યું છે, જ્યારે પીએમ ખુદ આપને પ્રેરિત અને પ્રોત્સાહિત કરે છે. સમ્માન. અમને તમારા પર ગર્વ છે પૂજા ગહલોત.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ