બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / Pakistan warns Iran of serious 'consequences' following missile attack on terror bases in Balochistan

પાક. ખળભળ્યું / VIDEO : ઈરાને ભારતવાળી કરી, પાકિસ્તાનમાં ઘુસીને કરી એર સ્ટ્રાઈક, ચારે તરફ મચ્યો હાહાકાર

Hiralal

Last Updated: 03:02 PM, 17 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાને આખી દુનિયાની ચોંકાવી દીધી છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડે પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી દીધી હતી.

  • પાકિસ્તાન અને ઈરાન વચ્ચે તણાવ
  • ઈરાને પાક.ના બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા કરી એર સ્ટ્રાઈક
  • 5 બાળકોના મોત, પાકિસ્તાને ગંભીર પરિણામો ભોગવવાની આપી ચીમકી

ભારતના પડોશી પાકિસ્તાનનો એક નવો દુશ્મન ઊભો થયો છે. ઈરાને કોઈ પણ જાતની ઉશ્કેરણી વગર પાકિસ્તાનની એરસ્પેસમાં ઘૂસીને હુમલા કર્યા હતા, જેમાં બે બાળકો માર્યા ગયા હતા અને અન્ય ત્રણ ઘાયલ થયા હતા. ઈરાનના  રિવોલ્યુશનરી ગાર્ડે બલુચિસ્તાનમાં આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી હતી. 

જૈશ અલ-અદલના ઠેકાણા નષ્ટ કર્યાં 
ઈરાનની સેનાએ પાકિસ્તાનમાં જૈશ અલ-અદલ સાથે જોડાયેલા બે લક્ષ્યોને નિશાન બનાવ્યા છે. આ ઠેકાણાઓ પર મિસાઈલ અને ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો અને તેને નષ્ટ કરવામાં આવ્યો. દાવો કર્યો હતો કે હુમલો કરાયેલા ઠેકાણા બલુચિસ્તાનમાં આવેલા છે. જૈશ અલ-અદલ એક આતંકવાદી સંગઠન છે જે પાકિસ્તાનથી ઓપરેટ થાય છે. આ જૂથ પર ઈરાન સરહદ પર આતંકવાદી હુમલા કરવાનો આરોપ છે. ઈરાને પણ આ હુમલાઓને લઈને પાકિસ્તાન સામે સખત વાંધો વ્યક્ત કર્યો છે. ગત મહિને ઈરાનના સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર આતંકી હુમલો થયો હતો, ત્યારબાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. આ હુમલાઓ બાદ બંને દેશો વચ્ચે ફરી એકવાર તણાવ વધવાની શક્યતા છે.

ઈરાને કેમ કર્યાં મિસાઈલ હુમલા 
જૈશ અલ-અદલ પાકિસ્તાની ધરતીમાંથી ઓપરેટ થતું આતંકી સંગઠન છે અને તેણે તાજેતરમાં ઈરાનની બોર્ડરમાં હુમલા કર્યાં હતા જેમાં ઈરાની સેનાના 11 જવાન માર્યાં હતા. 11 જવાનોનો બદલો લેવા માટે ઈરાને એરસ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણા નષ્ટ કર્યાં હતા. 

જૈશ અલ-અદલ એક આતંકવાદી સંગઠન
જૈશ અલ-અદલ પાકિસ્તાની ધરતીમાંથી ઓપરેટ થતું આતંકી સંગઠન છે અને તેણે તાજેતરમાં ઈરાનની બોર્ડરમાં હુમલા કર્યાં હતા જેનો બદલો લેવા માટે ઈરાને એરસ્ટ્રાઈક કરીને આતંકી ઠેકાણા નષ્ટ કર્યાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ